ભુજ: કચ્છમાં કોરોના મહામારીના વધતા સંક્રમણ વચ્ચે હવે રાજયસ્તરેથી સતત મોનિટરિંગ શરૂ થયું છે. છેલ્લા થોડા દિવસમાં આરોગ્ય કમિશ્નરની કચ્છ મુલાકાત બાદ હવે કોવિડ પ્રભારી સચિવે ભુજમાં તંત્ર સાથે બેઠક કરીને વિવિધ કામગીરીના મુલ્યાકંન સાથે કોરોના મહામારી સામે લડવા વિવિધ સમિતિઓની રચના કરી હતી.તો આ સાથે જિલ્લામાં ડોર ટુ ડોર કોરોના સર્વે હાથ ધરવાના આદેશ આપ્યા હતા.
બુધવારે કલેકટર કચેરી ખાતે કચ્છ કોવિડ પ્રભારી રાજકુમાર બેનિવાલની અધ્યક્ષતા હેઠળ કોવિડ-19ના સંક્રમણને રોકવા વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી. તેમના માર્ગદર્શન અને સૂચનો હેઠળ કચ્છમાં નોવેલ કોરોના વાઇરસ કોવિડ-19ના સંક્રમણને રોકવા તેમજ સાવચેતીના પગલા ભરવા અને જનજાગૃતિ માટે કુલ 9 સમિતિઓની રચના કરવામાં આવી છે.
જેમાં સર્વેલન્સ ટીમ ઘરે ઘરે થઇ કોવિડ સર્વે કરશે. આરોગ્ય તંત્ર સાથે જોડાઇને આ ટીમ હેલ્થ અંગે વિવિધ ટેસ્ટ અને રિપોર્ટની દૈનિક કામગીરીની વિગતો જિલ્લા કોવીડ કન્ટ્રોલરૂમને પુરી પાડશે. એકશન ટેકન ટીમ, કોરોના કોવિડ-19 ની આ અમલીકરણ સમિતિ કચ્છના ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી અને મુન્દ્રા ઝોનની વોર્ડ વાઇઝ કોવીડ દર્દી માટે હોમ આઇસોલેશન, કોવિડ કેર સેન્ટર, હોસ્પિટાઇલેશન વગેરે બાબતોનું અમલીકરણ કરાશે.
સર્વેલન્સ ટીમના ભાગરૂપે ટેસ્ટીંગ ટીમ પણ કાર્યરત થશે. આ બધી ટીમોને જરૂરી ડેટા વગેરે પુરુ પાડવાની તેમજ એકત્ર કરવાનું કામ ડેટા એનાલીસીસ ટીમ કરશે. ગ્રિવન્સ રીડરેસલ ટીમ, ફરિયાદ નિવારણ સમિતિ જિલ્લામાં મળેલી ફરિયાદોનું તત્કાલ ધોરણે નિવારણ કરશે જેના હેલ્પલાઇન નં.1077 અને 02832-252207 છે. આ ઉપરાંત 104 અને 108 હેલ્પલાઇનની પણ મદદ લઇ શકાશે. હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમ દ્વારા જિલ્લાની તેમજ ગ્રામ્ય સ્તર સુધીની કોવિડ-19 માટે કાર્યરત હોસ્પિટલ હેઠળની કામગીરી અને જરૂરિયાતો અંગે કામગીરી કરશે. જેમાં મેડિકલ આસીસ્ટન્ટ ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે. જેમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા કોવિડ-19 બાબતે ક્રિટીકલ કેસોના માર્ગદર્શન પુરું પડાશે.તો આ સાથે ઓનલાઇન કોન્ફરન્સથી માહિતી પુરી પાડવામાં આવશે. ક્રિટીકલ દર્દીઓ માટે 24સ કલાક ફોન હેલ્પલાઇન સુવિધા છે.
આઇ.ઈ.સી ટીમ એટલે કે, ઈન્ફોર્મેશન ઈલેકટ્રોનિક કોમ્યુનિકેશન ટીમ દ્વારા લોકોને કોવીડ-૧૯ બાબતે માહિતગાર કરાશે. જનજાગૃતિના પ્રચાર પ્રસારની કામગીરી કરાશે. ઈન્વેટરી મેનેજમેન્ટ ટીમ પણ કોવિડ-19 માટે કામગીરી કરશે. આ તમામ ટીમ દ્વારા દૈનિક રિપોર્ટીંગ જિલ્લા સ્તરે કચ્છ કોવિડ-19 ની ટીમને કલેકટરની અધ્યક્ષતા હેઠળ રાજયસ્તરે પણ રિપોર્ટીંગ આપશે.
કચ્છમાં ડોર ટુ ડોર કોરોના સર્વે હાથ ધરાશે
કચ્છમાં કોરોના મહામારીના વધતા સંક્રમણ વચ્ચે હવે રાજયસ્તરેથી સતત મોનિટરિંગ શરૂ થયું છે. છેલ્લા થોડા દિવસમાં આરોગ્ય કમિશ્નરની કચ્છ મુલાકાત બાદ હવે કોવિડ પ્રભારી સચિવએ ભુજમાં તંત્ર સાથે બેઠક યોજી હતી. બેઠકમાં વિવિધ કામગીરીના મુલ્યાકંન સાથે કોરોના મહામારી સામે લડવા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જિલ્લામાં ડોર ટુ ડોર કોરોના સર્વે હાથ ધરવાના આદેશ આપ્યા હતા.