- કચ્છ જિલ્લામાં નાની સિંચાઇ યોજનાના 180 અને મોટી સિંચાઇના યોજનાના 20 ડેમો
- ભુજ તાલુકાના સૌથી મોટા ડેમ રૂદ્રમાતા ડેમમાં વર્તમાનમાં 6.510 મિલિયન કયુબીક મીટર સંગ્રહ
- સૌથી મોટા ડેમ Rudramata Dam માં વર્તમાન સપાટીનું લેવલ 54.55 મીટર
કચ્છઃ જિલ્લામાં નાની સિંચાઇ અને મધ્યમ સિંચાઇ યોજના એમ બે પ્રકારની સિંચાઇ યોજના આવેલી છે. કચ્છ જિલ્લાના મોટા ડેમોમાં હાલ ચાલુ વર્ષે સારો એવો પાણી સંગ્રહ છે. ત્યારે ભુજ તાલુકાના સૌથી મોટા ડેમ રૂદ્રમાતા ડેમમાં (Rudramata Dam) વર્તમાન સપાટીનું લેવલ 54.55 મીટર છે.
કચ્છમાં સિંચાઇ યોજના અંતર્ગત નાની સિંચાઇ યોજનાના 180 ડેમ આવેલા છે, જ્યારે મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમ આવેલા છે. મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમો પૈકી ભુજ તાલુકાનો સૌથી મોટો ડેમ રૂદ્રમાતા છે (Rudramata Dam) જે અનગેટેડ સ્કીમ છે.
ગત વર્ષે પણ Rudramata Dam માં 70થી 80 ટકા જેટલો પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
મોટા ડેમમાં સારો એવો પાણીનો સંગ્રહ છે. ગત વર્ષે પણ સારા વરસાદના પગલે લગભગ ડેમો ઓવરફ્લો થયા હતાં. Rudramata Dam રુદ્રમાતા ભુજ તાલુકાનો સૌથી મોટો ડેમ છે અને ગત વર્ષે પણ તેમાં 70થી 80 ટકા જેટલો પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
ચાલુ વર્ષે ડેમને ભરવા કરાયું આયોજન
કચ્છ સિંચાઇ વર્તુળના અધિક્ષક ઇજનેરના અંગત સચિવએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે તથા આગામી આયોજનમાં પણ (Rudramata Dam) રૂદ્રમાતા ડેમને વરસાદ આધારિત તથા નર્મદાની 1 મિલિયન એકર ફીટ યોજના અંતર્ગત ભરવાનો સંપૂર્ણ આયોજન કરવામાં આવેલું છે.
આ પણ વાંચોઃ Junagadh Rain: વાવણીમાં થયો વિલંબ, ખેડૂતો થયા ચિંતાતુર