ETV Bharat / state

Best Tourism Village: કચ્છના ધોરડોને 'શ્રેષ્ઠ પ્રવાસન ગામ'નો એવોર્ડ, UNWTOએ 54 ઉત્કૃષ્ટ ગામડાઓમાં કર્યો સમાવેશ - DHORDO SPECIAL

યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) એ કચ્છ જિલ્લાના ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પસંદ કર્યું છે. આ વર્ષે 260 ગામની અરજીમાંથી કચ્છના ધોરડોની પસંદગી કરવામાં આવી છે. વાંચો કચ્છથી કરણ ઠક્કરનો વિશેષ અહેવાલ...

કચ્છનું ધોરડો બન્યું શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 9:26 PM IST

Updated : Oct 25, 2023, 6:45 PM IST

કચ્છના ધોરડોને 'શ્રેષ્ઠ પ્રવાસન ગામ'નો એવોર્ડ

કચ્છ: 26મી જાન્યુઆરી 2001ના દિવસે આવેલા ભૂકંપમાં કચ્છમાં ભારે તારાજી સર્જાઈ હતી. પરંતુ ત્યારબાદ સરકારના અથાગ પ્રયત્નોથી કચ્છ ફરી બેઠું થયું છે અને સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. કચ્છના ધોરડો ખાતે દર વર્ષે 4 મહિના માટે યોજાતા રણોત્સવમાં દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. ત્યારે કચ્છની આ સુવાસમાં વધુ એક સફળતાનું પીછું ઉમેરાયું છે. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કચ્છના ધોરડોને ‘બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ ટુરિઝમ વિલેજના 54 નામ જાહેર
બેસ્ટ ટુરિઝમ વિલેજના 54 નામ જાહેર

બેસ્ટ ટુરિઝમ વિલેજના 54 નામ જાહેર: ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડો ગામનો 54 ઉત્કૃષ્ટ પ્રવાસન ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓ જાળવવામાં અગ્રેસર છે. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં ધ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનની જનરલ એસેમ્બલીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ વર્ષના બેસ્ટ ટુરિઝમ વિલેજના 54 નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં ભારતમાંથી એકમાત્ર ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ધોરડો ગામની પસંદગી કરવામાં આવી છે.

ક્યાં આવેલું છે ગામ: કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી 85 કિલોમીટરના અંતરે આવેલ અને કચ્છની સરહદનું અંતિમ ગામ ધોરડો કે જે 400 વર્ષ જૂનું ગામ છે અને એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન બન્ની વિસ્તારમાં વસેલું છે અહીં 150 જેટલા ઘર છે અને 1000 જેટલા લોકો અહીં વસે છે. મોટા ભાગે અહીં લઘુમતી કોમના લોકો રહે છે. અહીં 600 ભેંસો, 50 ગાયો, 50 ઘેટાં બકરાં, 10 ઘોડા અને 40 જેટલા ઊંટ છે. મુખ્યત્વે અહીંના લોકો માલધારી છે અને પશુપાલનના વ્યવસાયમાં સંકળાયેલા છે.

વિશ્વ ફલક પર ગુજરાતનું સ્થાન વધારે મજબૂત

સ્વચ્છ ભારત મિશનની અમલવારી: ધોરડો ગામમાં સમરસ ગ્રામ પંચાયત છે એટલે કે ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સભ્યો સાથે સર્વ સંમતિથી બિનહરીફ ચૂંટાયા છે. આ ગામમાં અનેક જાતના વિકાસ થયા છે. પાણીની સવલતની વાત કરવામાં આવે તો દરેક ઘરમાં ઘરેલું ઉપયોગ માટે પાણીના નળનું કનેક્શન છે. ગામમાં 81000 કયુબિક મીટર પાણીની ક્ષમતા વાળા 2 તળાવ આવેલા છે. ફિલ્ટરેશન પ્લાન્ટ પણ આવેલું છે તથા 30,000 લીટરની ક્ષમતાનું પાણીનો ટાંકો આવેલો છે. ગામમાં 100 ટકા સ્વચ્છ ભારત મિશનની અમલવારી પણ જોવા મળે છે તથા દરેક ઘરમાં શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ગામમાં શું છે સુવિધાઓ:

  • ગામમાં સરકારી શાળા પણ આવેલી છે જેમાં ડિજિટલ ક્લાસરૂમ પણ છે જ્યાં ધોરણ 10 સુધીનું અભ્યાસ કરાવવામાં આવે છે.
  • ગામમાં સોલાર સ્ટ્રીટ લાઈટ, સીસી રોડ, ઘડુલી સાંતલપુર નેશનલ હાઈ વે પણ બની રહ્યું છે.
  • ગામમાં 66 kvનું પાવર સબ સ્ટેશન પણ આવેલું છે.
  • ટેલી કોમ્યુનિકેશન માટે BSNL, VODAFONE અને jioના 4G નેટવર્ક, ટેલિફોન એક્સચેન્જ, બ્રોડબેન્ડની સુવિધાઓ ઉપલબ્ધ છે.
  • અહીં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ગેટવે ટુ રણ રિસોર્ટ પણ બનાવવામાં આવ્યું છે જેનું સંચાલન ધોરડો ગ્રામ પ્રવાસન વિકાસ સમિતિ કરે છે.
  • ટ્રેડિશનલ બન્નીના 36 જેટલા ભુંગા સાથેનું તોરણ રિસોર્ટ પણ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અહીં 400 ટેન્ટની ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત પણ ગામમાં અનેક ખાનગી રિસોર્ટ અને હોટલ પણ આવેલી છે.
  • ધોરડો ગામમાં દૂધ એકત્ર કરવા માટેની ડેરી પણ છે જેમાં દરરોજના 7000 લીટર દૂધ એકત્ર કરવામાં આવે છે.
  • અહીં પોલીસ સ્ટેશનની સુવિધા છે, બેન્ક ઓફ બરોડા બેન્ક છે તથા SBI બેંકનું ATM પણ છે.
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ છે. પંચાયત ઘર, કોમ્યુનિટી હોલની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ગામમાં રોજગારી: ગામની બાજુમાં જ એક ખાનગી કંપની Agrocel આવેલી છે જે વર્ષોથી ગામના 350 જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે. અહીંના યુવાનો જે ઓછું ભણેલા છે તેમને પણ આ કંપનીમાં છેલ્લા 24 વર્ષથી ટ્રેનિંગ આપીને રોજગારી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ટુરિઝમ પણ આવકનો અન્ય સ્ત્રોત ગણી શકાય. રણોત્સવના સમયે, અહીંના લોકો તમામ મેનેજમેન્ટ કરીને, તથા હેન્ડિક્રાફ્ટની બનાવટોનું વેંચાણ કરીને, રિસોર્ટ દ્વારા, ગાઈડ બનીને, ઊંટ ગાડી ચલાવીને પણ રોજગારી મેળવી રહ્યા છે.

કચ્છ રણોત્સવ
કચ્છ રણોત્સવ

કલા અને શિક્ષણ ક્ષેત્રે કચ્છ: ધોરડો ગામના કલાકારોને નેશનલ એવોર્ડ પણ મળ્યાં છે. અહીંની કળા પણ વિશ્વ સ્તરે પ્રસિદ્ધ છે. અહીં અનેક જાતની એબ્રોડરી વર્ક કરવામાં આવે છે ઉપરાંત પેચ વર્ક, લેધર વર્ક, મડ વર્ક વગેરે જેવી કળાનું કામ પણ અહીંના કલાકારો કરે છે.અહીં કન્યા કેળવણી અંતર્ગત 40 જેટલી દીકરીઓએ 9મું ધોરણ પાસ કર્યું છે તો 10 જેટલી દીકરીએ 10મું ધોરણ પાસ કર્યું છે, 3 દીકરીઓએ 12મું ધોરણ પાસ કર્યું છે જ્યારે 1 દીકરીએ ઇંગ્લિશમાં MA ની ડીગ્રી પણ મેળવી છે.

  • Absolutely thrilled to see Dhordo in Kutch being celebrated for its rich cultural heritage and natural beauty. This honour not only showcases the potential of Indian tourism but also the dedication of the people of Kutch in particular.

    May Dhordo continue to shine and attract… https://t.co/cWedaTk8LG pic.twitter.com/hfJQrVPg1x

    — Narendra Modi (@narendramodi) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સવાયા કચ્છી PM મોદીએ પોતાની યાદો શેર કરી: દેશના વડાપ્રધાન અને સવાયા કચ્છી તરીકે ઓળખાતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કચ્છનું રણ એ ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાત સરકાર દ્વારા યોજાતા 4 માસના રણોત્સવના માધ્યમથી દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ધોરડોની મુલાકાત લે છે. આજે વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા દ્વારા આ ગામને બહુમાન મળતા સમગ્ર કચ્છમાં ગર્વની લાગણી છે. કચ્છના ધોરડોને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્ય માટે ઉજવવામાં આવે છે તે જોઈને એકદમ રોમાંચિત છું. આ સન્માન માત્ર ભારતીય પ્રવાસનની ક્ષમતા જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છના લોકોનું સમર્પણ પણ દર્શાવે છે. ધોરડો સતત ચમકતો રહે અને વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષતો રહે! નરેન્દ્ર મોદીએ 2009 અને 2015 માં ધોરડોની મુલાકાત સમયની કેટલીક યાદો શેર કરી હતી. પ્રવાસીઓને ધોરડોની અગાઉની મુલાકાતોની યાદો શેર કરવા માટે પણ આમંત્રિત કર્યા હતા અને આનાથી વધુ લોકોને મુલાકાત લેવાની પ્રેરણા મળશે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત #AmazingDhordo હેશ્ટેગનો ઉપયોગ કરવાનું જણાવ્યું હતું.

  • કચ્છના સફેદ રણનું તેજ સમગ્ર વિશ્વમાં ચમકી ઉઠ્યું છે. વર્લ્ડ ટ્રુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકેનું સન્માન પ્રાપ્ત થયું એ ગુજરાત અને ભારત માટે અત્યંત ગૌરવની વાત છે. ચાંદનીમાં ખીલેલા સફેદ રણનું આલ્હાદક દ્રશ્ય અને ધોરડોમાં જોવા મળતી ભાતીગળ સંસ્કૃતિનો આનંદ… pic.twitter.com/ZkKDYUowJn

    — Bhupendra Patel (@Bhupendrapbjp) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વસુધૈવ કુટુમ્બકમ" નો મંત્ર સાકાર: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે X સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા જણાવ્યુ કે "ખૂબ આનંદની વાત છે કે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપણા ગુજરાતના ધોરડોને વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, પ્રાકૃતિક સ્થળોની જાળવણી, સાંસ્કૃતિક વૈવિધ્યતા, સ્થાનિક મૂલ્યો, ભોજન પરંપરા જેવા વિવિધ માપદંડોને ધ્યાને રાખીને ધોરડોની પસંદગી કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી ધોરડોમાં રણોત્સવનું આયોજન શરૂ થયું છે, જે થકી ધોરડો સહિત સમગ્ર કચ્છને વૈશ્વિક ટુરિઝમ નકશામાં આગવું સ્થાન મળ્યું છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવીને "વસુધૈવ કુટુમ્બકમ" નો મંત્ર સાકાર કરી રહ્યા છે. પ્રવાસન વિભાગને ખૂબ-ખૂબ શુભકામનાઓ"

કચ્છની કાયાપલટ: સી.આર. પાટીલે પણ X સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા જણાવ્યું કે "કચ્છને અભિનંદન. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કચ્છનાં ધોરડોને ‘બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો ખિતાબ મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે કચ્છની કાયાપલટ કરી હતી. આજે વિશ્વભરનાં પ્રવાસીઓ માટે કચ્છ અગ્રિમ હરોળમાં સ્થાન પામ્યું છે. વિશ્વ ફલક પર ગુજરાતનું સ્થાન વધારે મજબૂત બનાવવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

રણોત્સવ
રણોત્સવ

અનેક મહાનુભાવોએ લીધી છે મુલાકાત: આ ઉપરાંત ધોરડો ગામને સમરસ ગ્રામ યોજનાના અનેક વાર એવોર્ડ મળ્યા છે.તથા પ્રવાસન ક્ષેત્રના પણ અનેક એવોર્ડ મળ્યા છે. ધોરડો ગામને 2011માં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો પણ ખિતાબ મળ્યો છે. અહીં અનેકવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, આનંદીબેન પટેલ, ઓ પી કોહલી, એ પી જે અબ્દુલ કલામ, હમીદ અન્સારી, અમિતાભ બચ્ચન, Seychelles ના Vice President, Great Britain ના High Commissioner, New Zealand ના High Commissioner તથા કચ્છ તથા ગુજરાતમાં રાજકીય તથા સામાજિક નેતાઓ અને અનેક દેશ વિદેશના પ્રવાસીઓ આ ગામની તથા રણોત્સવની મુલાકાતે આવી ચૂક્યા છે.તો હાલમાં G20 ની ત્રિદિવસીય બેઠક પણ અહીં યોજવામાં આવી હતી.

  • Congratulations to Dhordo village in Kutch, Gujarat on being honoured with the ‘Best Tourism Village’ tag by @UNWTO.

    The recognition highlights Dhordo's commitment to promote sustainable and responsible tourism practices.

    Grab the opportunity to experience the annual cultural… pic.twitter.com/80cxqLxnNm

    — Bhupender Yadav (@byadavbjp) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા: "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ હંમેશા ખૂબ જ ચર્ચામાં રહે છે. દર વર્ષે 4 માસ માટે અલગ અલગ થીમ પર રણોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. 2023-24નો રણોત્સવ 10 નવેમ્બરથી શરૂ થશે . આ વર્ષે રણ ઉત્સવ અને ટેન્ટ સિટીના ટુર પેકેજમાં વૈશ્વિક ધરોહર ધોળવીરાને પણ સમાવવામાં આવ્યું છે જે આ વર્ષે પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બનશે.વિશ્વ ધરોહર ધોળાવીરાને લોકો જાણે અને હડપ્પન સંસ્કૃતિને સમજે એ સાથે વર્લ્ડ હેરિટેજ ધોળવીરાનું સમાવેશ કરવામાં આવી રહ્યું છે.

  1. Kharad Dhari Craft : પ્રાચીન અને દુર્લભ એવી ખરડ ધરી હસ્તકલાને લુપ્ત થતા બચાવવાના કચ્છી કારીગરોના પ્રયત્નો
  2. World Tourism Day : કચ્છના સફેદ રણમાં આ વર્ષે ક્યારે યોજાશે રણોત્સવ અને શું હશે તેની વિશેષતાઓ

Last Updated : Oct 25, 2023, 6:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.