કચ્છ: ભુજમાં આવેલું હમીરસર તળાવ કચ્છીમાડુઓ માટે વિશેષ લાગણી છે. શહેરની શોભા અને લોકોની લાગણીનું આ તળાવ છેલ્લા બે વર્ષથી ખાલી છે. ગત વર્ષે પણ સારો વરસાદ થવા છતા તળાવ ખાલી રહી ગયું હતું.
આ વર્ષ પણ ભુજ શહેરમાં 28 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમ છતા પણ તળાવમાં નામ પૂરતું પાણી આવ્યું છે. તળાવમાં ઉપરવાસમાં થતો વરસાદ હમીરસરમાં પાણી લઈને આવે છે. જો કે, ઉપરવાસમાં જોઈએ તેવો વરસાદ ન હોવાથી તળાવ ખાલી હોવાનું જણાવાઇ રહ્યું છે.
ભુજના રહેવાસી વિષ્ણુ ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરમાં તળાવ માટે પાણી આવક ચાલુ થાય તો પણ તે કચ્છીઓ માટે મોટા સમાચાર છે. ભુજવાસીઓ મોટા બંધ પર પાણીની આવક જોવા ચોક્કસ ઉમટી પડે છે, પણ પાણીની જે આવક થઇ રહી છે, તે પૂરતી નથી.
દૈનિક ધોરણે તળાવ આસપાસમાંથી નીકળતા લોકો તળાવ તરફ ચોક્કસ નજર માંડી કરી લે છે. રાત્રે જોરદાર વરસાદ હોય તો લોકો હમીરસરમાં કેટલું પાણી આવ્યું તે જોવા માટે પણ નીકળી પડે છે. આવી લાગણી છે, ત્યારે તળાવ છલોછલ ભરાઇ જાય અને છલકાઈ જાય તો સમગ્ર કચ્છીજનોના હૃદય ખીલી ઊઠે. ત્યારે લોકો મેઘરાજાને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસાવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.