કચ્છઃ જિલ્લાભરમાં તંત્ર દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યુ છે. રવિવાર સાંજે ચાર વાગ્યાથી આજે સોમવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 1176 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જેમાં 87 સ્થાનિક વ્યકિતઓમાં સમાવેશ થાય છે. અત્યાર સુધી કુલ 38676 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 36 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. હાલમાં 2 કેસ પોઝિટિવ છે. અત્યાર સુધીમાં કુલ 34 વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે,
જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસ્થાપન શાખાના જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાઈરસના પગલે કુલ 3903 લોકોને કોરોન્ટાઈન હેઠળ રખાયા છે. બહારથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના કોરોન્ટાઈન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન 17 વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ 3903 માંથી 3784 વ્યકિતોઓને ઘરમાં કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ 6476 વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી 2590 વ્યકિતઓએ 14 દિવસનો કોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કરેલ છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 78 આઇસોલેશન વોર્ડ છે. જિલ્લામાં કુલ 2181 ઈન્સ્ટીટયુશનલ કોરોન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં 88 વ્યકિતઓને કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી 71 વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં 17 વ્યકિતઓ કોરોન્ટાઇનમાં છે.
કોરોના ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020 હેઠળ ધારા 188ના ભંગ બદલ ગઇકાલ સુધી કુલ 63 વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૂ.71,100 રકમનો દંડ કરવામાં આવેલ છે. જાહેરનામાના ભંગ બદલ 163 જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ 256 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.
કોરોના વાઈરસની તકેદારીના ભાગરૂપે શરૂ કરવામાં આવેલ હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ 1240 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના દસ તાલુકામાં શરૂ કરાયેલ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી, ખાંસી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 21,81,586 લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ 1240 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં 98.23 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.
કોરોના સામેની જંગનો 13મો દિવસ, કચ્છનું વહીવટીતંત્ર આ રીતે છે સજ્જ - ગુજરાતમાં કોરોના
કચ્છ જિલ્લામાં સ્થાનિક સંપર્ક સાથેનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા પછી હવે તંત્રએ કડકાઈ સાથે લોકડાઉનનું અમલી કરણ શરૂ કરાવ્યું છે. સોમવારે કચ્છમાંં તંત્રએ નગરપાલિકા વિસ્તારમાં મુકિત સમયમર્યાદા ઘટાડવાનું જાહેરનામું પ્રસિદ્ધ્ કરવા સાથે શું કામગીરી કરી તેનો ચિતાર અહી અપાયો છે