- કચ્છમાં ગીતાજી ખબર અંગે થયેલી PILનો મામલો
- અગાઉ તપાસ કરવા કર્યો હતો આદેશ
- સરકારે કોર્ટમાં રજૂ કર્યો રિપોર્ટ
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ (GUJARAT HIGH COURT) માં કચ્છના લેર અને કુકુમ ગામમાં થઈ રહેલા ગેરકાયદે ખનન (Illegal mining) મુદ્દે આજે સુનાવણી થઈ હતી. અગાઉ ગુજરાત હાઈકોર્ટે AGPને સ્થળની તપાસ કરવા માટે આદેશ કર્યા હતા. જે મુદ્દે ગઈકાલે સરકારે સ્થળની તપાસ કરતા ત્યાં ગેરકાયદે ખનન થતું ઝડપાયું હતું. આ મામલે કાર્યવાહી કરતા સરકારે અહીં ત્રણ વાહનો જેમાં ટ્રક, હિતાચી મશીન અને JCB જપ્ત કર્યા છે. આ મામલે હજી કાર્યવાહી ચાલુ હોવા અંગે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો.
કચ્છમાં લેર અને કુકુમ ગામમાં ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે
અરજદારે કોર્ટમાં અરજી કરી હતી કે કચ્છમાં લેર અને કુકુમ ગામમાં ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. જે 6- વલેચા એન્જીનીયરીંગ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે સ્થળોએ ગેરકાયદે ખનન થઈ રહ્યું હતું ત્યાં બોક્સઈટ, રેતી, માટી અને અન્ય ખાણીજનો સમાવેશ થાય છે. આમ અરજીની સુનાવણી થતા અગાવું નામદાર ગુજરાત હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા હતા. ગઈકાલે અધિકારીઓએ સ્થળની તપાસ કરતા અહીં ગેરકાયદે ખનન થતું હોવાનું સ્પષ્ટ થયું હતું. જોકે કોર્ટમાં તપાસ મુદ્દેનો રિપોર્ટ ગુજરાતીમાં રજૂ કરતા કોર્ટે તેને અંગ્રેજીમાં ભાષાંતર કરવા જણાવ્યું છે ત્યારબાદ કોર્ટ આદેશ કરશે.
આ પણ વાંચો: નવી સરકારી પેન્શન યોજના સામે સરકારી કર્મચારીઓની Gujarat High Courtમાં પિટીશન, કોર્ટે સરકારને નોટિસ ફટકારી
આ પણ વાંચો: Rahul Gandhi એ આપેલા નિવેદન સામે બદનક્ષીનો કેસ ગુજરાત High Court પહોંચ્યો,કોર્ટે ચુકાદો અનામત રાખ્યો