- ફોરચ્યુનર કારે 2 બાઈકસવારને ટક્કર મારતા પિતા-પુત્રનું મોત
- ટક્કર માર્યા બાદ કાર ચાલક થયો ફરાર
- CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી
કચ્છ: આદિપુરમાં જુમાપીર ફાટક નજીક ફોરચ્યુનર કારે 2 બાઈકસવારને ટક્કર મારતા પિતા-પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં હતા. જેમાં, કેવી રીતે 2 બાઈકચાલકને ટક્કર મારીને દુકાનમાં ગાડી અથડાવ્યા બાદ તેમાં સવાર 2 શખ્સો અડફેટમાં આવનાર પિતા-પુત્રને મદદ કરવાના બદલે જાણે કશું જ ના બન્યું હોય તેમ સરળતાથી ભાગી જાય છે તે દેખાય છે.
આ પણ વાંચો: બેકાબૂ ટેમ્પોએ ફૂટપાથ પર સૂઇ રહેલા 3ને કચડી નાખ્યા
અકસ્માતમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત
જૂની સુંદરપુરીમાં રહેતાં અને ખાનગી શિપીંગ કંપનીમાં નોકરી કરતાં 34 વર્ષિય મયૂર નારણ થારુ અને તેના 8 વર્ષના પુત્ર હયાનને ફોરચ્યુનરને ટક્કરથી ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મોત થયું હતું. પિતા-પુત્ર બન્ને બાઈક પર ગાંધીધામથી આદિપુર જતા હતા. ત્યારે, જુમાપીર ફાટક નજીક દુબઈ ટેક્સટાઈલ્સ પાસે સર્વિસ રોડ પર સામેથી આવી રહેલી GJ-12 DS- 1545 નંબરની ફોરચ્યુનર કારે તેમને અડફેટે લીધા હતા. કારની અડફેટે શુભમ્ મિશ્રા નામનો અન્ય એક બાઈક ચાલક પણ આવી ગયો હતો. જો કે, સામાન્ય ઈજા સાથે તેનો ચમત્કારિક બચાવ થયો હતો.
આ પણ વાંચો: ખેરાલુમાં બે બાઇક ચાલકોનું ઇકોએ ટક્કર મારતા મૃત્યુ
પોલીસે વધુ તપાસ હાથ ધરી
બનાવ અંગે મયૂરના પિતા નારણભાઈએ આદિપુર પોલીસ મથકે કારચાલક સામે બેદરકારીપૂર્વક કાર ચલાવવા અને અકસ્માત સર્જવા બદલ ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ PSI એચ.એસ.તીવારી દ્વારા કરવામાં આવી રહી છે.