ETV Bharat / state

Gram Panchayat Election 2021: કચ્છના કુનરિયામાં લોકો કેવા સરપંચ ઈચ્છે છે, જુઓ - કુનરિયા ગામમાં સરપંચ માટે ચૂંટણી

રાજ્યમાં ટૂંક જ સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election 2021) યોજાવા જઇ રહી છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ 482 ગામોમાં ચૂંટણી યોજાશે. ETV Bharatની ટીમે કુનરિયા ગામના લોકો સાથે વાતચીત કરી હતી. અહીંના લોકો આગામી સરપંચ કેવો ઈચ્છે છે તે અંગે લોકોએ પોતપોતાના મંતવ્ય (Opinion of the people of Kunaria village regarding Sarpanch) વ્યક્ત કર્યા હતા. કુનરિયા ગામ લગાન અને મોહેંજો દડો જેવી ફિલ્મથી પ્રખ્યાત થયું હતું, પરંતુ ત્યારબાદ પોતાના વિકાસના કાર્યો અને લોક ભાગીદારીથી પ્રખ્યાત થયું છે, જેની નોંધ ન માત્ર રાજ્ય સરકાર, પરંતુ કેન્દ્ર સરકારે પણ લીધી છે. કુનરિયા ગામમાં રોટેશન પ્રમાણે, આ વખતે સામાન્ય સ્ત્રીની બેઠક છે ત્યારે આજે ETV Bharat કુનરિયા પહોંચ્યું હતું અને ગામના સરપંચ અને અન્ય લોકો સાથે કે, આ એક આદર્શ ગામ કઈ રીતે છે અને શું શું સવલતો છે ગામમાં તે અંગે ચર્ચા કરી હતી.

Gram Panchayat Election 2021: કચ્છના કુનરિયામાં લોકો કેવા સરપંચ ઈચ્છે છે, જુઓ

author img

By

Published : Dec 1, 2021, 2:03 PM IST

  • ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ETV ભારતે કરી કુનરિયા ગામની મુલાકાત લીધી
  • આ વર્ષે રોટેશન પ્રમાણે કુનરિયા ગામમાં છે સામાન્ય સ્ત્રી અનામતની બેઠક
  • ખૂટતી કડીઓ પૂરી કરશે આગામી સરપંચ એવી ગામજનોને આશા

કચ્છઃ કુનરિયા ગામ (Kunaria of Kutch) કે જ્યાં શહેર જેવા જ વિકાસના કાર્યો થયા છે અને ગઈ ટર્મના સરપંચ સુરેશ છાંગાના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં 11 કરોડ રૂપિયાની માતબર રકમના વિકાસના કાર્યો થયા છે. રોડ-રસ્તા, ગટરલાઈન, લાઈબ્રેરી, કમ્યુનિટી હોલ, પ્રાથમિક શાળા, બાલિકા પંચાયત, આંગણવાડી વગેરે જેવા વિકાસના (Development in Kunaria Village) કાર્યો થયા છે. કુનરિયા ગામમાં કુલ 3,500ની વસ્તી છે, જેમાં 2,400 મતદાતા છે.

ખૂટતી કડીઓ પૂરી કરશે આગામી સરપંચ એવી ગામજનોને આશા

વર્ષ 2017થી સરપંચ દ્વારા શહેરમાં હોય એવા અનેક વિકાસના કાર્યો કર્યા

વર્ષ 2017માં સરપંચ સુરેશ છાંગાને (Sarpanch of Kunaria village) કુનરિયા ગામનું સુકાન (Kunaria of Kutch) સોંપવામાં આવ્યું હતું.ત્યારથી સરપંચે ગામજનોને સાથે રાખીને અને લોક ભાગીદારીથી વિકાસના કાર્યો શરૂ કર્યા હતા.ખાસ કરીને આત્મા છે તે ગામડાનું અને સુવિધા છે તે શહેરની એ મંત્રને સાથે રાખીને વહીવટ ચલાવવામાં આવ્યું હતું. કુનરિયા ગામમાં આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે તથા ખેડૂતોને માળખાગત સુવિધાઓ મળી રહે (Development in Kunaria Village) અને તાલીમ પણ પ્રાથમિક સ્તરે મળી રહે તેવી સુવિધાઓ ઊભી (Basic facility in Kunaria village) કરવામાં આવી છે તો રોડ લાઈટના પ્રશ્નો, ગટર લાઇનોના પ્રશ્નો, પીવાના પાણીના પ્રશ્નો વગેરે દિશાઓમાં કામ કરવામાં આવ્યું છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ETV ભારતે કરી કુનરિયા ગામની મુલાકાત લીધી

આ પણ વાંચો- દાંતા તાલુકામાં 48 ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

કુનરિયા ગ્રામ જૂથ પંચાયતના કાર્યોની નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી

વિશેષ કરીને કુનરિયા ગામમાં મહિલાઓની (Participation of women in Kunaria village) ભાગીદારી પંચાયત અને શાસન વ્યવસ્થામાં આવે તે માટે પણ પંચાયત દ્વારા કામ કરવામાં આવ્યું છે તો બાળકોના શિક્ષણ માટે પણ ખાસ કરીને કાર્ય કરવામાં આવ્યું છે આંગણવાડી, કમ્યુનિટી હોલના બાંધકામ, કબ્રસ્તાન, સ્મશાનની વ્યવસ્થા માટે પણ પંચાયતે અંગત રસ દાખવીને કાર્ય કર્યું છે તથા ગ્રામ પંચાયતને ગૌરવ છે કે પંચાયતના કાર્યોની નોંધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે લીધી છે.

આ વર્ષે રોટેશન પ્રમાણે કુનરિયા ગામમાં છે સામાન્ય સ્ત્રી અનામતની બેઠક

ગામમાં બાલિકા પંચાયતની રચનાથી મહિલાઓમાં આત્મવિશ્વાસમાં વધારો

કુનરિયા ગામમાં દેશની પ્રથમ બાલિકા પંચાયતની (The first Balika Panchayat in Kunaria village) રચના કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓની પણ પંચાયતી કામોમાં ભાગીદારી વધે અને સાશન વ્યવસ્થામાં રસ લે તે હતો જેમાં 10 વર્ષથી બાલિકાથી લઈને 21 વર્ષની બાલિકાઓએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈને મત કેવી રીતે અપાય છે અને ચૂંટણી કેવી હોય છે તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.તો આ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુનરિયા ગામમાં સરપંચ (Sarpanch of Kunaria village) પદ માટે સામાન્ય સ્ત્રીની બેઠક અનામત છે ત્યારે બાલિકા પંચાયતની રચનાથી જ ગામમાં મહિલાઓમાં આત્મવિશ્વાસમાં વધારો થયો છે.

આ પણ વાંચો- Gram Panchayat elections 2021: ચૂંટણી જાહેર થતા જ સરકારી કચેરીઓમાં ઉમેદવારી કરનારાઓની દોડધામ વધી

મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે પણ ગામમાં થયા અનેક કાર્યો

કુનરિયા ગામમાં છેલ્લા 5 વર્ષમાં મહિલા સશક્તિકરણના અનેક કાર્યો થયા છે ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે દિવાળીના સમયે 15 વુમન એન્ટરપ્રાઇઝ નામે દિવાળી સુશોભન અને ફટાકડાના સ્ટોલ મહિલાઓ દ્વારા ગોઠવીને કંઈ રીતે પોતાના હાથે બનાવેલી વસ્તુઓનો વેપાર કરીને મહિલાઓ આત્મનિર્ભર બની શકે છે તે અંગે પણ પંચાયત દ્વારા કામ કરવામાં આવ્યું છે.

ગામમાં વિકાસના કામોની ખૂટતી કડીઓ નવા ચૂંટાનારા સરપંચ પૂર્ણ કરશે તેવી ગામજનોને આશા

આમ તો ગામના સરપંચ દ્વારા અનેક વિકાસના કાર્યો (Development in Kunaria Village) કરવામાં આવ્યા છે પરંતુ ક્યાંક સીસી રોડના કામો છે, ગટર લાઇનના કામો છે તો ક્યાંક સીસીટીવી કેમેરાના કામો અને ખેડૂતોને લગતા પ્રશ્નો છે વગેરે ખૂટતી કડીઓ છે તે હાલમાં જે વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે તેનાથી પણ વિશેષ વિકાસના કાર્યો ગામમાં થાય તેવી ગામના લોકોને આશા છે.આગામી સમયમાં જ્યારે ગામમાં સરપંચ માટે (Election for Sarpanch in Kunaria village) ચૂંટણી યોજાવાની છે ત્યારે ગામજનો હાલમાં જે સરપંચ છે (Sarpanch of Kunaria village) સુરેશ છાંગા તેમના પત્નીને જ બિનહરીફ ચૂંટશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આવી જ રીતે વિકાસના કાર્યો (Development in Kunaria Village) કરશે અને ખૂટતી કડીઓ પૂર્ણ કરશે તેવી આશા વ્યકત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.