કચ્છ: ભુજ તાલુકાના ભારાસર ગામે 28 મે 1942ના ખેડૂત રામભાઈ અને માતા સામબાઈના ઘરે જન્મેલા હિરજી નાનપણથી પ્રભુ અને સંન્યાસ તરફ વધુ રસ બતાવ્યો હતો. પારાસર ખાતે પ્રાથમિક શિક્ષણ બાદ વધુ અભ્યાસ માટે મણિનગર છાત્રાલયમાં પહોંચેલા હિરજીએ સત્સંગના માર્ગ સંન્યાસ લઈને પુરુષોત્તમ પ્રિયદાસજીના નામ સાથે ભજન-કીર્તન અને ગાદી સંસ્થાનું નામ વિશાળ ફલક પર પહોંચાડી દીધું. કર્મવીર વાત્સલ્યમૂર્તિ એ દેશ-વિદેશમાં 19 જેટલા મંદિરો બાંધ્યા છે. આ ઉપરાંત આચાર્ય સ્વામીના પ્રાગટ્ય સ્થળ ખાતે પુરુષોત્તમ પ્રાગટ્ય મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. તેમની નાદુરસ્ત તબિયતને કારણે ભાવિકો-અનુયાયી અહીં આવીને પ્રાર્થના કરી રહ્યા છે.
આચાર્ય બીપી સ્વામીના બાળપણના મિત્ર રવજી મુળજી હિરાણીએ ETV BHARATને જણાવ્યું હતું કે, નાનપણથી તેમનામાં પ્રભુભક્તિ છે. પીપી સ્વામી એટલે કે રવજી લાલજી પ્રેમજી અને હું સાથે મળીને ધંધામાં જોતરાયા હતા. ધંધામાં પણ તેમનું મન સન્યાસ તરફ વધુ હતું. આચાર્ય પદેથી સત્સંગના માર્ગ તેઓ ભાવિકો અનુયાયીઓને માર્ગદર્શન આપતા રહ્યા છે. આજે તેમની તબિયત નાદુરસ્ત છે. જેથી લોકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
વિશ્રામભાઇના હરિભક્તે જણાવ્યું હતું કે, તેમના પ્રાગટ્ય સ્થળ ખાતે અખંડ દિવડા ચાલી રહ્યા છે. લોકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. પારાસર ખાતે આ પ્રાગટ્ય સ્થળ આવનારી પેઢીના પરિણામ આપવા માટે બનાવ્યું છે. લોકો હાલે ભારે ચિંતા સાથે પ્રભુને સ્વચ્છતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આ દરમિયાન કચ્છી લેવા પટેલ સમાજે પણ આચાર્ય સ્વામીની તબિયત અંગે મણિનગર ગાદી સંસ્થાના વરિષ્ઠ સ્વામી ભગવતપ્રિયદાસજીને સંદેશો પાઠવી આચાર્ય સ્વામીના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરી છે.