ETV Bharat / state

ભૂજમાં શાહના બદલે ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધી, ગૃહપ્રધાન ગેરહાજર - Bhuj Assembly seat

ચૂંટણી પ્રચારને લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભુજમાં જાહેરસભા (Bhuj BJP campaign) સંબોધવા આવવાના હતા. પરતું આ સભામાં અમિત શાહને ગેરહાજરી જોવા મળી હતી. તો બીજી બાજુ (CM Bhupendra Patel visited Bhuj) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત વિકાસનું એન્જિ.ન બન્યું. (Gujarat Assembly Election 2022)

કેન્દ્રીય ગૃહપ્રધાન રહ્યા ગેરહાજર, મુખ્યપ્રધાને કહ્યું વિકાસનું એન્જીન બન્યું

author img

By

Published : Nov 22, 2022, 11:10 AM IST

કચ્છ : ગુજરાત વિધાનસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકરણમાં પ્રચાર પ્રસારને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીના પ્રચારજંગને વધુ વેગવાન બનાવવા માટે ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભુજમાં (Bhuj BJP campaign) જાહેરસભા સંબોધવા આવવાના હતા. પરંતુ યાંત્રિક ખામીના કારણે તેઓ પહોંચી શક્યા ન હતાં. તેમની જગ્યાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ભુજ બેઠક પરના ભાજપના ઉમેદવાર કેશુ પટેલને સમર્થન આપ્યું હતું.(CM Bhupendra Patel visited Bhuj)

ચૂંટણી પ્રચારને લઈને CMએ કહ્યું, ગુજરાત વિકાસનું એન્જીન બન્યું

અમિત શાહની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલે ભુજમાં સભા સંબોધી ભુજની આર.ડી. વરસાણી ગ્રાઉન્ડ ખાતે આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સભાનું (Amit Shah in Bhuj) આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ટેકનિકલ કારણોસર પહોંચી શક્યા ન હતા અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભુજ આવવા રવાના થયા હતા. તે દરમિયાન ભાજપના ગીત પર પ્રખ્યાત ગાયક નિલેશ ગઢવીએ સૂર રેલાવ્યા હતા અને લોકોએ સભા સ્થળે ડાયરાની મોજ માણી હતી. સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને પ્રજા ઉમટી હતી. મુખ્યપ્રધાને સભા સંબોધતા બાદ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કેશુ પટેલ (Keshu Patel in Bhuj) સાથે સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. (Election campaign BJP in Gujarat)

ગુજરાત વિકાસનું એન્જિન બની ગયું છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે, પ્રજાએ ભારતીય જનતા પાર્ટી (BJP candidate in Bhuj) પર વિકાસ મૂક્યો છે. પરિણામે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ સમસ્યાઓ દૂર થતી ગઈ છે. ગુજરાત છે તે વિકાસનું એન્જિન બની ગયું છે. દેશમાં સુરક્ષાની વ્યવસ્થા પણ ભારતીય જનતા પાર્ટીએ આપી છે. ઉપરાંત ઘરે ઘરે 24 કલાક વીજળી આપી, નળથી પાણી આપ્યું છે. વિકાસની બધી વ્યવસ્થાના કારણે છેવાડાના ગામ સુધી રોડ પહોંચ્યા છે. (Bhuj Assembly seat)

ગુજરાતને નવી ઉંચાઈઓ પર પહોંચાડીએ CM વધુમાં જણાવ્યું હતું કે, પાણી હોય, લાઈટ હોય, રસ્તા હોય તો બધાની પડતી મુશ્કેલી પ્રજાજનો એ ખૂબ લાંબા સમય રાહ જોયા પછી પણ આની અંદરથી બહાર ના નીકળે અને આના કારણે એક વખત ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો અને ગુજરાત રાજ્ય અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમામ સમસ્યાઓ દૂર થતી ગઈ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક લોકોને વિકાસમાં જોડવાનો પ્રયત્ન કર્યો છે. એટલા માટે જ દરેક ગુજરાતીને એમ લાગે છે કે આ ગુજરાત મે બનાવ્યું છે. 2022ના ઇલેક્શનમાં ભુજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કેશુ પટેલને સૌથી વધારે મતથી જીતાડો અને ગુજરાતમાં ફરી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુકીને ગુજરાતને ફરીથી નવી ઉંચાઈઓ પર પહોંચાડીએ. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.