ભૂજ:કોરોના મહામારી વચ્ચે lock down પાર્ટ ચારની રાહ જોવાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ lock down નવા રંગરૂપ સાથે હશે તેમ જણાવીને સમગ્ર દેશને આત્મનિર્ભર ભારત અભિયાનનો સંકલ્પ આપ્યો છે દેશજોગ સંબોધનમાં તેમણે કચ્છમાં ભૂકંપ પછી સંપૂર્ણ રીતે તબાહ થયાં આત્મનિર્ભરતાથી સમગ્ર નવસર્જન અને વિકાસનો દોર આગળ વધાર્યો હતો તેનો દાખલો પણ આપ્યો છે. વડાપ્રધાનના કચ્છના ઉલ્લેખ સાથે જ એક ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં નરેન્દ્ર મોદી એક બાઈકસવારની પાછળ બેઠાં છે તે દ્રશ્યમાં ભૂકંપનો નજારો જોવા મળી રહ્યો છે. ઇટીવી ભારતની ટીમે આ ફોટોમાં સાથે રહેલા ભૂજના પંકજ ઝાલા નામના વ્યક્તિ સાથે વાત કરી હતી કે જેઓ આ ફોટો ખેંચાયો ત્યારે ત્યાં સાથે ઉપસ્થિત હતાં.
કચ્છ ભૂકંપ સમયથી જ મોદીએ આપ્યો હતો આત્મનિર્ભરતા સંકલ્પ, વાઈરલ ફોટો સાથેના સંસ્મરણ વાગોળતાં કચ્છી - Economy
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરતાનું મૂલ્ય કોરોનાના સંદર્ભમાં દેશને સમજાવ્યું છે ત્યારે ભૂતકાળમાં તેમણે આત્મનિર્ભરતાને જ્યારે જ્યારે અમલમાં મૂકી છે તેના સંસ્મરણો લોકો વાગોળી રહ્યાં છે. કચ્છ ભૂકંપને પોતાના સંબોધનમાં મોદીએ યાદ કર્યો હતો ત્યારે તેને અનુલક્ષીને વધુ એક કિસ્સો પણ યાદ કરવામાં આવી રહ્યો છે.
![કચ્છ ભૂકંપ સમયથી જ મોદીએ આપ્યો હતો આત્મનિર્ભરતા સંકલ્પ, વાઈરલ ફોટો સાથેના સંસ્મરણ વાગોળતાં કચ્છી કચ્છ ભૂકંપ સમયથી જ મોદીએ આપ્યો હતો આત્મનિર્ભરતા સંકલ્પ, વાઈરસ ફોટો સાથેના સંસ્મરણ વાગોળતાં કચ્છી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7210992-thumbnail-3x2-modkutch-7202731.jpg?imwidth=3840)