કચ્છઃ 19મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં તમામ તાલુકાઓમાં લોકશાહીના પર્વ એવા ગ્રામ પંચાયતની ચૂંટણીનો(Gram Panchayat Election in kutch) ગરમાવો જામ્યો છે. કચ્છ જિલ્લામાં કુલ 10 તાલુકાની 482 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હતી. જેમાંથી 121 જેટલી પંચાયતો સમરસ(Gram Panchayat elections in Samaras Kutch) જાહેર થઈ છે.
10 તાલુકાઓમાં કુલ 339 સરપંચની બેઠકો માટે હરીફાઈ યોજાશે
કચ્છ જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ 339 સરપંચની(Kutch 339 Gram Panchayat Election) બેઠકો માટે હરીફાઈ યોજાશે તેમજ 1880 જેટલા વોર્ડના(Ward in Kutch Gram Panchayat Election) સભ્યો માટે મતદાન કરવામાં આવશે.ચુંટણીની હરીફાઈમાં રહેલ ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો ભુજ તાલુકામાં 57, માંડવી તાલુકામાં 40, મુન્દ્રા તાલુકામાં 18, અંજાર તાલુકામાં 24, ગાંધીધામ તાલુકામાં 6, ભચાઉ તાલુકામાં 39, રાપર તાલુકામાં 44, નખત્રાણા તાલુકામાં 51, અબડાસા તાલુકામાં 59 તથા લખપત તાલુકામાં 23 ગ્રામ પંચાયતો હરીફાઈમાં છે તેવું કલેકટર ઓફિસના જન સંપર્ક અધિકારી નીરવ બ્રહ્મભટ્ટે દ્રારા જણાવવામાં આવ્યું છે.
કચ્છ જિલ્લામાં 900 જેટલા મતદાન મથકો
કચ્છ જિલ્લામાં કુલ 900 જેટલા મતદાન મથકો પર રવિવારે મતદાન(Polling in Kutch) યોજાશે. જેમાંથી 285 જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે જ્યારે 24 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. ભુજ તાલુકામાં 144 જેટલા, માંડવી તાલુકામાં 79, મુન્દ્રા તાલુકામાં 45, અંજાર તાલુકામાં 70, ગાંધીધામ તાલુકામાં 42, ભચાઉ તાલુકામાં 112, રાપર તાલુકામાં 113, નખત્રાણા તાલુકામાં 116, અબડાસા તાલુકામાં 121 તથા લખપત તાલુકામાં 58 જેટલા મતદાન મથકો છે.
જિલ્લામાં 285 સંવેદનશીલ તેમજ 24 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો
સંવેદનશીલ મતદાન મથકોની વાત કરવામાં આવે તો ભુજ તાલુકામાં 49, માંડવી તાલુકામાં 30, મુન્દ્રા તાલુકામાં 17, અંજાર તાલુકામાં 23, ગાંધીધામ તાલુકામાં 17, ભચાઉ તાલુકામાં 33, રાપર તાલુકામાં 44, નખત્રાણા તાલુકામાં 16, અબડાસા તાલુકામાં 41 તથા લખપત તાલુકામાં 15 જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે.અતિ સંવેદનશીલ મતદાન મથકોની વાત કરવામાં આવે તો ભુજ તાલુકામાં 1, માંડવી તાલુકામાં 3, ગાંધીધામ તાલુકામાં 13, ભચાઉ તાલુકામાં 2, નખત્રાણા તાલુકામાં 5 જેટલા અતિ સંવેદનશીલ મતદાન મથકો છે.
જિલ્લામાં 1297 મતપેટીઓ, 169 ચુંટણી અધિકારીઓ, 4765 પોલિંગ સ્ટાફ કાર્યરત
કચ્છ જિલ્લામાં કુલ 1922 જેટલી મતપેટીઓ ઉપલબ્ધ છે. જેમાંથી 19મી ડિસેમ્બરના રોજ 1297 જેટલી મતપેટીઓનો ઉપયોગ ચૂંટણી માટે કરવામાં આવશે. ચૂંટણી અધિકારીઓની વાત કરવામાં આવે તો કુલ 169 જેટલા ચૂંટણી અધિકારીઓ તેમજ 169 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓ મતદાન દરમિયાન કાર્યરત રહેશે.તો સમગ્ર જિલ્લમાં 4765 જેટલો પોલિંગ સ્ટાફ મતદાનની પ્રક્રિયા માટે તૈનાત કરવામાં આવ્યા છે તો 1814 જેટલો પોલીસ સ્ટાફ પણ ગ્રામ પંચાયતની ચૂંટણીના(gram panchayat election in gujarat) મતદાન પ્રક્રિયામાં પોતાની ફરજ નિભાવશે.
કચ્છ જિલ્લામાં કુલ 6,69,325 જેટલા મતદારો મતદાન કરશે
19મી ડિસેમ્બરે 361 ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં(Gram Panchayat Election in kutch 2021) મતદાન કરનારા મતદારોની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં કુલ 6,69,325 જેટલા મતદારો મતદાન કરશે. જેમાંથી 3,41,198 પુરુષ મતદારો(Kutch male voters) છે, 3,28,122 જેટલા મહિલા મતદારો(Kutch women voters) છે તો 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: પૂર્વે ઉનાઈના ચરવીમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો
આ પણ વાંચોઃ Samras Gram Panchayat Maska : વિવિધ જ્ઞાતિની વસતી ધરાવતું ગામ 30 વર્ષ બાદ સમરસ બન્યું