ETV Bharat / state

Kutchh Agriculture: કચ્છની ખારેકને હવે બાંગ્લાદેશમાં નો-એન્ટ્રી, 100થી વધુ ટ્રકમાં લાગી બ્રેક

કચ્છ એટલે કે બાગાયતી પાકોનું હબ. કચ્છની બાગાયત ખેતીમાં કચ્છી મેવો તરીકે ઓળખાતી ખારેક એક નવી ક્રાંતિ લાવી હતી. કચ્છની લાલ અને પીળી ખારેક માત્ર ભારતમાં જ નહીં પણ અન્ય દેશોમાં પણ એક્સપોર્ટ થવા લાગી હતી. જેને કારણે કચ્છના અનેક ખેડૂતો કચ્છી ખારેકની ખેતી તરફ વળ્યા હતા. હવે આ જ ખારેકના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ કે, બાંગ્લાદેશની સરકારે આયાત ડ્યૂટી વધારી દીધી છે.

Kutchh Agriculture: કચ્છની ખારેકને હવે બાંગ્લાદેશમાં નો-એન્ટ્રી, 100થી વધુ ટ્રકમાં લાગી બ્રેક
Kutchh Agriculture: કચ્છની ખારેકને હવે બાંગ્લાદેશમાં નો-એન્ટ્રી, 100થી વધુ ટ્રકમાં લાગી બ્રેક
author img

By

Published : Jul 18, 2023, 5:40 PM IST

ખારેકના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

કચ્છ : દર વર્ષે કચ્છની ખારેકનો 600 ટન જેટલો માલ બાંગ્લાદેશ જતો હતો. જેથી કરીને કચ્છી ખારેકની આયાત કરવામાં સૌથી મોટો ફાળો બાંગ્લાદેશનો હતો. દર વર્ષે ગુજરાતના જુદાં જુદાં જિલ્લાના વેપારીઓ કચ્છના ખેડૂતો પાસેથી માલ ખરીદી હજારો ટન ખારેક કચ્છથી બાંગ્લાદેશ એક્સપોર્ટ કરતા હતા. આ વર્ષે બાંગ્લાદેશની સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા એક્સપોર્ટર વેપારીઓ કચ્છી ખારેક એક્સપોર્ટ કરવાનું ટાળી રહ્યા છે.

વાવાઝોડાની અસરઃ કચ્છમાં આવેલ બીપરજોય વાવાઝોડા અને ભારે વરસાદના કારણે આ વર્ષે કચ્છી ખારેકના ખેડૂતોને મોટી માત્રામાં નુકસાન થયું છે. હવે બાંગ્લાદેશમાં જતાં માલની નિકાસ પણ બંધ થઈ જતા જાણે ખેડૂતો પર આભ તુટી પડયું છે. છેલ્લા પાંચ વર્ષોથી કચ્છી ખારેક બંગલાદેશ એક્સપોર્ટ કરતા ડીસાના વેપારી રોહિત પટેલે પોતાને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વાત કહી હતી.

"આ વર્ષે ડ્યુટીમાં વધારો થતાં ખારેકની નિકાસ ઓછી થઈ ગઈ છે. હર વર્ષે દરરોજની 40થી 50 ગાડીઓ બાંગ્લાદેશ જતી હતી અને દર વર્ષે લગભગ ઓછામાં ઓછો 600 ટન ખારેકનો માલ બાંગ્લાદેશ જતો હતો. પરંતુ આ વર્ષે બાંગ્લાદેશ સરકારે ખારેક પર ડ્યુટી વધારતા લોકોને ખારેક પરવડે તેમ નથી.બાંગ્લાદેશ સરકારે ખારેક પરની ઇમ્પોર્ટ ડ્યુટી પ્રતિ કિલો રૂપિયા 10થી વધીને રૂપિયા 80 જેટલી કરી છે. તે કારણે ખારેકના વેંચાણ ભાવ પણ ખૂબ વધી જતાં લોકો ત્યાં ખારેક ખરીદી શકતા નથી. ખેડૂત તથા વેપારીઓને પણ નુકસાની જઈ રહી છે." ---રોહિત પટેલ (એક્સપોર્ટર)

1.75 લાખ ટન ખારેકનું ઉત્પાદનઃ સમગ્ર કચ્છમાં જો બાગાયત પાકના વાવેતરની વાત કરવામાં આવે તો કુલ 56,000 હેક્ટરમાં બાગાયત પાકોનું વાવેતર થાય છે. જેમાંથી કચ્છના 6000 ખેડૂતો 19,000 હેક્ટરમાં ખારેકનું વાવેતર કરે છે. કચ્છમાં દર વર્ષે અંદાજિત 1.75 લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે. દર વર્ષે મોટી માત્રામાં ઉત્પાદન થતી ખારેકનું કચ્છી ખેડૂતોએ વેપારીઓ સાથે મળીને અન્ય દેશોમાં નિકાસ કરવાનું પણ શરૂ કર્યું હતું. છેલ્લા અનેક વર્ષોથી કચ્છી ખારેક મોટી સંખ્યામાં વિવિધ દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવી રહી હતી.

કચ્છી મેવો
કચ્છી મેવો

બાંગ્લાદેશ સરકારનો નિર્ણયઃ ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છી ખારેકનો સૌથી મોટો આયાતકાર દેશ બાંગ્લાદેશ હતો અને છેલ્લાં થોડાક વર્ષોથી કચ્છના ખેડૂતો પોતાની ખારેક બાંગ્લાદેશ એક્સપોર્ટ કરી સારી કમાણી કરી લેતા હતા. ચાલુ વર્ષે બાંગ્લાદેશની સરકાર દ્વારા ખારેકના આયાત પર લાગતી ડ્યુટીમાં 7થી 8 ગણો વધારો કરતા ખારેકના ભાવ કરતાં પણ ડ્યુટી વધારે મોંઘી પડી રહી છે. જેમાં અગાઉ ખારેકના એક કિલોગ્રામ પર રૂ. 10 ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હતી. જે વધીને હાલમાં સીધા રૂ. 80 કરવામાં આવ્યા છે.

નિકાસ અટકી ગઈઃ બાંગ્લાદેશ દ્વારા ચાલુ વર્ષે ખારેક પર એક સાથે લગભગ 7 ગણી ડ્યુટી વધારવામાં આવતા હવે વેપારીઓ કચ્છી ખારેકને એક્સપોર્ટ કરી રહ્યા નથી. કચ્છી ખારેકનો મોટો જથ્થો બાંગ્લાદેશમાં નિકાસ ન થતાં હવે ખેડૂતો ચિંતિત બન્યા છે. સ્થાનિક બજારમાં આ મોટો જથ્થો આવતા ખારેકના ભાવ તૂટવાના કારણે ખેડૂતોને મોટો ફટકો પડશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. કચ્છમાં કચ્છી ખારેકની ખેતી કરતા ખેડૂત હરેશ ઠક્કરે આખી પ્રોસેસ અંગે વાત કરી હતી. જેમાં તેમણે નુકસાન અંગે સ્પષ્ટતા કરી છે.

"આ વર્ષે ખારેકનું ઉત્પાદન સારું જ હતું પણ વાવાઝોડામાં કોઈક ખેડૂતોને 20 ટકા કોઈને 30 ટકા તો કોઈક ખેડૂતને 50 ટકા જેટલી નુકસાની ગઈ છે.બજારમાં દેશી ખારેક પૂર્ણ થઈ જતાં ખેડૂતોને બારહી ખારેકના વધારે કમાણીની આશા હતી.પરંતુ હવે બીજી સમસ્યા એ આવી કે બાંગ્લાદેશની સરકારે ખારેક પર 10 રૂપિયાની ડ્યુટી વધારીને 80 કરી નાખતા નિકાસ કરતા વેપારીઓએ ચાલુ વર્ષે નિકાસ બંધ કરી દીધું છે ત્યારે ખેડૂતોએ ડોમેસ્ટિક બજારમાં આ માલ વેચવો પડી રહ્યો છે જેમાં ખાસ કરીને અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે ત્યાં ખારેકના ભાવ સારા નથી મળી રહ્યા."---હરેશ ઠક્કર, (કચ્છના ખેડૂત)

વધારાના કમિશનની માગઃ વેપારીઓને પણ હવે એક્સપોર્ટ ન થવાનું ધ્યાનમાં આવતા ખેડૂતો પાસેથી વધારે કમિશન માંગી રહ્યા છે જેથી કરીને ખેડૂતોને માટે મુશ્કેલી વધી છે. રિટેલમાં તો 200થી 300 રૂપિયે કિલોના ભાવે ખારેક વેંચાઈ રહી છે જ્યારે ખેડૂતોને માત્ર 10થી 25 રૂપિયા જ મળી રહ્યા છે.જે ખેડૂતો માટે કંઈ જ ન કહેવાય કારણ કે 5 રૂપિયા તો ખારેક કટિંગ કરવાનો લેબર ચાર્જ ચૂકવવો પડે છે. આ ઉપરાંત પેકિંગ ચાર્જ પણ ચૂકવવો પડે છે આમ ખેડૂતોને પોતાના ઘરના રૂપિયા નાખીને કામ કરવું પડી રહ્યું છે. આ માટે જો સરકાર બાંગ્લાદેશની સરકાર સાથે વાતચીત કરે અને બાંગ્લાદેશમાં ખારેક માટે કોઈ રસ્તો નીકળે તો ખેડૂતોને પોતાના પાકનો ભાવ મળે તેમ છે.

  1. Gujarat Weather Monsoon: લૉ પ્રેશરને કારણે હજું એક ચોમાસાનો રાઉન્ડ, 22 જુલાઈ પછી માહોલ બદલાશે
  2. Surat News : સુરતમાં ટામેટાં વીણતી મહિલા મામલે એપીએમસીના ચેરમેન સંદીપ દેસાઈનું નિવેદન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.