- કચ્છ જિલ્લામાં 3.50 લાખ પશુઓમાં ear tag લગાડવામાં આવ્યું
- Ear tagging એટલે કે પશુઓનો આધારકાર્ડ
- Ear tagથી પશુપાલકોને અનેક રીતે ફાયદો
કચ્છ: પશુઓની વિગતોમાં પશુઓને આ કડી પહેરવામાં આવી રહી છે. જે તેમનું ઓળખકાર્ડ એટલે કે આધારકાર્ડ છે. આ કડી દ્વારા પશુઓની વિગતો મેળવી શકાશે તેમજ ભવિષ્યમાં તેમને થતા રોગો, દૂધ ઉત્પાદન સહિતની બાબતોનો મોનીટરીંગ પણ આ હેઠળ કરી શકાશે.
Ear tagging એટલે કે પશુઓનો આધારકાર્ડ
રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હાલ સમગ્ર દેશમાં ચાલુ છે. આ કાર્યક્રમ અંતર્ગત એક કડી લગાડવામાં આવે છે જેને ear tagging કહેવામાં આવે છે. આ કડી એટલે કે પશુઓનો આધારકાર્ડ. આ કડી લગાડવાથી લાંબા ગાળા સુધી પશુપાલકોને ફાયદો થશે ઉપરાંત તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દૂધના સારા ભાવ મેળવવા માટે તથા દૂધની પેદાશો વિદેશમાં વેચવા માટે પણ દરેક રીતે ઉપયોગી નીવડશે.
પશુઓના રસીકરણ તેમજ માલિકીની નોંધી tagના આધારે સોફ્ટવેરમાં કરાય છે
આ કાર્યક્રમ અંતર્ગત INAPH સોફ્ટવેરમાં નોંધણી કરવામાં આવે છે. જેમાં પશુના માલિકનું નામ અને જાતિ અશોક ક્યાં છે તેમજ રસીકરણ તથા તેની કૃમિનાશક દવાનો રેકોર્ડમાં નોંધવામાં આવે છે અને તેના આરોગ્યને લગતો રેકોર્ડ અપડેટ કરવામાં આવે છે.
આ પણ વાંચો: પોરબંદરઃ પશુઓને કાનમાં લગાવાયેલું ટેગ જ બન્યું પશુઓ માટે આધારકાર્ડ
કચ્છ જિલ્લામાં 3.50 લાખ પશુઓને ear tag લગાવામાં આવ્યું
કચ્છ જિલ્લામાં પણ આ કાર્યક્રમ ઝુંબેશ રૂપે શરૂ કરવામાં આવી છે. કચ્છમાં ગાય-ભેંસ વર્ગના લગભગ 10.50 લાખ જેટલા પશુઓ છે. જેમાંથી 3.50 લાખ પશુઓને ear tagging એટલે કે કાનમાં કડી લગાડવાની કામગીરીમાં આવરી લેવાયા છે. જ્યારે બાકીના પશુઓને પણ આવનારા સમયમાં કાનમાં કડી લગાડીને આવરી લેવામાં આવશે.
પશુપાલકોને સરકારી યોજનાઓનો લાભ લેવા આ ear tag ઉપયોગી
માલધારીઓ તથા પશુપાલકોને આ Ear taggingથી એ ફાયદો થાય છે કે આ પશુ કોનું છે તથા તેમના પશુઓની માલિકી બીજા કોઈ પશુપાલક લેવાનો પ્રયાસ કરે તો જાણ થઈ જાય છે કે, આ પશુની માલિકી ખરેખરમાં કોની છે. આ ઉપરાંત સરકારી યોજનાનો લાભ લેવા માટે પણ આ tag ઉપયોગી નીવડે છે. પશુપાલકને ક્યારેક આ tagથી સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે કે, આ tagના લીધે પશુનો કાન ઝાડી ઝાંખરામાં ફસાઈ જાય છે અને કાનને નુકસાન પહોંચે છે.
આ પણ વાંચો: રાજ્ય સહિત દેશના તમામ ટોલ બૂથ પર આજથી ફાસ્ટ ટેગ ફરજિયાત
પશુપાલકો અને દૂધ મંડળીઓને આ ક્રયક્રમનો લાભ લેવા અપીલ કરાઈ
પશુઓની આધાર કાર્ડની પ્રક્રિયામાં દરેક પશુપાલકનો, ગ્રામ પંચાયતનો તથા દૂધ મંડળીઓનો સક્રિય ફાળો હોય તો જ આ રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ સફળ થઈ શકે છે. માટે પશુપાલન વિભાગ દ્વારા પણ દરેક પશુપાલકોને પોતાના પશુઓની ear taggingની પ્રક્રિયા માટે આગળ આવવા માટે અને રાષ્ટ્રીય કાર્યક્રમનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
દૂધના ભાવ સારા મળે અને ટકી રહે તેવો કાર્યક્રમ
આ tag લગાડવાની પ્રક્રિયાથી આંતરરાષ્ટ્રીય સ્તરે દૂધની બનાવટો જે વિદેશમાં વેચવાની થાય છે ત્યારે નોંધણી અને ડેટાબેઝના કારણે પશુપાલકોને પોતાના દૂધની પેદાશોનો વધારે ભાવ મળે છે.આમ પશુપાલકોને ખૂબ ફાયદાકારક અને દૂધના ભાવો સારા મળી રહે અને ટકી રહે તે માટેનો આ કાર્યક્રમ છે.