કચ્છ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમકે અવાર- નવાર દારૂનો જથ્થો અથવા ભઠ્ઠીઓ(Liquor caught in Bhuj) મળી આવતી હોય છે. ફરી એક વખત ભુજની એ ડિવિઝન(Crime Branch of Bhuj) પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં LCBએ દરોડો પાડ્યા હતા અને આ સમયે 336 બોટલ દારૂ સહિત રૂપિયા1.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચક્રો ગતિમાન એક આરોપીને પોલીસ(Bhuj A Division Police) દ્રારા પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે બીજાને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. અને કેટલા લોકો શામેલ છે તે અંગે પોલીસ દ્રારા તાત્કાલિક તપાસ કરાઇ રહી છે.
વિદેશી દારૂનું પાર્સલ એસ.સી.એસ.ટી.સેલના ડીવાયએસપી(Dysp Bhuj) મિનેષ.જે.ક્રિશ્ચિયને માહિતી આપતા જણાવ્યું હતું કે, એલ.સી.બી. પી.આઇ. સંદીપસિંહ એન.ચુડાસમા અને પીએસઆઇ ટી.બી.રબારીના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હતી.આ દરમ્યાન તેમને બાતમી મળી હતી કે, ભુજનો પ્રિન્સરાજ ઉર્ફે કાનો ઝાલા ન્યૂ સ્ટેશન રોડ પર આવેલી TCI ફ્રેઇટ નામની કુરિયર સર્વિસની ઓફિસમાં પોતાના નામે વિદેશી દારૂનું પાર્સલ મંગાવ્યું છે. તેથી પોલીસે ત્યાં જઇને તપાસ કરતાં પ્રિન્સરાજ પ્લાસ્ટિકના કોથળા સાથે મળી આવ્યો હતો. તેથી ટીમે કોથળાની તપાસ કરતાં તેમાંથી રૂ.1,17,600 ની કિંમતની 336 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો હતો.
દારૂની હેરફેર એક આરોપી ઝડપાયો જ્યારે બીજાને પકડવા ચક્રો ગતિમાન કરાયા. આ ઉપરાંત ટીમે દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલ એક્ટિવા, મોબાઇલ મળીને કુલ રૂપિયા 1,37,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી પ્રિન્સરાજસિંહ ઉર્ફે કાનો વિજયસિંહ ઝાલાને પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે અનિલ બુદ્ધરાજ શર્માને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવામાં આવતાં તપાસ હાથ ધરાઇ હતી.