ETV Bharat / state

Farmres Of kutch: આખરે કચ્છના ખેડૂતો થયા રાજી, ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો - કચ્છ ખેડૂતો

કચ્છમાં નર્મદાના (kutch Farmres Problems) વધારાના નીર આપવા મુદ્દે આખરે રાજ્ય સરકાર તરફથી વહીવટી મંજૂરી મળી ગઇ છે. વર્ષોથી ખેડૂતો (Farmres Of kutch) રાહ જોઈ રહ્યા હતા તે કામ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંજૂરી મળી ગઇ છે. કચ્છ જિલ્લાના ખેડૂતો દ્વારા સરકારના આ નિર્ણયને આનંદથી આવકર્યો હતો.

Farmres Of kutch: આખરે કચ્છના ખેડૂતો થયા રાજી, ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો

author img

By

Published : Jan 18, 2022, 8:29 PM IST

કચ્છ: 2006માં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાના વધારાના પાણીને કચ્છમાં પહોંચાડવા મુદ્દે સૈધાંતિક મંજૂરી આપી હતી. જો કે, ત્યારબાદ અનેક વખત વિવિધ મુખ્યપ્રધાનો, સાંસદો, ધારાસભ્યો અને અન્ય નેતાઓ દ્વારા નર્મદાના (kutch Farmres Problems) પાણીને સૈધાંતિક મંજૂરી મળ્યા હોવાના નામે માત્ર સરકારના ગુણ ગાયા હતા પણ 16 વર્ષ બાદ આ કામને સરકાર તરફથી વહીવટી મંજૂરી (Farmres Of kutch) મળી ગઇ છે.

Farmres Of kutch: આખરે કચ્છના ખેડૂતો થયા રાજી, ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂ. 4369 કરોડના કામોને આપી મંજૂરી

રાજ્ય સરકારના માહિતી વિભાગની વિગતો મુજબ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટે ફેઝ1ના કામો માટે રૂ. 4369 કરોડના કામો મંજૂર કર્યા છે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફીટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે.

2.81 લાખ એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે

આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટરની લંબાઇની પાઇપ લાઇન દ્વારા 4 લિંકનું આયોજન કરાયું છે. કચ્છના ધરતીપુત્રોને જરૂરિયાત મુજબ સિંચાઇનું પાણી મળી રહે તે હેતુથી આવી પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે. આ કામો હાથ ધરવાના પરિણામે કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નંખત્રાણા સહિત આ છ તાલુકાના 77 ગામોને સિંચાઈ સુવિધા મળતી થશે. આ સાથે અંદાજે 2.81 લાખ એકર વિસ્તારમાં આ નર્મદા જળથી સિંચાઈ થઈ શકશે, તેવું માહિતી વિભાગએ જણાવાયું છે.

અનેક વાર ખેડૂતોએ કર્યા હતા ધરણાં

ઉલ્લેખનીય છે કે, કચ્છના ખેડૂતો અનેક વર્ષોથી નર્મદાનું પાણી મેળવવા માંગ કરી રહ્યા હતા. કચ્છ ભારતીય કિસાન સંઘ દ્વારા પણ લાંબા સમયથી આ મુદ્દે ધરણાં અને વિરોધ પ્રદર્શન કરાયા હતા. ગત મંગળવારએ જ કિસાન સંઘ દ્વારા જિલ્લા સ્તરના ધરણાં પ્રદર્શનમાં કચ્છભરમાંથી હજારો ખેડૂતો હાજર રહ્યા હતા.

ઝડપથી કામ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ

કચ્છ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડીયાએ સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું કે, ભુજ ખાતે ધરણા કર્યા બાદ બીજા જ દિવસે ગાંધીનગરમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત થઈ હતી, ત્યારે અઠવાડિયામાં પ્રશ્નના નિરાકરણની ખાતરી અપાઈ હતી, જ્યારે હવે 2006થી ટલ્લે ચડેલા મુદામાં 8 જ દિવસમાં નિર્ણય લેવાઇ ગયો અને આજે મંગળવારના કચ્છને વધારાના પાણી આપવા માટે રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેથી ઝડપથી કામ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

આ પણ વાંચો:

Salt Farmers of kutch Desert : ધાંગધ્રાના રણમાં નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓની હાલત બની કફોડી

ઠંડી, ગરમી કે વરસાદ કોઈપણ સંજોગોમાં દેશની રક્ષા કરવા માટે BSFના જવાનો છે સજ્જ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.