ETV Bharat / state

ગાંધીધામ વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા પુરી એક્સપ્રેસ ટ્રેનોના રુટ ડાયવર્ટ, જાણકારી મેળવો

દક્ષિણ મધ્ય રેલવે વિભાગની ટ્રેનો માટે મહત્ત્વપૂર્ણ સૂચના સામે આવી રહી છે. ગાંધીધામ વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેન અને ઓખા પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. બંને ટ્રેનના પ્રવાસીઓની સુવિધા હેતુ યાત્રીગણ કૃપયા ધ્યાન દે.

ગાંધીધામ વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા પુરી એક્સપ્રેસ ટ્રેનોના રુટ ડાયવર્ટ, જાણકારી મેળવો
ગાંધીધામ વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા પુરી એક્સપ્રેસ ટ્રેનોના રુટ ડાયવર્ટ, જાણકારી મેળવો
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 22, 2023, 7:29 PM IST

ગાંધીધામ : ગાંધીધામ વિશાખાપટ્ટનમ અને ઓખા પુરી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. દક્ષિણ મધ્ય રેલવેના કાઝીપેટ બલ્લારશાહ સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામના કારણે ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા પુરી એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 20804 બદલાયેલ રુટ : 07 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીધામથી ચાલતી ટ્રેન નંબર 20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ સુરત બલ્લારશાહ-વિજયવાડા-વિશાખાપટ્ટનમને બદલે બદલાયેલા રૂટ પરથી વાયા નાગપુર-રાયપુર-ટીટીલાગઢ-રાયગઢ-વિજયનગરમના રસ્તે ચાલશે. આ ટ્રેન વર્ધા-ચંદ્રપુર-બલ્લારશાહ- સિરપુરકાગઝનગર -રામગુંડમ-વારંગલ-ખમ્મમ-વિજયવાડા-એલુરુ-રાજમંડરી - સામલકોટ -દુવવાડા સ્ટેશનો પર નહીં જાય.

આ સ્ટેશનો પર નહીં જાય : 04 અને 11 જાન્યુઆરી 2024ના રોજ વિશાખાપટ્ટનમથી ચાલતી ટ્રેન નંબર 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્લારશાહ-સુરતને બદલે બદલાયેલા રૂટ પરથી વાયા વિજયનગરમ - રાયગઢ- ટીટીલાગઢ - રાયપુર - નાગપુરના રસ્તે ચાલશે. આ ટ્રેન દુવવાડા-સામલકોટ-રાજમંડરી-એલુરુ-વિજયવાડા-ખમ્મમ-વારંગલ-રામગુંડમ-સિરપુર કાગઝનગર- બલ્લારશાહ-ચંદ્રપુર-વર્ધા સ્ટેશનો પર નહીં જાય.

ઓખા પુરી એક્સપ્રેસ ટ્રેન : 03 અને 10 જાન્યુઆરી 2024ના રોજ ઓખાથી દોડતી ટ્રેન નંબર 20820 ઓખા પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ સુરત-બડનેરા-બલ્લારશાહ-વિજયવાડા-વિશાખાપટ્ટનમ-ખુર્દા રોડને બદલે બદલાયેલ રૂટ નાગપુર-રાયપુર-ટીટીલાગઢ-રાયગઢ-વિજયનગરમના રસ્તે ચાલશે. આ ટ્રેન ચંદ્રપુર - બલ્લારશાહ-સિરપુરકાગઝનગર-મંચિર્યાલ-રામગુંડમ-વારંગલ-વિજયવાડા-એલુરુ-રાજમંડરી-સામલકોટ-અનાકાપલ્લી - વિશાખાપટ્ટનમ સ્ટેશનો પર નહીં જાય.

આ સ્ટેશનો પર નહીં જાય 07 જાન્યુઆરી 2024ના રોજ પુરીથી દોડતી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ ખુર્દા રોડ-વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્હારશાહ-બડનેરા સુરતના બદલે બદલાયેલા રૂટ વિજયનગરમ-રાયગઢ-ટીટીલાગઢ-રાયપુર-નાગપુર રસ્તે ચાલશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ - અનાકાપલ્લી-સામલકોટ-રાજમંડરી-એલુરુ-વિજયવાડા-વારંગલ-રામગુંડમ-મંચિર્યાલ-સિરપુર કાગઝનગર-બલ્લારશાહ-ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  1. યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! ભારતીય રેલવેએ કર્યો આ ત્રણ ટ્રેનના રુટમાં ફેરફાર, મુસાફરોની વર્ષો જૂની માંગ હજુ યથાવત
  2. કલોલ રેલવે સ્ટેશન પર ત્રણ ઇન્ટરસ્ટેટ ટ્રેનોનું સ્ટોપેજ અપાયું, કઇ કઇ ટ્રેન ઊભી રહેશે જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.