કચ્છ : સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ બનતા રહે છે. કચ્છનાં દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે BSFના જવાનો અને પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન જખૌ દરિયાઈ સીમા નજીકથી ચરસનો 48 કિલો ડ્રગ્સનો જથ્થો મળી મળી આવ્યો છે. અગાઉ મળેલા બિનવારસુ પેકેટ કરતા અલગ પ્રકારના પેકેટ હોવાની જાણકારી મળી રહી છે.
48 કિલો ડ્રગ્સ બરામત કરાયું - આ ડ્રગ્સનો જથ્થો થોડા દિવસ અગાઉ ઝડપાયેલી પાકિસ્તાની બોટમાંથી ફેંકાયેલા હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જપ્ત કરાયેલ ડ્રગ્સ જે પાકિસ્તાની બોટ "અલ નોમાન" દ્વારા ભારતમાં લાવવામાં આવી રહી હતી, પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓને જોઈને ખલાસીઓએ ડ્રગ્સની બે થેલી દરિયામાં ફેંકી દીધી હતી. આજે આ ડ્રગ્સનાં પેકેટો દરિયાઈ પાણીમાં તણાઈને જખૌના દરિયા કિનારે પહોંચી આવતા તેને જપ્ત કરવામાં આવ્યા છે.