ETV Bharat / state

રાજકારણથી વધારે માનવસેવા એ મારું મોટું ઉદેશ્ય: અરજણભાઈ ભુડીયા - કચ્છ જિલ્લાના પ્રમુખ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 જાહેર થઈ ચૂકી છે. એવામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશના ડેલીકેટ અને પાટીદાર સમાજના આગેવાન (Leader of the Patidar community) અરજણભાઈ ભુડીયાને ટિકિટ ફાળવવામાં આવી છે. આ દરમિયાન ETV Bharatએ અરજણભાઈ ભુડીયા રૂબરૂ મુલાકાત કરી હતી. રાજકીય પક્ષો દ્વારા પાટીદાર ઉમેદવારોને ટીકીટ ફાળવાઇ છે. પાટીદારોના મત વિભાજિત થશે તો કંઈ રીતે જીત મેળવશો? શું કહે છે, અરજણભાઈ ભુડીયા?

રાજકારણથી વધારે માનવસેવા એ મારું મોટું ઉદેશ્ય: અરજણભાઈ ભુડીયા

author img

By

Published : Nov 16, 2022, 9:28 PM IST

કચ્છ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગી ચુક્યા છે. કચ્છની 6 વિધાનસભા બેઠકો પૈકીની ભુજ વિધાનસભા બેઠક (Bhuj Assembly seat) કે જ્યાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય પક્ષ દ્વારા પાટીદારોને ટિકીટ ફાળવવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશના ડેલીકેટ અને પાટીદાર સમાજના આગેવાન (Leader of the Patidar community) અરજણભાઈ ભુડીયાને ટિકિટ ફાળવવામાં આવી છે. ત્યારે જાણો રૂબરૂ મુલાકાત દરમિયાન શું કહ્યું અરજણભાઈ ભુડીયાએ તે જાણીએ આ અહેવાલમાં.

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશના ડેલીકેટ અને પાટીદાર સમાજના આગેવાન અરજણભાઈ ભુડીયાને ટિકિટ ફાળવવામાં આવી છે.ત્યારે જાણો રૂબરૂ મુલાકાત દરમિયાન શું કહ્યું અરજણભાઈ ભુડીયાએ

સવાલ 1:પક્ષે આપને કચ્છની મહત્વની બેઠક પર ટિકિટ આપી છે જવાબદારી સોંપી છે, કેવો ઉત્સાહ છે શું કહેશો?

જવાબ: 2022ના લોકશાહીના પર્વ એટલે ચૂંટણી. ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (Indian National Congress) તરફથી મને જે ભુજ વિધાનસભા ત્રણના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવાનું જે સુકાન પ્રાપ્ત થયું એ બદલ અમારી કોંગ્રેસ પાર્ટીના જિલ્લા, તાલુકા, શહેર, ગુજરાત બોડીનું આભાર માનું છું. સૌ પ્રભારીઓ સૌ પ્રમુખો સૌ સંગઠનો સાથે મળીને જે મારી નામની જે પ્રશંસા કરી એ બદલ એમનો આભાર માનું છું. વિધાનસભાની અંદર ભુજ વિસ્તારની અંદર જે મારું સમાજ અને જે મારી કાર્ય પદ્ધતિ છે. એનાથી બહુ લોકો પરિચિત છે અને કોંગ્રેસ પાર્ટીનું તો નામ અને એમના જે મતદારો છે. એ તો છે જ પણ એક વ્યક્તિગત તરીકે જે મારી 20 વર્ષની જાહેર જીવનની કામગીરી છે. એનાથી દરેક મતદારો દરેક સમુદાય મારાથી ખુશ છે. એના ઉપરથી એવું લાગી રહ્યું છે. આ વખતે જે કંઈ પરિણામ આવશે સારું આવશે.

સવાલ 2: સ્થાનિકોના મત મુજબ ભુજ વિધાનસભા બેઠકની જે પાયાગત સુવિધાઓ છે. તેની સમસ્યા હજુ પણ છે એ કઈ રીતે દૂર કરશો?

જવાબ: ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર લગભગ 27 વર્ષથી છે. એ એની જે કામ કરવાની પદ્ધતિ જે છે. પ્રજાના પૈસે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફળવાતી હોય પણ એ કરોડો રૂપિયાની ગ્રાંટો ફાળવ્યા પછી જે ખરેખર કામગીરી થવી જોઈએ એ થઈ નથી. એના કારણે આજે દરેક જે કાર્ય થયા એ એટલી બધી જે કામગીરી થવી જોઈએ. સારી, મજબૂત, ટકાવ અને એ થઈ નથી. એના કારણે એક એક કામ લગભગ બે ત્રણ વર્ષ થાય એટલે ફરીથી કરવાનું થતું હોય એટલે પૈસાનો વેળ થઈ રહ્યો છે. રોડ રસ્તા, ગટર ,પાણી બધી જગ્યાએ જોયા હશે. જે કામ ટેકનીકલી અને એકદમ મજબૂતાઈ થવું જોઈએ. તે કામગીરી સુપરવિઝન નીચે કામ થવું ન જોઈએ. ના થવાના કારણે પૈસાનો વ્યય પણ થયો છે. કામગીરીની કોઈ એ કામગીરી થયા પછી જે પ્રજાને લાભ અને સુખાકારીની વ્યવડથ મળવી જોઈએ એ મળી નથી.

સવાલ 3: અનેક વખત સરપંચ પણ રહી ચૂક્યા છો અને સામાજિક દાયિત્વ પણ અનેક વખત નિભાવ્યું છે તો આ વખતે સમગ્ર ભુજ વિધાનસભા બેઠકની પ્રજા માટે કંઈ રીતે કાર્ય કરશો?

જવાબ:જાહેર જીવનની શરૂઆત 1986થી કરી હતી. 1986માં માધાપર નગર પંચાયત (Madhapar Nagar Panchayat) હતી એનો સભ્ય હતો. ત્યારથી એક પોતાની કાલ્પનિક એવી હતી કે જીવનની અંદર કર્મભૂમિ અને જન્મભૂમિની અંદર આપણો જે દાયિત્વ છે. તે નિભાવવું એટલે 1986 થી મેં મારું જાહેર જીવન ચાલુ કર્યું સમયની સાથે સાથે 2000 પછી ધરતીકંપ પછી જે પરિવર્તનનું મોજુ કચ્છ અને ગુજરાતની અંદર થયું એની શરૂઆત એક આખી નવી જ થઈ એ સમયકાળની અંદર મારી ઉપસરપંચ સરપંચ તરીકેની 20 વર્ષની કાર્યપદ્ધતિથી માધાપરની જે પ્રજાને જે સેવા કરવાનો મોકો મળ્યો અને મારે કોઠાસુજથી જે કોઈ ગામના વિકાસ જે કોઈ કાર્ય થતું, ગ્રાન્ટમાંથી દાતાઓના સહયોગથી એ મારો પોતાનો એક માનસીક સંકલ્પ છે. હું જે કાંઈ કાર્ય કરું એનું કમ સે કમ 20, 25, 30 વર્ષ સુધી હોવું જોઈએ. જેથી કરીને પૈસાનો વ્યય ન થાય અને જે કોઈ આજે સુવિધા ઉભી કરી હોય એનો પ્રજાને લાંબા સમય સુધી લાભ મળે અને પ્રજા મને એ રીતે મને હૃદયની અંદર રાખી અને મારી સાથે જોડાયેલા છે. જેથી કરીને એનું મને સો ટકા લાભ મળશે.

સવાલ 4: કચ્છના લોકોની જીવાદોરી એટલે નર્મદાના નીર હજી સુધી પણ એ પ્રાણ પ્રશ્ન છે તો કંઈ રીતે નર્મદાના નીર માટે કામ કરશો?

જવાબ: દુઃખદ ઘટના છે કે નર્મદા ડેમ સારો બની ગયો એના પછી જે કેનાલના મારફતે અને મૂળ ઉદેશ્ય જવાલાલ નેહરૂજી અને સરદાર વલ્લભભાઈ પટેલનો જે દેશ આઝાદ થયો તે વખતે પહેલો તબક્કો હતો. આ પ્રકારની યોજના બને અને સૌરાષ્ટ્ર કચ્છને એનો લાભ મળે તે કલ્પના અને સંકલ્પ સાથે એની સ્થાપના થઈ હતી. આ વખતે એવું લાગી રહ્યું છે ગુજરાતની અંદર સરકારનું પરિવર્તન થશે. હું જો કચ્છની અંદર અને એમાં ખાસ કરીને ભુજ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરવાની પ્રજા મને અવસર આપશે તો મારો પહેલો મુદ્દો નર્મદાનો હશે. કારણ કે કચ્છની ભૂગર્ભ જળની અંદર જળ સ્રોત છે. તે નહિવત માત્ર રહ્યું છે અને જે જળ છે એ પણ પાણી પુરવઠા અને જે સરકારને જે પાણીના રિસોર્સિસ છે. એના માધ્યમથી પણ એવું રિસર્ચ કરવામાં આવી છે કે હવે જમીનની અંદર રહેલું પાણી પીવા લાયક એટલે કે અનફિટ છે તેવું સાબિત કર્યું છે. જેથી કરીને કચ્છની પ્રજાને જો લાંબો સમય રહેવું હશે અને આટલો પ્રગતિશીલ અને હરિયાળો રાખવો હશે તો કચ્છની અંદર નર્મદા સિવાય બીજો ઉપાય નથી. ગામડાઓ સુધી પીવાનું પાણી પહોંચશે અને ખેતર સુધી વધુમાં વધુ પાણી પહોંચે તેવા પ્રયત્ન કરીશું. ખાસ કરીને કચ્છના ખેડૂતો અને પ્રજાને વિનંતી કરું કે મુખ્ય મુદ્દો આપણી પાસે કરોડની સંપત્તિ હશે. ભૌતિક સુખો હશે પણ એક જેવી રીતે કોરોનામાં ઓક્સિજનની ખામીને કારણે હજારો લોકોનો મરણ થયા એવી રીતે આવનાર સમય જો પાણીની સમસ્યા ઉભી થશે. જીવસૃષ્ટિ, માનવસૃષ્ટિ અને વનસૃષ્ટિ ત્રણેય ઉપર તેનો પ્રભાવ હશે જેથી કરીને અધૂરા કાર્ય છે તે અમે સફળતાપૂર્વક પુરા કરીશું.

સવાલ 5: ત્રણેય રાજકીય પક્ષો દ્વારા પાટીદાર ઉમેદવારોને ટીકીટ ફાળવાઇ છે અને પાટીદારોના મત વિભાજિત થશે તો કંઈ રીતે જીત મેળવશો?

જવાબ: ભારતીય સંવિધાન પર સંપૂર્ણ વિશ્વાસ છે અને લોકશાહીનો પર્વ અને લોકશાહીના સંવિધાન મુજબ દેશનો અને જે વિસ્તારનો નાગરિક હોય એને ઇલેક્શન લડવાની છૂટ હોય પણ જ્યારે રાષ્ટ્રીય લેવલથી જે પાર્ટી ઉમેદવારી કરતા હોય ત્યારે બંને પાર્ટીઓ એના ઉમેદવારીની જમીન તપાસીને આ ટાઈપના મેન્ડેટ આપતા હોય છે. ત્યારે કેશુ બાપા પણ એક મોટી પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ (President of Kutch District) છે. એ પ્રમુખ તરીકે પણ એને આખી જીવનશૈલીથી કચ્છનો અને ભુજ વિસ્તારની પ્રજા પરિચિત છે. મારા અને મારી જીવનશૈલી અને મારી જાહેર જીવનની કાર્યપદ્ધતિ થી પણ કચ્છની અને ભુજની વિધાનસભાના દરેક નાગરિક પરિચિત છે. મારા પર્સનલ જીવનની અંદર રાજકારણથી વધારે માનવસેવા એ મારું મોટું ઉદેશ્ય છે. એમાં કોઈ જાતના નાતે જાતે ભેદભાવ વગર દરેક સમુદાય સાથેના મારા સંકલન હોય એમાં કોઈ જાતિને બાદ કરવામાં આવતું નથી. મારા 20 વર્ષની અંદર પંચાયત લેવલે કે મારાથી જ બની શકે. એવા પ્રયત્નો દરેક સમાજ માટે મેં કર્યા તો આવી લોકશાહીના પર્વની અંદર જે આ ઉત્સવ ઉજાઇ રહ્યો છે. મારા પ્રતિસ્પર્ધી એ કડવા પાટીદાર સમાજમાંથી આવતા કેસુબાપા છે. હું લેવા પટેલ સમાજમાંથી આવતો એક પટેલ સમાજને આગેવાન અને પટેલ સમાજનો કાર્યકર છું. જેથી કરીને પ્રજાની નિર્ણય લેવાનો છે કે આપણે નેતા અને આપણો એક સેવક કેવો હોવો જોઈએ એ પ્રજા નકકી કરશે.

સવાલ 6: ઉમેદવારી ફોર્મ ભરતા સમયે સારો જનસમર્થન મળ્યું ત્યારે જીતનો કેવો વિશ્વાસ છે?

જવાબ: 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જે કાર્ય પદ્ધતિથી અને લોભામણા વચનોથી પ્રજા મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા વ્યવસ્થા, મહિલા સુરક્ષા અનેક મુદ્દાઓ છે. પ્રજાએ માનસિક મક્કમતા મુજબ મન બનાવી લીધું કે આ વખતે પરિવર્તનની અંદર લોકો જોડાશે. હવે સરકારે જે છે એ દર વર્ષે નવા લોભામણા લઇ આવે અને દર પાંચ વર્ષે નવા સોગંદો લઇ આવે તેમજ નવા સૂત્રો લઈ આવે અને જુના સૂત્રોને ભૂલી જાય વાયદા વચન ભૂલી જાય. હવે પ્રજા છેલ્લા 27 વર્ષથી અનુભવ કરી લીધો છે. એટલે આ વખતે અમારી જે રાષ્ટ્રીય કોંગ્રેસના જે જે રાજ્યમાં સરકાર છે એમાં જે 8-8 સૂત્રો જે એનું પાલન થઇ રહ્યું છે. એ સૂત્રો લઈને રાષ્ટ્રીય કોંગ્રેસ અમારા રાહુલ ગાંધીએ 8 વચનો આપ્યા છે. તેની અંદર અમારી સરકાર બનશે. ખરા ઉતરી અને પ્રજાને એનો લાભ મળે એના પ્રયત્ન કરશું. આ વખતે રાષ્ટ્રીય કોંગ્રેસના સિમ્બોલની જીત થશે. એનું મને સો ટકા વિશ્વાસ છે. આજે પણ તમે જોયું હશે કે પ્રજાની અંદર તમે એક કોંગ્રેસના ઝંડાને કે કોંગ્રેસનો સિમ્બોલિક જોઈ અને માણસોના જે મોઢા ઉપર જે એક હસી દેખાઈ રહી છે. એનું પ્રતીક એમ છે કે આ વખતે કોંગ્રેસ સાથે માણસો જોડાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.