રાજયપ્રધાન વાસણભાઈ આહિરના હસ્તે તેમના પોતાના ગામ રતનાલ મધ્યે સગર્ભા માતાઓને મચ્છરદાની તથા પોષણ માસની ઉજવણીના ભાગરૂપે પોષણકીટનું વિતરણ કરાયું હતું. જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સગર્ભા માતા અને બાળકના આરોગ્ય ઉપરાંત પોષક આહારની પણ ચિંતા સેવાઇ હતી.
રાષ્ટ્રીય વાહજન્ય રોગ નિયંત્ર કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં ૨૧,૨૯૮ જંતુમુકત મચ્છરદાની આપવાના કાર્યક્રમનો ચિતાર આપતાં લખપતમાં ૬૫૫, નખત્રાણા તાલુકામાં ૧૩૮૦, અબડાસામાં ૮૬૧, માંડવીમાં ૧૮૫૬, અંજારમાં ૨૫૧૯, ગાંધીધામમાં ૩૪૧૯, ભુજમાં ૪૦૬૯, ભચાઉમાં ૨૧૫૯ અને રાપર તાલુકામાં ૨૫૪૬ જંતુમુકત મચ્છરદાની અપાશે, સગર્ભા માતાઓને ખજૂર, ગોળ, સીંગદાણા, ચણા, મગની કીટનું પણ વિતરણ કરાયું હતું.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દ્વારા માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે મચ્છરદાની આપવાનો હેતુ સમજાવી પોષક આહારનું બે વર્ષ સુધી બાળકના પોષણનું ધ્યાન રાખવાની બાળકના બુધ્ધિ- મગજનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે પાંચ વર્ષ સુધી મચ્છરદાની કામ આપતી હોવાની વિગતો આપી હતી.
તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવ અંજારિયાએ સગર્ભા માતાઓને લોહીની વધુ જરૂરિયાત હોય, ત્યારે જો મેલેરિયા થાય તો રકતકણોને તોડી નાખે અને લોહીનું પ્રમાણ ઘટે છે. સગર્ભાઓને મેલેરિયા ન થાય તે માટે દવાયુકત મચ્છરદાની ૨૪ કલાક મચ્છર મારવાના મશીન તરીકે કામ કરે છે.