કચ્છ: જિલ્લા કલેકટરના આદેશ મુજબ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર વી.કે. સોંલકીના માર્ગદર્શન હેઠળ નખત્રાણામાં ફરતા લારી પાનના ગલ્લા, શાકભાજી ફ્રtટ વિક્રેતા તેમજ અન્ય દુકાનદારો લોકોના સીધા સંપર્કમાં આવતા હોય છે. આ સુપર સ્પ્રેડરના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.
24 થી 26 સપ્ટેમ્બર સુધીમાં તમામ ધંધાર્થીઓએ કોરોના ટેસ્ટ કરાવવા ફરજીયાત છે. આજે સવારના 9 થી 12 સુધી વિવિધ ધંધાર્થીઓની આરોગ્યની ચકાસણી કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા હતા. જે લોકો પાસે હેલ્થ કાર્ડ નહિ હોય તેમની સામે પગલાં લેવામાં આવશે. દરેક ધંધાર્થીઓએ ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવી હેલ્થ કાર્ડ મેળવી લેવા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.
આ કામગીરીમાં આરોગ્ય અધિકારી એ. કે. પ્રસાદ, આયુર્વેદિક ડોક્ટર કુંદન બેન, નાયબ મામલતદાર બી. બી. પટેલ, એન.પી. પંડયા, તલાટી તેમજ નખત્રાણા આરોગ્ય ટીમ સાથે રહી હતી.