ETV Bharat / state

G20 Summit India: કચ્છ માટે ઐતિહાસિક ક્ષણ, કચ્છના રણમાં યોજાશે G-20 બેઠક - કચ્છ માટે ઐતિહાસિક ક્ષણ

આગામી ફેબ્રુઆરી 7થી 10 સુધી કચ્છમાં જી-20 ની આંતરરાષ્ટ્રીય સમીટ મળવા જઈ રહી છે. જેને લઈને હાલમાં વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. G-20 થી કચ્છને વધુ એક અલગ ઓળખ મળી રહેશે અને કચ્છને અનેક રીતે ફાયદો થશે.

G 20 summit to be held in deserts of Kutch

author img

By

Published : Jan 31, 2023, 3:28 PM IST

કચ્છના રણમાં યોજાશે G-20 બેઠક

કચ્છ: સરહદી વિસ્તાર કચ્છ આમ તો રણ પ્રદેશ તરીકે ઓળખાય છે પંરતુ કચ્છ પણ હવે દેશ અને વિદેશમાં નામના ધરાવતો થયો છે. કચ્છમાં આવેલ સફેદ રણ જે આજે દેશ નહિ પંરતુ વિદેશમાં પણ ડંકો વગાડી રહ્યો છે. આ વખતે G-20 ની સમીટ ભારતમાં યોજવા જઈ રહી છે ત્યારે આ G-20 માં પણ કચ્છ સામેલ થયું છે. આગામી ફેબ્રઆરી 7થી 10 સુધી G-20 ની સમીટ કચ્છમાં યોજાવાની છે.

પ્રવાસન વિષય પર ચર્ચા: G-20 ની સમીટને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. G-20 સમીટ દરમ્યાન વિવિધ 20 દેશના ડેલીગેટ્સ અને 27 દેશોના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ સાથે સરકારના વિવિધ સચિવો અને વીઆઇપી ગેસ્ટ પણ કચ્છ આવશે અને પ્રવાસન વિષય પર ચર્ચા કરશે.

કચ્છ માટે ઐતિહાસિક ક્ષણ
કચ્છ માટે ઐતિહાસિક ક્ષણ

વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ: કચ્છ કલેકટર દિલીપ રાણાએ G 20 અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે G-20 ની બેઠકમાં કચ્છના પ્રવાસન સ્થળો ધોરડોથી ધોળાવીરા અને સમૃતિવન સહિતનો સમાવેશ કરવામાં આવ્યું છે. 9 તારીખના G-20માં આવેલ તમામ દેલિગેટ્સ ધોળાવીરાની મુલાકાત લઈ પ્રવાસન અંગે ચર્ચા તેમજ સમીક્ષા કરશે. બેઠકમાં પ્રવાસન વિષય પર ચર્ચા વિચારણા કરશે. આ તમામ તૈયારીઓ વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર કરી રહ્યું છે ધોરડોથી ધોળાવીરા જવા માટેનો રસ્તો, ધોળાવીરામાં ટેન્ટ સિટીની તૈયારીઓ, રણોત્સવમાં કોન્ફરન્સ હોલ,લાઇટ, પાણી સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

G-20 થી કચ્છને વધુ એક અલગ ઓળખ મળી રહેશે
G-20 થી કચ્છને વધુ એક અલગ ઓળખ મળી રહેશે

G-20 સમીટ કચ્છ માટે ગેમ ચેન્જર: ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના એકસિક્યુટિવ નિરલ પવાણીએ જણાવ્યું હતું કે, G-20 કચ્છમાં યોજાઇ રહ્યું છે એ કચ્છની જનતા માટે ગૌરવની વાત છે કે G-20ની બેઠક માટે કચ્છને પસંદ કરવામાં આવ્યું છે. ભારતની જીડીપીમાં પ્રવાસન ક્ષેત્રનો સૌથી મોટું યોગદાન રહ્યું છે તો કચ્છના લોકો માટે આ ખુશીની વાત છે કે G-20 ના માધ્યમથી પ્રવાસના ટ્રેકની પેહલી બેઠક કચ્છમાં થવાની છે. G-20 ની આ બેઠક કચ્છ માટે ગેમ ચેન્જર સાબિત થશે.

આ પણ વાંચો Budget session 2023: સંસદનું બજેટ સત્ર 2023 રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે થયું શરૂ

કચ્છને વિશ્વ ફલકની નવી ઓળખાણ મળશે: જ્યારથી G-20 બેઠક જાહેર થઇ છે ત્યારથી જે પણ મોટા મોટા પ્રોજેક્ટ છે એ બધાનું કામ ઝડપથી થઇ રહ્યું છે. સફેદ રણમાં tourism sector ની બેઠક કચ્છના પ્રવાસ ક્ષેત્રની કામિયાબીની કથાઓને દુનિયાભરમાં પ્રદર્શિત કરવાનો એક અનોખો અવસર આપશે. આ બેઠકમાં G-20 સભ્ય દેશો અને મહેમાન દેશો સાથે 31 સત્તાવાર પ્રતિનિધિઓની આવાની આશા છે. આ અલગ અલગ દેશોના પ્રતિનિધિઓના પ્રવાસથી કચ્છને વિશ્વ ફલકની નવી ઓળખાણ મળશે. આ બેઠકથી કચ્છના અનોખા હસ્તકલાકારો જેમ કે રોગન આર્ટ, લીંપણ આર્ટ, મડ વર્ક, મિરર વર્ક વગેરેને એક અલગ ઓળખ મળશે જે વધુ MSME અને સ્ટાર્ટઅપ્સ લાવશે અને રોજગારી વધશે.

આ પણ વાંચો Budget Session 2023: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ પહેલું સંબોધન મહિલાઓ માટે ગર્વની વાત: PM મોદી

કચ્છ માટે ગૌરવની વાત: કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ G 20 બેઠક અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છની અંદર આ બેઠક યોજવા જઈ રહી છે જે એક ગૌરવની વાત છે. આ સંમેલનમાં અનેક દેશોના મહાનુભવો આવશે અને પ્રવાસનના વિષય પર કચ્છના સફેદ રણમાં ચર્ચા વિચારણા કરશે. G-20 ની બેઠક માટે કચ્છની પસંદગી કરવા બદલ કચ્છની જનતા વતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.