ETV Bharat / state

ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વળેલા કચ્છીમાડુઓ માટે આશિર્વાદરૂપ, વડાપ્રધાને પણ ‘મનકી બાત’માં ઉલ્લેખ કર્યો - મનકી બાત

કચ્છમાં ડ્રેગન ફ્રૂટની ખેતીથી આત્મનિર્ભર થયેલા ખેડૂતો અન્યને પ્રેરણા આપે છે. સ્વપ્રેરણા અને નવી ખેતી પધ્ધતિથી લાંબા સમય સુધી ઉત્તમ પોષણ અને પાક આપતી ડ્રેગન ફ્રૂટની ખેતી કચ્છના ખેડૂતો માટે વરદાન બની રહી છે. જેનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ‘‘મનકી બાત’’ કાર્યક્રમમાં કર્યો હતો.

આત્મનિર્ભરતાથી ડ્રેગનની ખેતી
આત્મનિર્ભરતાથી ડ્રેગનની ખેતી
author img

By

Published : Jul 29, 2020, 3:57 PM IST

કચ્છઃ કોરોના મહામારી વચ્ચે વડાપ્રધા નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભનો સંદેશ અને સંક્લ્પ આપ્યો છે. ત્યારે કચ્છમાં ડ્રેગન ફ્રૂટની ખેતીથી દેશભરમાં યુવાનો, ઉદ્યોગકારો, વેપારીઓને આત્મનિર્ભરનું ઉદારણ પુરૂ પાડ્યું છે.

વૈશ્વિક મહામારી કોરોના સાથે ડેન્ગ્યુ અને સ્વાઇનફલુ જેવી બિમારીઓમાં ડ્રેગન ફ્રુટ રોગ પ્રતિકાર શકિતમાં વધારો કરે છે. પિટાયા-થોર પ્રજાતિનું ફળ ભારતમાં અંદાજે રૂપિયા 100 કરોડથી વધારે વેચાણ ધરાવતું ડ્રેગન ફ્રુટ કચ્છમાં અંદાજે 350 એકર જમીનમાં ખેડૂતો પકવી રહ્યા છે.

કચ્છ જિલ્લાના અબડાસા, ગાંધીધામ, માંડવી, અંજાર અને ભચાઉ તાલુકાના ખેડૂતોએ આત્મનિર્ભર બની વિયેતનામથી ભારતમાં સૌથી વધુ આયાત થતા આ ફળને ઘરઆંગણે ઉછેરી મબલખ પાક અને આવક મેળવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં સફેદ અને લાલ/ગુલાબી પલ્પવાળા ડ્રેગન ફ્રૂટ ઉગાડવામાં આવે છે. જે સીઝનમાં રૂપિયા 300થી 150 રૂપિયા પ્રતિકિલો વેચાણ થાય છે.

આત્મનિર્ભરતાથી ડ્રેગનની ખેતી તરફ વળેલા કચ્છીમાડુઓ માટે આશિર્વાદ

ખેતી કરવામા ખેડૂતોને પહેલી વાર ખર્ચો થાય છે, ત્યાર બાદ તો તમે ખેતી પધ્ધતિનું સ્ટ્રકચર મેન્ટેન કરતા રહો તો 30થી 40 વર્ષ સુાધી ડ્રેગન ફ્રુટ મળતા રહે છે. તેની ગુણવતા અને માંગના પગલે આત્મનિર્ભરતાથી ડ્રેગનની ખેતી તરફ વળેલા કચ્છી માડુઓ માટે આ સોનાની ખેતી સાબીત થઇ રહી છે. જુનથી નવેમ્બર સુાધી ઉતરતાં આ એક ફળ 150થી 800 ગ્રામ સુધીના વજન ધરાવે છે.

કચ્છ જિલ્લાના ડ્રેગનફ્રુટ મુંબઇ, ચેન્નાઇ, પુના, દિલ્હી, અમદાવાદ, સ્થાનિક સમગ્ર કચ્છમાં અને ડિમાન્ડ પ્રમાણે સમગ્ર ભારતમાં વીવીઆઇપી હોટલમાં પહોંચી રહ્યા છે. લોહીમાં રકતકણ, શ્વેતકણ, પ્લેટલેટ અને પ્લાઝમાં મહત્વપૂર્ણ છે. જેમાં પ્લેટલેટ વાધારવામાં ડ્રેગનફ્રુટ અકસીર છે. ડેન્ગ્યુ તાવમાં ડોકટરો પણ આ ફળ અચૂક ખાવાનું કહે છે. તો આરોગ્ય અને પ્રકૃતિફળના ફાયદા જાણનાર ઔષધિ વિશેષજ્ઞો ડ્રેગનને મહત્વનું ફળ માને છે. વૈશ્વિક મહામારી કોરોનામાં આ ફળ તેની ગુણવતાના કારણે બહુ ઉપયોગી મનાય છે ત્યારે કચ્છીમાંદુ માંટે ડ્રેગન ફ્રુટની ખેતી સોનાની ખેતી સાબીત થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.