ETV Bharat / state

Jayanti Bhanushali murder case: મુખ્ય સાક્ષી પવન મોરેની રેકી કરવાના કેસમાં 4 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા - Gandhidham Court

કચ્છ જિલ્લાના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની ચાલુ ટ્રેનમાં હત્યા થઈ હતી. ત્યારે કેસના મુખ્ય સાક્ષી પવન મોરેની રેકી કરતા લોકો સામે કેસ નોંધાયો હતો. જે મામલે ગાંધીધામ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

મુખ્ય સાક્ષી પવન મોરેની રેકી કરવાના કેસમાં 4 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા

author img

By

Published : Jul 6, 2021, 9:35 PM IST

  • પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાલીની ટ્રેનમાં કરાઈ હતી હત્યાં
  • હત્યાના સાક્ષીની રેકી કરવાના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો
  • પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત 4 આરોપીઓ નિર્દોષ જાહેર

કચ્છઃ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી ( Former MLA Jayanti Bhanushali )ની ટ્રેનમાં હત્યા ( murder ) થઈ હતી. વર્ષ 2019ની 8 જાન્યુઆરીની રાત્રે ચાલુ ટ્રેનમાં તેમની હત્યા થઈ હતી. જેમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ( Former MLA Chhabil Patel )નું નામ બહાર આવ્યું હતું. ત્યારે આ હત્યા કેસના સાક્ષી પવન મોરેની રેકી કરતા લોકો સામે કેસ નોંધાયો હતો. જે મામલે ઝડપાયેલા ચાર આરોપીને આજે મંગળવારે કોર્ટે નિર્દોષ ઠેરવ્યાં છે.

પવન મોરે નામનો વ્યક્તિ આ હત્યાકેસનો એકમાત્ર સાક્ષી

પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની ટ્રેનમાં હત્યા થઈ હતી. તે સમયે તેની સાથે ટ્રેનમાં પ્રવાસ કરતા પવન મોરે નામનો વ્યક્તિ આ હત્યાકેસનો એકમાત્ર સાક્ષી હતો. જેથી છબીલ પટેલ, રસિક પટેલ, પીયૂષ વાસાણી, કોમેશ પોકાર દ્વારા ગાંધીધામ જઈ પવનની રેકી કરવામાં આવી રહી છે તેવો કેસ ગાંધીધામ કોર્ટમાં ચાલતો હતો.

આ પણ વાંચોઃ જયંતી ભાનુશાળી હત્યાકાંડઃ હાઈકોર્ટે છબીલ પટેલના વચગાળાનાં જામીન મંજૂર કર્યા

ચારેય આરોપીઓ નિર્દોષ જાહેર થયા

આ કેસમાં પૂર્વ કચ્છ SOGએ તમામ આરોપીને ઝડપી પાડ્યાં હતા અને મર્ડર કેસ ( murder case ) ની તપાસ કરતી SIT દ્વારા આરોપીઓની પૂછતાછ પણ કરવામાં આવી હતી. ત્યારે આજે મંગળવારે ગાંધીધામ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં છબીલ પટેલ, રસિક પટેલ, પિયુષ વસાણી અને કોમેશ પોકારને નિર્દોષ છોડી મુકાયા હતા. આ કેસમાં વકીલ તરીકે દિલીપ જોશી, હરેશ કાંઠેચા અને હિતેન્દ્રસિંહ વાઘેલાએ દલીલો કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.