- હેલ્પલાઈન માટે 2 નંબર જાહેર કરવામાં આવ્યા
- 24 કલાક કાર્યરત હેલ્પલાઈન નંબર પર તમામ માહિતી મળશે
- સાજા થનારા દર્દીઓને ફિઝિયોથેરાપી પણ આપવામાં આવશે
કચ્છ: ચાણક્ય ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ચાણક્ય કોવિડ માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેના દ્વારા સંપૂર્ણ કચ્છ જિલ્લાની કોવિડ સંબંધિત કોઈ પણ માહિતી અથવા મદદ મેળવવા માટે 24×7 હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મહામારીની આ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ આર્થિક અથવા સેવાકિય રીતે મદદરૂપ થવા માંગતા હોય તો ઇન્સ્ટિટ્યુટ દ્વારા "સેતુ સેવા" પૂરી પાડવામાં આવશે. જેમાં તેમનું ડાયરેકટ સંપર્ક જે તે વ્યક્તિ અથવા સંસ્થા સાથે કરાવી દેવામાં આવશે.
કોવિડ રિહેબ્લિટેશન કેર સેન્ટર પણ કાર્યરત
કોરોનાથી રિકવર થયેલા દર્દીઓ માટે ફિઝિયોથેરાપી એ અતિ મહત્વની સાબિત થાય તેમ છે. જેના કારણે ચાણક્ય ફિઝિયોથેરાપી સેન્ટર દ્વારા કોરોનામુક્ત થયેલા લોકોને વિનામૂલ્યે ફિઝિયોથેરાપીની સારવાર આપવાની શરૂ કરવામાં આવી છે. જેમાં શ્વાસની તકલીફો ઓછી કરવા, સ્નાયુઓની શક્તિમાં વધારો કરવા, સંતુલન અને સંકલન બનાવવામાં થતી તકલીફો દૂર કરવા, સ્નાયુ અને જોડામાં થતી તકલીફોની સારવાર આપવામાં આવી રહી છે.
જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબર
- 99781 12771
- 70696 50503
- 70696 50504
મનોવૈજ્ઞાનિક કેન્દ્ર પરથી અનુભવી તબીબો આપી રહ્યા છે માર્ગદર્શન
ખરેખર તો મન એ જ પ્રતિરોધક શક્તિનું કેન્દ્ર છે. માટે મન જો સંકલ્પિત હોય, મજબૂત હોય તો કોરોનાનો સામનો કરવો સરળ બને. એ સમજણ સાથે ચાણક્ય કોવિડ માહિતી કેન્દ્ર દ્વારા એક્સપર્ટ્સ એડવાઇઝ અને મનોવૈજ્ઞાનિક સલાહ કેન્દ્ર અત્યંત ઉપયોગી અને પ્રાસંગિક બની રહેશે. કચ્છના અનુભવી અને ખ્યાતનામ ડોકટર્સની પેનલ દ્વારા વીડિયો કોલિંગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે ડાયટ, ન્યુટ્રીશન પ્લાન તેમજ યોગા સેશન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જાણો શું કહેવું છે દર્દીનું ?
સારવાર મેળવતા એક લાભાર્થીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ 22 દિવસ અગાઉ કોરોના થયો હતો. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ફિઝિયોથેરાપી માટે આવ્યા છે. અહીં ખૂબ જ સારી રીતે સારવાર આપવામાં આવી રહી છે.
જાણો શું કહેવું છે ચાણક્ય ગ્રુપના CEOનું ?
ચાણક્ય ગ્રુપના CEO મેહવિશ મેમણના જણાવ્યા પ્રમાણે, ચાણક્ય ગ્રુપનો તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓની ટીમ કોઈપણ રીતે કોરોના મહામારીમાં મદદરૂપ થવા તૈયાર છે. જે કોઈને પણ મૂંઝવણ કે સમસ્યા હોય, તો તેઓ હેલ્પલાઈન પર ફોન કરી શકે છે. આપણે સૌ કોરોનાને સાથે મળીને હરાવીશું.