ETV Bharat / state

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગથી બચવા નાગરિકોને કરાઈ અપીલ - kutch health department

ચોમાસાની સિઝન નજીક આવી રહી છે ત્યારે ક્ચ્છ જિલ્લામાં વરસાદી ઋતુમાં મચ્છરજન્ય રોગચાળાનો ફેલાવો વધે નહીં એ માટે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.

જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગથી બચવા નાગરિકોને કરાઈ અપીલ

author img

By

Published : Jun 10, 2021, 1:10 PM IST

  • આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને જાગૃતિની કામગીરી શરૂ કરાઈ
  • ગત વર્ષે કચ્છ જિલ્લામાં મેલેરિયાના 450 કેસો નોંધાયા હતાં
  • મચ્છરજન્ય રોગથી બચવા માટેના પગલાંઓ અંગે માહિતી અપાઈ
  • કોરોનાકાળમાં મચ્છરજન્ય રોગથી પણ બચવું અનિવાર્ય

ક્ચ્છઃ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ચોમાસા દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અનરાધાર વરસાદથી ગામડાઓમાં અને શહેરોમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ જાય છે પરિણામે મચ્છરની ઉત્પતિ થવાથી મેલેરિયા, ડેન્ગ્યુ,ટાઇફોઇડ જેવા રોગોનો લોકો શિકાર બનતા હોય છે. કોરોના મહામારી વચ્ચે મચ્છરજન્ય રોગચાળાથી બચવું પણ જરૂરી છે.

ગત વર્ષે કચ્છ જિલ્લામાં 450 જેટલા મેલેરિયાના કેસો નોંધાયા

ગત વર્ષે કચ્છ જિલ્લામાં મેલેરિયાના 450 જેટલા કેસો નોંધાયા હતાં માટે ચાલુ વર્ષે મેલેરિયાના કેસો ઓછા થાય અને લોકો કાળજી રાખે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને જાગૃતિની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં ટિકટોક અને વીચેટ પર પ્રતિબંધ હટાવાયો, બાઈટને ટ્રમ્પને નિર્ણયને કર્યો રદ

મચ્છરજન્ય રોગચાળાથી બચવા અંગેના પગલાં

વરસાદના સમયે નાની નાની બાબતોમાં રખાતી કાળજી આપણને મચ્છરજન્ય રોગચાળાથી બચાવે છે. લોકોએ ઘરની આસપાસ પાણીના ખાબોચિયા ન ભરાય,ઘરમાં પણ પાત્રોમાં પાણીનો વધુ સમય સુધી સંગ્રહ ન થાય તેની કાળજી રાખવી જોઈએ,મચ્છરની ઉત્પતિ ન થવા દેવી,વરસાદી પાણીનો નિકાલ કરવા સહિતની કામગીરી કરવામાં આવે તો ચોક્કસપણે મચ્છરજન્ય રોગોથી બચી શકાય.

જાણો શું કહ્યું જિલ્લા આરોગ્ય અધિકારીએ?

આરોગ્ય વિભાગ દ્વારા જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં જુદા જુદા સ્થળોએ સર્વેલન્સ અને જાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ 5જી મુદ્દે 20 લાખના દંડ પછી અભિનેત્રી જુહી ચાવલાનો વીડિયો આવ્યો સામે, જુઓ શું કહ્યું?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.