કચ્છ: ગાંધીધામમાં 26 વર્ષીય યુવતીએ આપધાત કર્યાની ઘટના (girl suicide when lover refused to marrige) સામે આવી છે. લગ્નની લાલચ આપીને યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા બાદ તેને તરછોડતાં યુવતીએ મોતને (girl suicide of depression refusing marriage) વ્હાલું કર્યું હતું. જે મામલે યુવતીની માતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. (girl suicide in gandhidham)
લગ્નની લાલચ આપી છેતરપિંડી: ગાંધીધામના ચાવલા ચોક નજીક રહેતી 26 વર્ષની ભાવિશાના 2019માં આદિપુરના યુવક જોડે લગ્ન થયા હતા અને અમુક કારણોસર એક જ વર્ષની અંદર છૂટાછેડાં થઈ ગયાં હતા. છૂટાછેડા બાદ ભાવિશાને અમદાવાદની શાળામાં શિક્ષક તરીકે નોકરી મળી હતી. ત્રણ મહિના પહેલા તેને તે નોકરી છોડી દીધી હતી અને ગત ફરી ગાંધીધામ રહેવા આવી ગઈ હતી. છેલ્લાં 1 વર્ષથી ભાવિશાને આદિપુરમાં રહેતાં ફર્નિચરના વેપારીના પુત્ર ભરત ઊર્ફે બંટી સાથે પ્રેમસંબંધ હતો. ભરત પરિણીત હતો પરંતુ તેણે ભાવિશાને વચન આપ્યું હતું કે તેને પત્ની અંજલિને છૂટાછેડાં આપી તેની સાથે લગ્ન કરી લેશે. ભાવિશાએ નાની બેન, પિતા અને માતાને ભરત સાથેના પ્રેમસંબંધ અંગે વાત કરી હતી. ત્યાર બાદ ભરતને ઘરે બોલાવીને ભાવિશાના માતા પિતાએ વાતચીત કરી હતી અને ત્યારે ભરતે સૌને ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં તેની પત્નીને છૂટાછેડાં આપી ભાવિશા સાથે લગ્ન કરશે.
લગ્નની ના પાડતાં ડિપ્રેશન: ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ભાવિશાની માતા ગંગાબેને નોંધાવેલી ફરિયાદમાં મુજબ ભાવિશા અને ભરત વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને ભાવિશાએ અગાઉ બે વાર મરવા માટે પ્રયાસ કર્યો હતો તો ભાવિશા લગ્ન કરવા માટે તૈયાર હતી પરંતુ ભરત તેના પર વધારે ધ્યાન નહોતો આપી રહ્યો. ભાવિશાએ અમદાવાદમાં નોકરી મૂકીને ગાંધીધામ પરત આવી ત્યાર પછી ભરતે તેનો મોબાઈલ નંબર બ્લોક કરી નાખ્યો હતો અને ભાવિશા સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરતા ભાવિશા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.
આ પણ વાંચો: લવજેહાદની ઘટનાઓને લઈને હિન્દુ સંગઠનો દ્વારા જન આક્રોશ
મોત માટે પ્રેમીને ઠરાવ્યો જવાબદાર: ભરતે લગ્ન કરવાની ના પાડતા ભાવિશા ડિપ્રેશનમાં ચાલી જતાં તેની માતાએ ભાઈ લલિતને ફોન કરી ભરત અને તેના પિતા જ્ઞાનચંદને મળી લગ્ન અંગેની વાત પાકી કરવા જણાવ્યું હતું અને ભાવિશાના મામા લલિતભાઈ 21 ડિસેમ્બરે આદિપુરમાં ભરત અને તેના પિતાને રૂબરૂ મળ્યા હતા. પરંતુ ભરતે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે 19મી ડિસેમ્બરે ભાવિશાએ માતાને જણાવેલ કે બંટીએ મને લગ્નની લાલચ આપી મારી જોડે શારીરિક સબંધ બાંધ્યા હતા. પરંતુ હવે તે લગ્ન કરવાની ના પાડે છે. હું મરું તો મારી અંતિમવિધિ વારાણસી કરજો અને બંટીને છોડતાં નહીં, મારા મરવાનું કારણ બંટી હશે.
જસ્ટીસ ફોર ભાવિશાના નામે કેન્ડલ માર્ચ: ઉલ્લેખનીય છે કે ભરતે લગ્નની ના પાડતા તણાવથી કંટાળીને ભાવિશાએ 22મી ડિસેમ્બરે સવારે ઘરે કોઈ હાજર નહોતું ત્યારે આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે ભાવિશાના પરિવારજનોએ ભરત વિરુધ્ધ ગુનો નોંધવા રજૂઆત કરેલી. પરંતુ પોલીસે ભરત વિરુધ્ધ ફરિયાદ દાખલ કરતી નહોતી. પરંતુ ગઈકાલે સાંજે ગાંધીધામમાં મૃતક ભાવિશાના પરિવારજનો અને સામાજિક આગેવાનોએ જસ્ટીસ ફોર ભાવિશાના નામે કેન્ડલ માર્ચ યોજી ફરિયાદ દાખલ કરાવવા ઉગ્ર દેખાવ કર્યો હતો. (Justice for Bhavisha )
આ પણ વાંચો: OYO હોટેલમાં પ્રેમિકા સાથે આવેલા એક વ્યક્તિનું શંકાસ્પદ મોત
કલમ 306 હેઠળ ગુનો નોંધાયો: લોકોના આક્રોશના પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આરોપી ભરત ઊર્ફે બંટી જ્ઞાનચંદ કંજાણી વિરુધ્ધ મૃતકને મરવા માટે મજબુર કરેલ હોય કલમ 306 હેઠળ મૃતકની માતાએ નોંધાવેલી ફરિયાદ દાખલ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.