કચ્છ: ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ એટલે પતંગ રસિયાઓનો તહેવાર. મહિનાઓ પહેલાથી જ પતંગ રસિયાઓ તૈયારીઓમાં લાગી જાય છે અને આજે એ દિવસ આવી ગયો છે. ભુજના આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળ્યા હતા. બીજી બાજુ જ્યારે આગામી સમયમાં કચ્છના સફેદ રણમાં જી-20 ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે જે ખરેખર જિલ્લા માટે મહત્વપૂર્ણ બાબત કહી શકાય. જી-20ના 20 દેશોના પ્રવાસન વિભાગ ઉપરાંત 4 મોટી સંસ્થા દ્વારા આગામી ફેબ્રુઆરીમાં ભારતમાં બેઠકોનો દૌર ચાલશે. આગામી 8થી 10 ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો ખાતે 20 દેશના પ્રતિનિધિઓની પ્રવાસન ક્ષેત્રે સમીટ યોજાશે.
ત્રણ રંગના અલગ અલગ 7 ફૂટના પતંગો ચગાવવામાં આવ્યા: ફેબ્રુઆરીમાં કચ્છના સફેદ રણમાં G-20 સમીટ યોજાવાની છે. કચ્છના સામાન્ય માણસોમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છના સફેદ રણ ધોરડો ખાતે આગામી 8 થી 10 ફેબ્રુઆરી દરમ્યાન પ્રવાસન વિષય પર આંતરરાષ્ટ્રીય સમીટ યોજાવાની છે.જેમાં કચ્છની કલા સંસ્કૃતિને 20 દેશના પ્રતિનિધિઓ સમક્ષ ઉજાગર કરવામાં આવશે. ત્યારે ભુજના પતંગબાજ જયેશભાઈ સિસોદિયાએ G-20 સમીટ થીમ પર કેસરી સફેદ લીલો એમ ત્રણ રંગના અલગ અલગ 7 ફૂટના પતંગો ચગાવવામાં આવ્યા હતા.
50 વર્ષોથી કચ્છ કલા કાઈટ ગ્રુપ: માંડવીના પતંગ રસીક જયેશભાઈ સિસોદિયાએ છેલ્લા એક દાયકાથી અવનવા પતંગ બનાવવા પાછળ અત્યાર સુધીમાં અઢી લાખનો ખર્ચ કર્યો છે. તો મકરસંક્રાતિ 2022માં જમ્બો ફાઈટર પતંગ બનાવવા માટે સિંગાપુરથી મંગાવેલ કાપડમાંથી 4 દિવસની મહેનત બાદ પતંગ બનાવ્યો હતો. આજે મકરસંક્રાંતિ 2023ના પર્વે પતંગબાજ જયેશભાઈ સિસોદિયા દ્વારા ભુજના આકાશમાં G-20 સમીટ થીમ પર પતંગ ચગાવવામાં આવ્યો હતો. છેલ્લાં 50 વર્ષોથી કચ્છ કલા કાઈટ ગ્રુપ ચલાવે છે.
આ પણ વાંચો Ahmedabad: કેન્દ્રીય પ્રધાન શાહ અને CM પટેલે પતંગ ચગાવ્યા, સ્થાનિકો સાથે આનંદ કર્યો
2008થી પતંગબાજ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લે છે: ઉપરાંત જયેશભાઈ વર્ષ 2008થી ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં પણ ભાગ લે છે અને અનેક વખત ભારતની ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ગાંધીધામ, બેલગામ, ગોવા, પણજી વગેરે જગ્યાએ દર વર્ષે યોજાતા પતંગોત્સવમાં તેઓ ભાગ લે છે. તેમની પાસે અવનવા પતંગો પણ છે.તો આ વખતે ગુજરાત પ્રવાસન નિગમ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષની જેમ કચ્છના સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પંતગોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં જયેશભાઈએ ભારતમાંથી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ પણ વાંચો Live Undhiyu: સંક્રાંતિના દિવસે જૂનાગઢના લોકોએ લાઈવ ઊંધિયાની જીયાફત માણી
One Earth, One Family અને One Future: જયેશભાઈ સિસોદિયાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે પતંગો માં G- 20 ની થીમ રજૂ કરી છે અને વસુધૈવ કુટુમ્બકમની ભાવના વહેતી કરી છે કે One Earth, One Family અને One Future. માટે ભારતના રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો આધારિત પતંગો માં G - 20 સમીટ નો લોગો પતંગમાં લગાડવામાં આવ્યા છે.