કચ્છ: આજે કચ્છ જિલ્લામાં 194 પોઝિટિવ કેસો (Corona Cases In Kutch) નોંધાયા છે. કચ્છમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 854એ પહોંચી (Corona In Kutch) છે. તો આજે 140 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron Cases In Kutch)નો આજે એક પણ કેસ નોંધાયો નહતો.
કચ્છમાં અત્યાર સુધી કોરોનાના 14,5,52 કેસો નોંધાયા છે
વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ઉપરાંત કોરોના વાયરસના ઓમિક્રોનના પણ કેસો સતત વધી રહ્યા છે. કચ્છમાં નવા વેરિયન્ટ ઓમિક્રોનના કુલ 7 કેસો નોંધાયા છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 14,552 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં 854 એક્ટિવ પોઝિટિવ કેસો છે.
શહેરી વિસ્તારોમાં 135 અને ગ્રામ્ય વિસ્તારોમાં 59 કેસ નોંધાયા
કચ્છમાં આજ સુધી સાજા થઈ ૨જા આપી હોય તેવા કેસો 13,6,64 છે, તથા આજ સુધી ઓમિક્રોનના 7 કેસો નોંધાયા છે. આજે કચ્છ જિલ્લામાં નોંધાયેલા 194 કેસો પૈકી 135 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 59 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ગાંધીધામ તાલુકામાં સૌથી વધારે 60 કેસો (Corona Cases In Gandhidham) નોંધાયા છે તો ભુજ તાલુકામાં 42, મુન્દ્રા તાલુકામાં 39, નખત્રાણા તાલુકામાં 16, અંજાર તાલુકામાં 12 કેસ, ભચાઉ તાલુકામાં 10 (Corona Cases In Bhachau), માંડવી તાલુકામાં 9, રાપર તાલુકામાં 6 કેસ નોંધાયા છે. આજે કચ્છ જિલ્લામાં કુલ 140 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે, જેમાંથી 43 દર્દીઓ ભુજ તાલુકાના છે, 34 દર્દી ગાંધીધામ તાલુકાના છે, 21 દર્દી મુન્દ્રા તાલુકાના છે, 17-17 દર્દી અંજાર અને ભચાઉ તાલુકાના, 3-3 દર્દી માંડવી અને નખત્રાણા તાલુકાના, 2 રાપર તાલુકાના દર્દીઓ છે.
આ પણ વાંચો: Farmres Of kutch: આખરે કચ્છના ખેડૂતો થયા રાજી, ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો
ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 59 કેસોની વિગત
ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 59 કેસો પૈકી નખત્રાણામાં 11, માધાપરમાં 7, સુખપરમાં 4, વર્ષમેડીમાં 4, લાકડીયામાં 3, નાનાકપાયામાં 3, ઝરપરામાં 3, સમાઘોઘામાં 3, દુધઈમાં 2, કોડકીમાં 2, વિરાણી મોટીમાં 2, ખેડોઇમાં 1, ભીમાસરમાં 1, ચિરઈ મોટીમાં 1, આમરડીમાં 1, કેરામાં 1, ગળપાદરમાં 1, કિડાણામાં 1, આંતરજાળમાં 1, ગુંદાલામાં 1, ભુજપુરમાં 1, સિરાચામાં 1, દેવપરમાં 1, તરામાં 1, અંગિયા મોટામાં 1, ભીમાસર ભૂમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.
16,61,947ને ફર્સ્ટ ડોઝ આપવામાં આવ્યો
કચ્છમાં આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. કચ્છમા આજ સુધી ઓમિક્રોનના 7 કેસ નોંધાયા છે. જિલ્લામાં આજે કોરોનાથી કોઇનું પણ મૃત્યું થયું નથી. કચ્છમાં આજ સુધી કુલ 282 લોકોના મોત કોરોના (Corona Death In Kutch)થી થયા છે. જિલ્લામાં આજે 140એ કોરોનાને માત આપી છે. અત્યાર સુધી કચ્છમાં કુલ 13,6,64 લોકો કોરોનાથી સાજા થયા છે. વેક્સિનેશનની વાત કરીએ તો કચ્છમાં 16,61,947 ફર્સ્ટ ડોઝ અને 14,51,796 સેકન્ડ ડોઝ, જ્યારે 26,345 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે.