ETV Bharat / state

કચ્છમાં મતદારોને રિઝવવા ભાજપ અને કૉંગી ઉમેદવારોના ધમપછાડા, શરૂ કર્યો ડોર ટૂ ડોર પ્રચાર - Rajendrasinh Jadeja Congress Candidate for Mandvi

કચ્છમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) પ્રચાર માટે રાજકીય પક્ષોના ઉમેદવારો મેદાને ઉતર્યા છે. અહીં માંડવી બેઠક (Mandvi Kachchh Assembly constituency) પર ભાજપના અનિરુદ્ધ દવે અને કૉંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા ડોર ટૂ ડોર પ્રચાર (Door to door campaigning) કરી રહ્યા (Political Party Election Campaign in Kutch) છે. સાથે જ બંને ઉમેદવારો પોતપોતાની જીતનો દાવો પણ કરી રહ્યા છે.

કચ્છમાં મતદારોને રિઝવવા ભાજપ અને કૉંગી ઉમેદવારોના ધમપછાડા, શરૂ કર્યો ડોર ટૂ ડોર પ્રચાર

author img

By

Published : Nov 23, 2022, 9:47 AM IST

કચ્છ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ (Gujarat Election 2022) થઈ ચૂક્યું છે. ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને જુદી જુદી રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. કચ્છની માંડવી વિધાનસભા બેઠક (Mandvi Kachchh Assembly constituency) પર કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજા માંડવી તાલુકાના અંતરિયાળ ગામડામાં પરિવર્તન લાવવા માટે ડોર ટુ ડોર પ્રવાસ (Door to door campaigning) કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રાજેન્દ્રસિંહ જાડેજાને (Rajendrasinh Jadeja Congress Candidate for Mandvi) સમર્થન આપ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારમાં ભારે જનસમર્થન મળ્યું હોવાનો કૉંગી ઉમેદવારનો દાવો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) લઈને માંડવી મુન્દ્રા મતવિસ્તારમાં (Mandvi Kachchh Assembly constituency) પ્રચારના પડઘમ વચ્ચે આ બેઠક ઉપરના કૉંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહના (Rajendrasinh Jadeja Congress Candidate for Mandvi) ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ દરમિયાન ભારે જનસમર્થન મળ્યું હોવાનો દાવો કરાયો છે. તો લોકો પણ હવે સરકારથી નારાજ છે અને એટલા બધા પ્રશ્નો અને સમસ્યા છે ત્યારે પરિવર્તન ચોક્કસથી આવશે તેવું જણાવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારમાં ભારે જનસમર્થન મળ્યું હોવાનો કૉંગી ઉમેદવારનો દાવો

ભાજપની સિદ્ધિઓ ગણાવતા દેખાયા ઉમેદવાર બીજી તરફ માંડવી બેઠક (Mandvi Kachchh Assembly constituency) પર ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવે (Aniruddh Dave BJP Candidate for Mandvi ) પણ ડોર ટૂ ડોર પ્રચાર (Door to door campaigning) કરી રહ્યા છે. સાથે જ તેઓ લોકસંપર્ક પણ વધારી રહ્યા છે. પ્રચાર દરમિયાન તેઓ લોકોને સરકારની સિદ્ધિઓ ગણાવતા જોવા મળ્યા હતા.

ગામડાઓમાં અનેક મુશ્કેલીઓ છે તે પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું કૉંગી ઉમેદવારે જણાવ્યું હતું કે, પ્રજા સમક્ષ જવાનો વિષય છે, ત્યાં સુધી અમે વર્ષોથી રાજકારણની અંદર સક્રિય છીએ. વર્ષોથી આ વિસ્તારની જનતા માટે સેવામાં છીએ. વર્ષોથી આ વિસ્તારના, તાલુકાના, લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે, આ વિસ્તારના, તાલુકાના લોકોની મુશ્કેલીઓ માટે તકલીફો માટે નિરાકરણ લાવવા અમે બેઠેલા હતા. વર્ષોથી કામ કરીએ છીએ અને આગામી સમયની અંદર પણ એ જ વિષયને આગળ લઈને આગળ વધીશું અને અને વિશ્વાસ અપાવીએ છીએ આગળના સમયમાં જે જે ખૂટતી કડીઓ છે ગામડાઓમાં અનેક મુશ્કેલીઓ છે તે પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું અને પ્રજા પણ ખૂબ બહોળો સમર્થન આપી રહી છે.

અમે પ્રજાના સેવક બનવા નીકળ્યા છીએ નેતા બનવા નહીં તેમણે ઉમેર્યું હતું કે, ગામડાઓની અંદર ખાસ કરીને ગરીબ પરિવારોને જે પહેલા કૉંગ્રેસના શાસનની અંદર જે બેઠા તાળે પ્લોટ આપવાની યોજના હતી. એ યોજના ભાજપ સરકારે બંધ કરી છે. ખરેખર એ ગરીબ પરિવારને મોટો અન્યાય છે. અત્યારે સરકારમાંથી માત્ર માંડવી તાલુકાના 92થી 100 ગામ આવેલા છે. વર્ષે 30થી 32 મકાનો આપે છે. જે વ્યક્તિ પાસે ઉપર આભ નીચે જમીન તેની પાસે રહેવા માટે મકાન નથી. જે માણસ પાસે સીમમાં ખેતર નથી એને મકાન બનાવવું હોય તો ક્યાં બનાવે એટલે હું એમને ખાતરી આપીશ કે, જે બેઠા તાળે પ્લોટની યોજના છે. એ પણ વિષય કોંગ્રેસ પાર્ટી પાસે આજે પણ મુકેલો છે કે, આ મેનીફેસ્ટમાં સમાવવો પરંતુ કદાચ લેટ આપ્યા છે એટલે સમાવિષ્ટ નથી થયો. મારા 10 મુદ્દામાં મેં આ મુદ્દો મુક્યો છે.

ગરીબોને પ્લોટ આપવામાં શું તકલીફ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મુદ્દો મહત્વનો છે કે, બેઠા તળે પ્લોટ આપવાની યોજના છે. ગરીબ પરિવારને લાગતી યોજના છે. સીધો ટચ કરે છે, જેની પાસે પ્લોટ નથી તે મકાન બનાવે ક્યાં. સરકારની યોજના તમે આપો છો. તો પ્લોટ આપોને સરકારી જમીન છે. ઉદ્યોગપતિઓને હજારો એકરો આપી દઈએ છીએ. તો ગરીબ વ્યક્તિને પ્લોટ આપી દેવામાં શું તકલીફ પડી રહી છે. ગરીબ માણસો માટે અમે લડવાના છીએ. ગરીબ માણસોને એમનો હક્ક આપવા અમે નીકળ્યા છીએ. અમે પ્રજાના સેવક બનવા નીકળ્યા છીએ નેતા બનવા માટે અમે નથી નીકળ્યા અને પ્રજા પર વિશ્વાસ છે કે, તેમનું બહોળો સમર્થન અમને મળશે.

નરેન્દ્ર મોદીના વિકાસના સૂત્રોને સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ તો બીજી બાજુ માંડવી બેઠક (Mandvi Kachchh Assembly constituency) પરના ભાજપના ઉમેદવાર અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અનિરુદ્ધ દવે (Aniruddh Dave BJP Candidate for Mandvi ) પણ માંડવી મુન્દ્રા તાલુકાના ગામોમાં મતદારોને રિઝવવા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તો તેમણે આગામી 5 વર્ષ માટે વિકાસના કાર્યો માટે તેમજ ક્યાં કાર્યો ક્યારે કરવા કઈ રીતે કરવા વગેરે અંગેનો રોડમેપ અત્યારથી જ તૈયાર કરી રાખ્યો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના સૂત્રોને સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવું જણાવ્યું હતું. તો તેમના ગામડાઓના પ્રવાસ દરમિયાન તેમને લોકોનો સમર્થન પણ મળી રહ્યા હોવાનું દાવો કર્યો હતો.

કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેએ (Aniruddh Dave BJP Candidate for Mandvi) જણાવ્યું હતું કે, પ્રચાર પ્રસાર દરમિયાન પ્રચંડ જનસમર્થન છે. કારણકે, નરેન્દ્ર મોદીનું કામ બોલતું હોય મારા પુરોગામી ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા હોય, તારાચંદભાઈ છેડા હોય કે, રમેશભાઈ હોય ધનજીભાઈ હોય જે પુરોગામી ધારાસભ્યો હોય છે તેમને વિકાસના કાર્યો કર્યા છે. તેમણે કામ કર્યા છે એટલે મને તૈયાર થાળી મળી છે. એક વટવૃક્ષ તૈયાર મળ્યું છે. વાડીની અંદર એ વટવૃક્ષનું સંવર્ધન કરીને એના વધારે ફળ લોકોને કેમ મળે એનો પ્રયાસ કરતા કરતા કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.