કચ્છ જિલ્લામાં આવેલા માંડવી બીચ (mandvi beach kutch) પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. તો હવે આ તમામ પ્રવાસીઓને તંત્રએ રાહત (relief for tourist in mandvi beach ) આપી છે. કારણ કે, અહીં બીચ પર સ્થાનિક અસામાજિક તત્વો (Anti Social Elements in Mandvi Beach) દ્વારા જિલ્લાના પ્રવાસીઓ તથા બહારથી આવતા પ્રવાસીઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલવામાં આવતી હતી. સાથે જ નાહવા ધોવાની સગવડ ઊભી કરી પ્રવાસીઓ પાસેથી ગેરકાયદેસર ફી વસૂલવામાં આવી રહી હતી. જોકે, હવે આ તમામ ફી ઉઘરાવવાનું બંધ કરવા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમે (Consumer Disputes Redressal Forum) હુકમ કર્યો છે.
પ્રવાસીઓને લૂંટવામાં આવતા માંડવીના સહેલાણી બીચ (mandvi beach kutch) પર અસામાજિક તત્વોની (Anti Social Elements in Mandvi Beach) ટોળકી કચ્છમાં પ્રવાસે આવતા પ્રવાસીઓ પાસેથી ગેરકાયદેસર પાર્કિંગ ફીના 20 રૂપિયા વલૂસતી હતી. આ પાર્કિંગ પણ ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવ્યું હતું. જ્યારે ન્હાવા ધોવાના 15 રૂપિયા લેખે લૂંટ કરવામાં આવતી હતી.
ગેરકાયદેસર ચાર્જિસ બંધ ત્યારે આ અંગે ભૂજના ફરિયાદી ઈશ્વર દાદલાનીએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (Consumer Disputes Redressal Forum) ભુજમાં કરી હતી. ત્યારે 20 ઓગસ્ટના ચૂકાદાથી પ્રવાસીઓ પાસેથી પાર્કિંગ ચાર્જિસ ઉઘરાવવાનો બંધ કરવાના હુકમ કરવામાં આવ્યો છે.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો ધાક બેસાડતો ચૂકાદો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર માંડવી દ્વારા 21 ઓક્ટોબરની નોટિસથી સમગ્ર પાર્કિંગ વગેરે ઉઘરાવવાનો બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. તે મુજબ તમામ કચ્છ જિલ્લાના અને બહારથી આવતા પ્રવાસીઓને અપીલ પણ કરાઈ છે કે, કોઈ પણ પ્રવાસીએ માંડવી બીચ (mandvi beach kutch) પર પાર્કિંગના કોઈ ચાર્જિસ ચૂકવવાના હોતા નથી અને ન્હાવા ધોવાની કોઈપણ રકમ ચૂકવવાની હોતી નથી.
હુકમના ભંગ બદલ થશે કાર્યવાહી તો તે મુજબ સાવચેતી રાખી આવા અસામાજિક તત્વોને (Anti Social Elements in Mandvi Beach) પાર્કિંગ અને નહાવા ધોવાની સગવડના ચાર્જીસ આપવા નહીં. માંડવી નગરપાલિકાએ (Mandvi Nagarpalika) રોડની સામાં સાઈડમાં મફત આયોજન કરેલ છે. તેનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. માંડવી વિન્ડ ફાર્મ બીચ (mandvi beach kutch) ખાતે આવા કોઈ પાર્કિંગ ચાર્જ વસૂલાત કરવામાં આવશે તો ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો (Consumer Disputes Redressal Forum) હુકમના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું.