કચ્છઃ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર મુળ કચ્છના જ છે અને વિવિધ ગામોના વિવિધ લહેકા સાથેની કચ્છી ભાષામાં ખુૂબ સારી રીતે વાતચીત કરતા હોય છે. કોરોનાના જંગ છેડાયો તે દિવસથી જ આરોગ્ય તંત્રની ટીમોએ કચ્છ ભરમાં હોમ ટુ સર્વે આર્દયો છે. જેમાં અત્યાર સુધીમાં 99.64 ટકા કામગીરી પુરી કરી લેવાઈ છે. કોરોનાનો ડર ફેલાયેલો હોય ત્યારે સામાન્ય શરદીના લક્ષણથી પણ લોકોમાં ડર ફેલાઈ જતો હોય ત્યારે આરોગ્ય વિભાગના કર્મચારી ઘરે ઘરે સર્વે કરે ત્યારે સ્વાભાવિક જ ડરનો માહોલ વચ્ચે લોકો વાતચીત કરતા પણ ગભરાતા હોય છે. આ સ્થિતીમાં જયારે કર્મચારી પોતાની જ ભાષામાં પરીવારજન હોય તેમ સમજણ સાથે વાતચીત કરે એટલે ચોકકસ સહકાર અને સત્ય બન્ને મળી રહે છે. આ જ ફાયદો કચ્છમાં થયો છે.
કોરોના જંગઃ આરોગ્ય તંત્રએ સ્થાનિક ભાષાનો ઉપયોગ કરીને મેળવ્યા ખૂબ જ સારા પરિણામ... વાંચો વિશેષ અહેવાલ
કોરોના મહામારીનો કહેર વચ્ચે લોકોની સમજવવા સૌથી વધુ અઘરૂ કામ છે, તેમાં પણ ગ્રામ્ય વિેસ્તારોમાં વિશ્વાસ સાથે કામ કરવું એટલે જવાબદારોની કસોટી કરાવી દે છે, સરહદી કચ્છ જિલ્લો પોતાની અનોખી પરંપરા ધરાવે છે. જેમાં કચ્છી બોલી આજે પણ મોટાભાગના ઘરોમાં બોલાય છે. કચ્છમાં આરોગ્ય વિભાગે કોરોના સામેના જંગમાં લોકો ડરે નહી અને સાથ સહકાર આપે તે માટે કચ્છી ભાષાનો મહતમ ઉપયોગ કર્યો છે. અને તેના જ પરીણામે કચ્છના ગામોમાં કોરોના સામેની જાગૃતિ વધુ જોવા મળી રહી છે.