ETV Bharat / state

Death of peacock in Kutch: માંડવીના લુડવામાં 7 મોરના મોત, ઝેરી ખાદ્યપદાર્થ ખાવાના કારણે મૃત્યુ થયા હોવાનું અનુમાન - મોર ના બચ્ચા

કચ્છના રાપર તાલુકાના ગાગોદર ગામે ઝેરી દાણા( Death of peacock in Kutch )ખાઈ જતા રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થયા હતા. આ બનાવની વનતંત્રને જાણ (Death of peacock in Mandvi )થતાં માંડવીથી આર.એફ.ઓ. સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. મોરના મૃતદેહનું પંચનામું કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.

Death of peacock in Kutch: માંડવીના લુડવામાં 7 મોરના મોત, ઝેરી ખાદ્યપદાર્થ ખાવાના કારણે મૃત્યુ થયા હોવાનું અનુમાન

author img

By

Published : Apr 21, 2022, 1:33 PM IST

કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં પવનચક્કીના આગમન બાદ અનેક વાર રાષ્ટ્રીય પક્ષી મોરના( Death of peacock in Kutch ) મોત થયા છે. કચ્છમાં રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યામાં રોજબરોજ ઘટાડો થવા લાગ્યો છે. ગઈકાલે લુડવા સીમમાં પીરવાળી (Death of peacock in Mandvi )તળાવ પાસે એકી સાથે સાત મોરના મૃતદેહ મળતાં અને એક મોર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતું મળતાં જીવદયાપ્રેમીઓ દોડતા હતા અને રોષ ફેલાયો હતો.

આ પણ વાંચોઃ પોરબંદરના બરડા પંથકમાં મોરની સંખ્યામાં વધારો, જુઓ વિશેષ અહેવાલ...

ઝેરી ખાદ્યપદાર્થ ખાવાના કારણે 7 મોરના મૃત્યુ થયા હોવાનું અનુમાન - કચ્છના રાપર તાલુકાના ગાગોદર ગામે સીમતળાવ નજીક રાજબાઇ માના મંદિર પાસે કોઇએ ઝેરી ચારો નાખતાં રાષ્ટ્રીય પક્ષી મોરના ટપોટપ (Mandvi Forest Department ) મૃત્યુ થયાં હતાં. આ બનાવમાં સાત મોરને ઝેરી પદાર્થ ખાવામાં આવી જતાં રાષ્ટ્રીય પક્ષી મૃત્યુને ભેટ્યાનું પ્રાથમિક તારણ છે. ઘટનાસ્થળે સાત મોરના મૃતદેહની ખબર ફેલાતાં દોડી ગયેલા યુવરાજસિંહ જાડેજા અને પુનિત જોશી નામના જાગૃતોએ એક જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા મોરને સંભાળ્યો હતો અને માંડવી સારવાર અપાવતાં એક જીવ બચી ગયો હતો.

આ પણ વાંચોઃ પોરબંદરમાં 2 દિવસમાં 8 મોરના મોત, 7 મોર પેરેલાઇઝડ

મૃતદેહને વનતંત્રએ પંચનામુ કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા - તળાવ પાસે સાત મોરનાં મૃત્યુની ઘટના થકી લોકોમાં અનેક અફવા ફેલાઈ હતી અને તે વચ્ચે વનતંત્રને જાણ થતાં માંડવીથી આર.એફ.ઓ. સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહનું પંચનામું કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. લુડવા ગામના સરપંચ લતીફ કુંભાર, ઉપસરપંચ સૈયદ અલીશાહ કાદરી તથા ગામના જાગૃતો અને જીવદયાપ્રેમીઓ પીરવાળી તળાવ પાસે એકત્ર થયા હતા. વધુ મોર ન મરે તે માટે પૂછપરછ પણ થઇ હતી. જો કે કંઇ શંકાસ્પદ મળ્યું ન હોવાથી મોરનાં મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જ ખબર પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.