- તોફાન આવશે તો એકબીજા સાથે ટકરાઇને બોટો ભાંગી પડશે
- સુરક્ષિત સ્થળે બોટો ખસેડવા કરાઇ માગ
- હાઈ એલર્ટ દરિયા કિનારાના માછીમારોની બોટ કિનારે લાંગરવામાં આવી
કચ્છ: તૌકતે વાવાઝોડાના પગલે તંત્ર સજજ થયું છે અને જે જગ્યાએ વાવાઝોડાની અસર વર્તાવાની સંભાવના છે તેવા હાઈ એલર્ટ સ્થળો પર રહેતા માછીમારોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે અને તેમની બોટો ને કિનારા પર લાંગરવામાં આવી રહ્યું છે ત્યારે વાવાઝોડાના તુફાનના પગલે લંગરેલ બોટો એક બીજા સાથે ટકરાઇને ભાંગી પડશે.
આ પણ વાંચો: વલસાડના તિથલ દરિયા કિનારે વાતાવરણમાં પલટો, ઝડપી પવન ફૂંકાવવાનું શરૂ
બોટો 3 લાખથી કરીને 40થી 50 લાખ જેટલી કિંમતની હોય છે
આ બોટો 3 લાખથી કરીને 40થી 50 લાખ જેટલી કિંમતની હોય છે માટે તંત્ર દ્વારા આ બોટોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવી માગ કરાઇ છે. માછીમાર એસોસિયેશનના પ્રમુખે કહ્યું, જો વાવાઝોડું આવશે તો કિનારા પર લાંગરેલ બોટો એક બીજા સાથે ટકરાઈ ભાગી પડશે ,અને નાના માછીમારો ને કરોડો રૂપિયાની નુકસાની જશે.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશતા જ બનશે ભયાનક, તંત્ર થયું એલર્ટ