કચ્છ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022નું (Gujarat Assembly Election 2022) કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે તમામ રાજકીય પક્ષો (Kutch Assembly Election ) મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અવનવી રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. કચ્છની (Kutch Assembly Seat ) રાપર વિધાનસભા બેઠક (Rapar assembly seat ) પર ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ ઢોલ નગારા સાથે ચૂંટણી પ્રચાર કરતી જોવા મળી છે. પ્રચાર પ્રસાર માટે રાપરમાં મહિલાઓ શેરી શેરી નીકળ્યા છે. ગરબા રમીને (Women in Rapar did Street Garba) પાર્ટીના ઉમેદવાર (Rapar assembly candidate ) વિરેન્દ્રસિંહ જાડેજાને જંગી બહુમતીથી વિજેતા બનાવવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચાર પ્રસારમાં ઉમેદવાર વિકાસ કરશે તો ભાજપની જીત થશે તેવો મહિલાઓને પ્રતિભાવ મળ્યા હતા.
ભાજપના ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર માટે નીકળ્યા ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા જાગૃતિ શાહે જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસ લઈને આજે નરેન્દ્ર મોદીના સૂત્રને સાથે લઈને રાપરના નગરજનો વચ્ચે રાપર અને ભચાઉ તાલુકાની મહિલા મોરચોની મહિલાઓ (Mahila Morcho of Bhachau Taluka) રાપર વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર માટે નીકળ્યા છે.
ધારાસભ્ય બદલાય તો સારું તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિશ્ચિત જ છે કે ભાજપને 6માંથી 6 વિધાનસભા બેઠકો મળશે. મહિલા મંડળ છે તે ઢોલ નગારા સાથે ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર (Door to door Campaigning) કરવા માટે જઈ રહ્યો છે. બહેનોને એટલો ઉત્સાહ છે કે શેરીએ શેરીએ બહેનો ગરબા રમ્યા છે. લોકોમાં એટલો ઉત્સાહ છે કે તેમના ધારાસભ્ય બદલાય તો સારું.
વિરેન્દ્રસિંહ જાડેજા ચોક્કસથી કામ કરશે ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા કલાવંતી જોશીએ જણાવ્યું હતું કે, અમે ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો, ગરબે રમ્યા અને પ્રચાર કર્યો છે. લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લોકોને જણાવી રહ્યા છીએ કે આપ વિકાસના કાર્યો જોઈને મત આપો અને આપને વિશ્વાસ અપાવુ છું કે, ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ચોક્કસથી કામ કરશે.