ETV Bharat / state

Gujarat Cyclone Biparjoy Landfall : ગુજરાતના કચ્છમાં જખૌ દરિયાકાંઠેથી બિપરજોય વાવાઝોડુ લેન્ડફૉલ થયું, અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી - Biparjoy Cyclone hit Gujarat

તીવ્ર ચક્રવાતી તોફાન 'બિપરજોય' ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ ગયું છે. જો કે હજી વાવાઝોડાની આંખ કચ્છના જખૌથી 80 કિલોમીટર દૂર છે. ગુજરાતના દરિયાકિનારે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન 'બિપરજોય' ની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે.

Gujarat Cyclone Biparjoy Landfall
Gujarat Cyclone Biparjoy Landfall
author img

By

Published : Jun 15, 2023, 7:32 PM IST

Updated : Jun 15, 2023, 11:45 PM IST

લેન્ડફોલ સમયની સેટેલાઇટ તસ્વીર પણ સામે આવી

કચ્છ: તીવ્ર ચક્રવાતી તોફાન 'બિપરજોય' ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ ગયું છે. અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન 'બિપરજોય'ની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે ગુરુવાર મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. ભારતના હવામાન વિભાગ દ્વારા આ મહત્વની જાણકારી સામે આવી છે. લેન્ડફોલ સમયની સેટેલાઇટ તસ્વીર પણ સામે આવી છે. જેમાં વાવાઝોડાની ભયાનકતા જોઈ શકાય છે.

વાવાઝોડું લેન્ડ થતાંની સાથે જ તબાહી શરૂ

રાજ્ય સરકાર એલર્ટ: ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું ટકરાતાં રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ડિઝાસ્ટર સેન્ટર પહોંચ્યા છે. ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. અતિ પ્રભાવિત કચ્છ, દ્વારકાના જિલ્લા કલેક્ટર સાથે સ્થિતિને લઈને વાતચીત કરી હતી. વાવાઝોડાની સ્થિતિ બાદ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા તંત્રને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

પીએમ મોદીએ સીએમ સાથે વાત કરીઃ ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુરુવારે મોડી રાત્રે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. વડાપ્રધાનએ ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્ય પ્રાણીઓની સલામતીની પણ વ્યવસ્થાની પૃચ્છા કરી તે અંગે પણ ચિંતા કરી હતી.

  • Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE.VSCS BIPARJOY at 1730IST today near lat 22.8N and lon 67.9E about 70km WSW of Jakhau Port (Gujarat),130km WNW of Devbhumi Dwarka. LANDFALL PROCESS HAS COMMENCED. pic.twitter.com/M8S8lL8x0A

    — India Meteorological Department (@Indiametdept) June 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જખૌથી 50 KM દૂર લેન્ડ ફોલ: હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે જખૌ પોર્ટથી 50 કી.મી. દૂર મુખ્ય લેન્ડ ફોલ થયો છે. હવાની ગતિ 115-125 કી.મી. રહેવાની સંભાવના છે. અડધી રાત સુધીમાં વાવાઝોડું પૂરું થવાની સંભાવના છે. સંપુર્ણ લેન્ડ ફોલ બાદ કાલે સવારથી સિવિયર સાયક્નોલિક સ્ટ્રોમમાં પરિવર્તન થશે. કચ્છમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. લેન્ડ ફોલ બાદ ધીમે ધીમે ઈન્ટેન્સિટીમાં ઘટાડો થશે. કાલ સાંજ સુધીમાં પવનની ગતિ નોર્મલ થશે.

ભયાનક પવન ફુંકાવાનું શરૂ: ચક્રવાત બિપરજોયનું કચ્છમાં લેન્ડફોલ શરૂ થયું છે. આ દરમિયાન 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં વાવાઝોડું 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, લેન્ડફોલ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. આ પછી વાવાઝોડું નબળું પડીને રાજસ્થાન તરફ વળશે.

વાવાઝોડું લેન્ડ થતાંની સાથે જ તબાહી શરૂ: બિપરજોય વાવાઝોડું લેન્ડ થતાંની સાથે જ તેની અસર વર્તાવાનું શરૂ થઈ ગયું છે. કચ્છ અને દ્વારકામાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. જખૌમાં વાવાઝોડુ લેન્ડફોલ થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ઓખામાં વાવાઝોડાની તબાહી શરૂ ગઈ છે. અનેક જગ્યાએ વૃક્ષો, કાચા મકાનો અને વીજપોલ ધરાશાયી થઈ ગયા છે. તો અનેક વિસ્તારોમાં મકાનો અને કેબિનોના છાપરા ઉડી ગયા છે. અમરેલીમાં 100 જેટલા મકાનોના છાપરા ઊડ્યા છે. મકાનોના નળિયા અને છાપરા માથે પડતા અનેક લોકોને ઈજાગ્રસ્ત થયા છે. ભુજ અને નલિયા વચ્ચે સંપર્ક કપાઈ ગયો છે. ભુજ અને નલિયા હાઇવેને જોડતા રસ્તા પર વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે. કચ્છમા પ્રાથમિક રીતે નુકશાનીનો આંકડો સામે આવ્યો. કચ્છમા 7 પશુઓના મોત થયા છે. કચ્છના દરિયાઇ વિસ્તાર નજીક 118 વૃક્ષ ધરાશાયી થયા છે. કચ્છના ભુજ,નખત્રાણા,અબડાસા વિસ્તાર સહિત કુલ 157 વીજપોલ ધરાશાયી થયા છે.

કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર એલર્ટ પર: ચક્રવાતી તોફાન બિપરજોયના ખતરાને લઈને કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર સુધી દરેક લોકો એલર્ટ પર છે. NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો ગુજરાતમાં તૈનાત છે. સાથે જ નેવીના 4 જહાજોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આ સિવાય દરિયાકાંઠાની નજીક રહેતા 74,000 થી વધુ લોકોને સાવચેતીના પગલા તરીકે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો સુપર સાયક્લોનનો ખતરો છે.

ટીમો એલર્ટ પર: ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાત સામે રક્ષણ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) એ ગુજરાતમાં ટીમો તૈનાત કરી હતી. ટીમોએ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યા હતા. નીચાણવાળા, દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પશુધન સુરક્ષિત રીતે અને અન્ય કટોકટીનાં પગલાં જીવ અને મિલકતને બચાવવા માટે ટીમો એલર્ટ પર છે.

રાજકોટ ડિવિઝનની કેટલીક વધુ ટ્રેનોને અસર: ગુજરાતમાં ચક્રવાત 'બિપરજોય'ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્ર હેઠળ આવતા આ સંભવિત વિસ્તારોના ટ્રેન મુસાફરો માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે.

ઉમિયા સાગર ડેમ 80% ભરાયો: ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસેનો ઉમિયા સાગર ડેમ 80% ભરાયેલ હોવાથી પાણીની આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે, આથી આ ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના હરિયાસણ, ચારેલીયા, ખારચીયા (શહીદ), રાજપરા, રબારીકા અને જાર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

  1. Cyclone Biparjoy Landfall Update : બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ પાસે લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરૂ : હવામાન વિભાગ
  2. Cyclone Biparjoy: 6 જૂને જ માછીમારોને ચેતવી દીધા હતા, હાલમાં રેસ્ક્યુ કરવા 7 એરક્રાફ્ટ, 15 જહાજ સ્ટેન્ડ બાય- કોસ્ટ ગાર્ડ

Last Updated : Jun 15, 2023, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.