ETV Bharat / state

Gujarat Assembly Elections 2022 : સંગઠન મજબૂતી માટે કચ્છ કોંગ્રેસનું મિલન, કાલે ચૂંટણી માટે તૈયાર છે નેતાગણ

આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ કચ્છ કોંગ્રેસની કારોબારી તથા કાર્યકર મિલન યોજાયું હતું. જોકે કાર્યક્રમમાં (Gujarat Assembly Elections 2022 ) કોરોના ગાઇડલાઇન પાલનનો સંપૂર્ણ (Breach Of Corona Guidelines ) અભાવ જોવા મળ્યો.

Gujarat Assembly Elections 2022 : સંગઠન મજબૂતી માટે કચ્છ કોંગ્રેસનું મિલન, કાલે ચૂંટણી માટે તૈયાર છે નેતાગણ
Gujarat Assembly Elections 2022 : સંગઠન મજબૂતી માટે કચ્છ કોંગ્રેસનું મિલન, કાલે ચૂંટણી માટે તૈયાર છે નેતાગણ
author img

By

Published : Jan 31, 2022, 7:21 PM IST

કચ્છઃ આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022 ) ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા તૈયારીના ભાગરૂપે સંગઠન મજબૂતીકરણ માટે કચ્છ જિલ્લાના કોંગ્રેસની વિસ્તૃત કારોબારી તથા કાર્યકર મિલનનું આજે (Kutch Congress Meeting 2022 ) આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતાં અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જોવા મળ્યું (Breach Of Corona Guidelines) ન હતું.

કચ્છમાં કોંગ્રેસ સંગઠનને મજબૂતી આપવા ઉપસ્થિત રહ્યાં ટોચના નેતાગણ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ હાજર

ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીમોડમાં (Gujarat Assembly Elections 2022 ) આવી ગયા છે. તેમાં પણ ભારતીય જનતા પાર્ટી તડામાર તૈયારીઓ કરી રહી છે અને અલગ અલગ પ્લેટફોર્મ પરથી જોરદાર પ્રચાર પ્રચાર અને લોકનો જોડવાના અભિયાનો છેડી ચૂકી છે. તેવામાં હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ પણ આજે ગાંધીધામમાં કચ્છ જિલ્લાના સંગઠનને મજબૂત બનાવવા માટે આવ્યા હતાં.

વિધાનસભાની તૈયારી તથા સંગઠન મજબુતી માટે કાર્યકર મિલનનું આયોજન

વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં યોજાવાની છે. જેથી કરીને તમામ રાજકીય પક્ષો સક્રિય થયા છે અને સંગઠનો મજબૂત તેમજ વિશાળ કરવા પોતાના પ્રયત્નો કરી રહ્યા છે. આગામી વિધાનસભાની તૈયારી તથા સંગઠન મજબૂતી માટે કચ્છ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી તથા કાર્યકર મિલનનું (Kutch Congress Meeting 2022 ) આયોજન આજે ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું હતું.

6-6 બેઠકો કોંગ્રેસને મળે તેવા પ્રયત્નો

કચ્છ જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વતળે આગામી વિધાનસભાની ચુંટણીમાં (Gujarat Assembly Elections 2022 ) કચ્છ જિલ્લાના 1856 બુથ પર દરેક કાર્યકરો તન, મન અને ધન લગાડી કચ્છ જિલ્લાની વિધાનસભાની 6-6 બેઠકો આ વખતે કોંગ્રેસના ફાળે જાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. કોંગ્રેસના આ કાર્યકર મિલનમાં (Kutch Congress Meeting 2022 ) ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાન સરકારના પુર્વ આરોગ્યપ્રધાન ડો. રઘુ શર્મા, (Gujarat Congress In Charge Dr. Raghu Sharma) ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર (Gujarat Congress President Jagdish Thakor) ઉપસ્થિત રહ્યા હતાં.

જિલ્લાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત

આ ઉપરાંત કચ્છ જિલ્લાના દસે દસ તાલુકાના સિનિયર આગેવાનો, માજી સાંસદો, ધારાસભ્યો, માજી ધારાસભ્યો, સિનિયર આગેવાનો, જિલ્લા, તાલુકા, સેલ, પાંખ, શહેરના હોદેદારો, ચુંટાયેલા, જિલ્લા, તાલુકા, નગરપાલીકાના પ્રતિનિધિઓ, જિલ્લા, તાલુકા, શહેર સંયોજકો, આગેવાનો, કાર્યકરો, જનમિત્રો વગેરે પણ (Kutch Congress Meeting 2022 ) ઉપસ્થિત રહ્યાં હતાં.

કચ્છ જિલ્લામાં સંગઠિત કાર્યકરો અને સંગઠનોને મજબૂત બનાવવા આખરી ઓપ

મીડિયાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં કોંગ્રેસના સંગઠિત કાર્યકરો અને સંગઠનોને આગામી વિધાનસભાની ચૂંટણી માટે મજબૂત બનાવવા માટે આખરી ઓપ આપવા અમે લોકો આવ્યા છીએ. જે જે સૂચનો આપવા જોઈએ તેમજ કાર્યકરોને જે સંગઠનીય ઢાંચામાં ઢળવું જોઈએ તેના માટે માર્ગદર્શન આપી રહ્યા છીએ. ઉપરાંત 27 વર્ષથી શાસન ન હોવા છતાં પણ ભાજપની સામે કોંગ્રેસના કાર્યકરો દરેક જિલ્લા, તાલુકામાં ચુંટણી લડી રહ્યાં છે અને અડીખમ ઊભા છે જે કોંગ્રેસ માટે
ગૌરવની વાત છે.

ધંધૂકામાં બનેલી ઘટનાને કોંગ્રેસ વખોડે છે

ધંધૂકાના કિશન ભરવાડ સાથે બનેલ ઘટના અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ધંધુકાનો બનાવ હોય, રાધનપુરનો બનાવ હોય કે પછી બીઆરટીએસના બસસ્ટેશન પર દલિત દીકરાની હત્યા હોય. કોંગ્રેસ આ હત્યા કે ગુનાની ઘટનાને વખોડે છે. ગુનો કે હત્યા આચરનાર ગમે તે ધર્મનો હોય કે જાતિનો હોય આવા ગુનેગારોને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી એક મહિનાની અંદર સજા આપવી જોઈએ. પરંતુ ભાજપ સરકારને કોંગ્રેસ પૂછી રહી છે કે તેમની પાસે કોઈ વ્યવસ્થા છે કે નહીં.

ભાજપ દર વર્ષે કોંગ્રેસના નેતાઓને ડરાવી ધમકાવી લઇ જવાનો આક્ષેપ

ભાજપ સરકાર પર આક્ષેપો કરતા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુનેગારો છે તે ભાજપ સરકારથી ડરતા નથી અને બેફામ છે.ભાજપ સરકાર આવા ગુનેગારોને આશ્રય આપી રહી છે અને ગુનેગારોને સાચવી રહી છે. અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા તે બાબતે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર કોંગ્રેસના નેતાઓને ડરાવી ધમકાવીને પોતાની તરફ લઈ જાય છે. છેલ્લાં 27 વર્ષોથી દર વખતે ચૂંટણી સમયે એ જ થતું આવ્યું છે ભાજપ સરકાર આ જ કરવાનું જાણે છે.

આ પણ વાંચોઃ Dhandhuka Murder Case: ધંધુકા મર્ડર કેસમાં રાજકારણ ગરમાયુ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સરકાર પર કર્યા પ્રહાર

કાલે વિધાનસભાની ચૂંટણી જાહેર કરો તો પણ અમે તૈયાર - જગદીશ ઠાકોર

આ ઉપરાંત વિધાનસભાની (Gujarat Assembly Elections 2022 ) ચૂંટણી અંગે જણાવતા તેમને કહ્યું હતું કે, "અમે તો સી.આર.પાટીલને જણાવીએ છીએ કે કાલે જ ગુજરાત વિધાનસભાની ચુંટણીનીજાહેરાત કરો અમે તૈયાર છીએ.વિધાનસભાની ટિકિટોની વાત કરવામાં આવે તો તે કોંગ્રેસનું નેતૃત્વ નક્કી કરે છે.પાટીલ સાહેબ પોતાના સાહેબને કહી દે કે ગુજરાતમાં ચૂંટણી જાહેર કરે અમે તૈયાર છીએ."

કોંગ્રેસ તો 365 દિવસ પ્રજાની વચ્ચે રહીને કાર્ય કરવાવાળી પાર્ટી છે: ડૉ.રઘુ શર્મા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ તો 365 દિવસ પ્રજાની વચ્ચે રહીને કાર્ય કરવા વાળી પાર્ટી છે. ચુંટણી તમે કાલે કરાવો કે સમયસર કરાવો કોંગ્રેસ મજબૂત થઈને આ ચુંટણી લડશે. કોઈ પણ રાજકીય પક્ષને એમ ન માનવું જોઈએ કે જનતા તેમના ખિસ્સામાં છે. પરિણામ નક્કી કરવાનું કાર્ય જનતાનું છે. દરેક રાજકીય પક્ષ પોતાની વાત રાખે પરંતુ કોને ચૂંટવા તે જનતા નક્કી કરે છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ ઈચ્છે છે અલ્પેશ પક્ષમાં જોડાય અને પાસ ઈચ્છે છે કે તેઓ પાટીદારોના પ્રશ્નો રજૂ કરે

આગામી વિધાનસભાની ચૂંટણી જબરદસ્ત થવાની છે

ગત ટર્મમાં 80 સીટો તો કોંગ્રેસની આવી જ હતી. ક્યાં કચાસ રહી ગઈ તેને પારખવામાં આવી રહી છે અને આ ખામીઓને દૂર કરીને સંગઠનોને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં ત્યાં સંગઠનો બદલવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં હાલ 13 જિલ્લાઓમાં સંગઠનો બદલવામાં આવ્યાં છે. આગામી ચુંટણીમાં (Gujarat Assembly Elections 2022 ) કોંગ્રેસનું લક્ષ્ય બુથ પોઇન્ટ પર રહેશે. દરેક બૂથ પર કોંગ્રેસ પાર્ટીનો જનમિત્ર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આગામી ચૂંટણી જબરદસ્ત થવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.