જામનગર ખાતેના વાડીનાર બંદર ખાતે' ક્રૂડ ઓઈલની આયાત' મોટા પ્રમાણમાં થાય છે. તેમજ થોડા-ઘણા અંશે પેટ્રોલ, ડીઝલની નિકાસ પણ કરાય છે. વર્ષ 1978થી શરૂ કરાયેલા આ બંદર ઉપર ગત 18 નવેમ્બર સુધીમાં 1000 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરાયો હતો.
ડીપીટી ચેરમેન એસ.કે. મેહતાએ આ સફળતા બદલ સૌ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વાડીનાર ખાતે આ નાણાકીય વર્ષમાં 54 મિલિયન મેટ્રિક ટન લિક્વિડ કાર્યો હેન્ડલ કર્યો છે. જે આંક માર્ચ 2020 સુધીમાં વધીને 57 મિલિયન મેટ્રિક ટન થશે. તેમણે ભાવી વિકાસના આયોજન ઉપર પ્રકાશ પાડતાં ઉમેર્યું હતું કે, 2028-29ના વર્ષમાં વાડીનાર ખાતે જ 100 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ થાય તે દિશામાં પોર્ટે પ્રયત્નો કરે છે. દેશના મહાબંદરોમાં સિંગલ બોયો મુરિંગથી લિક્વિડ કાર્ગોનું હેન્ડલિંગ કરનાર ડીપીટી પ્રથમ બંદર છે. ઓફસોર ટર્મિનલમાં એસ્સાર અને ઈન્ડિયન ઓઈલ સાથે કરાર થયેલા છે. શરૂઆતમાં 300 જેટલા કર્મચારીઓ ફરજ બજાવતા હતા. વર્તમાનમાં 100થી વધુ કર્મચારીઓ કામગીરી કરી રહ્યાં છે.