કચ્છ: સરહદી વિસ્તાર કચ્છ આમ તો રણ પ્રદેશ તરીકે ઓળખાય છે. આ વખતે G-20ની સમીટ ભારતમાં યોજાવા જઈ રહી છે. આગામી ફેબ્રઆરી 7થી 10 સુધી G-20ની સમીટ કચ્છમાં યોજાવાની છે. કચ્છના ધોરડો ખાતેના સફેદ રણમાં યોજાતા રણોત્સવ ખાતે આ બેઠક યોજવામાં આવશે તેમજ પ્રવાસનને વેગ આપવા માટે પ્રયાસો કરવામાં આવશે.
પ્રવાસન વિષય પર ચર્ચા: G-20ની સમિટને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. G-20 સમીટ દરમ્યાન વિવિધ 20 દેશના ડેલીગેટ્સ અને 27 દેશોના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ સાથે સરકારના વિવિધ સચિવો અને વીઆઇપી ગેસ્ટ પણ કચ્છ આવશે અને પ્રવાસન વિષય પર ચર્ચા કરશે.
ભારત આધ્યાત્મિકતામાં આગળ: હિમાચલ પ્રદેશથી આવેલા હાઈ કોર્ટના જજ ચંદ્ર ભૂષણે જણાવ્યું હતું કે, કચ્છમાં અનેક ઐતિહાસિક વારસો આવેલો છે અને આ વારસાને ખૂબ જ સારી રીતે જાળવી રખાયું છે જે એક ગૌરવની વાત છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને G 20નું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો છે જેનો લાભ લેવો જોઈએ અને દુનિયાને બતાવવું જોઈએ કે ભારત પૌરાણિક સંસ્કૃતિથી અત્યાર સુધી ક્યાં છે અને ભારત નંબર એક છે અને રહેશે.ભારત છે તે આધ્યાત્મિકતામાં આગળ છે અને તે વિશ્વને બતાવવું પડશે.
આ પણ વાંચો: G20 Summit India: કચ્છ માટે ઐતિહાસિક ક્ષણ, કચ્છના રણમાં યોજાશે G-20 બેઠક
G 20ની સમિટની લઈ સમીક્ષા: ધોરડોના સરપંચ મિયા હુસેને G-20 અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે G 20 ની બેઠક માટે G 20ની જે સમિતિ છે તેના લોકો બે વખત અહીં સ્થાનિક આવીને મુલાકાત લીધી છે અને તમામ તૈયારીઓની સમીક્ષા કરી છે.જી-20 સમિટને ધ્યાનમાં રાખીને થોડા દિવસો પહેલા ભારત સરકારના પ્રવાસન વિભાગના સચિવ સહિતની એક ટીમ કચ્છની મુલાકાતે આવી હતી અને જી-20 સમિટની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
કચ્છના લોકોને રોજગારી મળશે: 26 જાન્યુઆરીએ, નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંડરે ધોડો અને ધોળાવીરા ખાતે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તેમણે ભુજ-ખાવડા અને ધોળાવીરા રોડનું કામ જલ્દી પૂર્ણ કરવા સૂચના આપી હતી. તો તમામ તૈયારીઓ વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર કરી રહ્યું છે. ધોરડોથી ધોળાવીરા જવા માટે નો રસ્તો, ધોળાવીરામાં ધોરડોમાં ટેન્ટ સિટીની તૈયારીઓ, રણોત્સવમાં કોન્ફરન્સ હોલ,લાઇટ, પાણી સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: G20 Summit India : કચ્છના ધોરડો ખાતે 7થી 10 ફેબ્રુઆરી સુધી G 20 Summit, તૈયારીઓની કરાઈ સમીક્ષા
વધુમાં જણાવ્યું હતું કે ધોરડો તેમજ આસપાસના ગામના લોકો માટે ગૌરવની વાત છે કે આંતરાષ્ટ્રીય સ્તરની બેઠક કચ્છમાં અને એ પણ કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં કરવામાં આવી રહી છે. જી-20 સમિટથી કચ્છને ફાયદો રહશે અને સાથે સાથે પ્રવાસનને વેગ મળશે અને કચ્છના લોકોને રોજગારી પણ મળી રહેશે.