કચ્છમાં ગત્ત અઠવાડિયે અનેક વિસ્તારમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઈ ગાંધીનગરની સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટરના ટેક્નિશિયન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાની ટીમે કચ્છની મુલાકાત લીધી હતી. આ તમામ અધિકારીઓએ ભુજ તાલુકાના ધ્રોબાણા ગામના ભૂકંપમાપક કેન્દ્રની મુલાકાત લીધી હતી.
ખાસ કરીને ફરી જો કોઈ આવી આપત્તિ આવે ત્યારે કઈ રીતે આગોતરા પગલાં ભરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સેન્ટર પર એકત્ર થતી માહિતી અગત્યની છે. ડિઝાસ્ટર શાખાની ટીમે આઈએસઆર પાસે ભૂસળવળાટ ધરાવતા વિસ્તારોની સક્રિયતા વિશેનો ડેટા માગ્યો છે. આ ડેટાના આધારે આગામી સમયમાં આ વિસ્તારમાં કોમ્યુનિટી અવેરનેસ સાથે આપત્તિ વ્યવસ્થાપન અંગેના કાર્યક્રમો યોજવાનું આયોજન ઘડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.