ETV Bharat / state

કચ્છમાં લોકડાઉનના છઠ્ઠા દીવસે કેટલાક નવા આદેેેશ જાહેર કરાયા, જાણો શું છે નવા આદેશ - કોરોના વાયરસની અસર

કોરોનાની મહામારી સામે લડવા માટે સમગ્ર દેશમાં થઇ રહેલી કામગીરી વચ્ચે સરહદી કચ્છમાં લોકડાઉનના આજે છઠ્ઠા દિવસ સુધી તંત્રએ કરેલી વિવિધ કામગીરી અને કાર્યવાહીની વિગતો અહીં અપાવામાં આવી છે. ખાસ કરીને વિવિધ સુચના અને આદેશ સાથે કચ્છ જિલ્લાની સરહદ સીલ કરી દેવામાં આવી છે. તો એક માસનું મકાન ભાડુ ન વસુલ કરવા મકાન ખાલી નહી કરાવવા સહિતના આદેશો આપવામાં આવ્યા છે.

લોકડાઉનના છઠ્ઠા દીવસે કેટલાક નવા આદેેેશ જાહેર કરાયા, જાણો શું છે નવા આદેશ

author img

By

Published : Mar 30, 2020, 11:38 PM IST

કચ્છ : ભૂજ એસપી સૌરભ તોલંબીયાએ આજે પચ્છિમ કચ્છની તમામ સરહદો સીલ કરી દઈને કોઈપણ આવજાવ ન કરી શકે તે જોવા તાકીદ કરી છે. અધિકારીઓ કર્મચારીઓ જો આ કામગીરીમાં ગાફેલ રહેશે તો ફરજ મોકુફ કરવાની ચીમકી આપવામાં આવી છે. તો બીજી તરફ અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ આદેશ સાથે કચ્છમાં એક માસનું મકાન ભાડુ ન વસુલ કરવા કામદારોનો કપાત વગર પુરો પગાર ચુકવવા અને મકાનમાલિકોએ મકાન ખાલી ન કરાવવાનો આદેશ કર્યો છે.

વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાઇરસ કોવીડ-૧૯ના પગલે કચ્છમાં જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સ્થળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે સાંજે ચાર વાગ્યાથી સોમવાર સાંજે ચાર કલાક સુધીમાં કુલ ૯૧૮ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ ૩૨૧૨૨ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. જેમાંથી અત્યાર સુધીમાં ૧૭ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧ કેસ પોઝીટીવ આવ્યો છે અને કુલ ૧૬ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૨૫૧૭ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.જયારે બહારથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૨૫૧૭ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૨૫૧૭ માંથી ૨૪૬૧ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં ૮ સ્થાનિકોનો છે.

જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં ૭૮ જેટલા આઇસોલેશન વોર્ડ છે. જયારે જિલ્લામાં કુલ ૧૯૦૨ ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં ૫૬ વ્યકિતઓને કવોરોન્ટાઇન કરવામાં આવ્યા અને ૨૦ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે.

કચ્છના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે શરૂ કરવામાં આવેલ હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ ૭૮૮ વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના દસ તાલુકામાં સોમવારથી શરૂ કરાયેલ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી ખાંસી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીનીકામગીરી હેઠળ કુલ ૧૮,૩૮,૦૫૮ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે.અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં ૮૨.૭૬ ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.