ભુજના મુન્દ્રા રોડ પર ટીન સીટી ખાતે રામેશ્વર ચોકમાં ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં દૈનિક અસંખ્ય ભાવિકો ઉમટી પડે છે, ત્યારે ખાસ કરીને આ મહોત્સવમાં દાદાની મૂર્તિ સુધી પહોંચીને તમામ ભાવિકો આરતીનો લાભ લઈ શકે છે. સંગીતના સથવારે આરતી કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.
રાજ્ય પ્રધાન વાસણભાઇ આહીર, યુવા સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, અનિરુદ્ધ દવે, જયમલ રબારી, મનીષ બારોટ સહિતના અગ્રણીઓ ગણપતિજીની આરતીમાં જોડાયા હતાં અને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં. વિશેષ વાત તો એ છે કે, આરતી પૂર્ણ થયા બાદ સૌ ભાવિકો તેમજ આયોજકો સાથે મળીને રાષ્ટ્રગીતનું ગાન કરે છે.