- સગર્ભા મહિલાએ કોરોનાને હરાવ્યો પણ અને બાળકીને જન્મ પણ આપ્યો
- વૃદ્ધ દંપતીએ સાથે મળીને મજબૂત મનોબળ થકી કોરોનાને હરાવ્યો
- મક્કમ મનોબળ,યોગ્ય સારવાર મળે તો ગમે તેવી વિકટ સ્થિતીમાં પણ કોરોના હારી શકે છે
કચ્છ : કોરોના મહામારી લોકોને આર્થિક, શારીરીક અને માનસિક રીતે તોડી દે છે છતા એવા કેટલાય કિસ્સાઓ સામે આવે છે કે જેમણે કપરા સમય દરમિયાન પણ કોરોનાને મ્હાત આપી અને ફરી એકવાર નવુ જીવન શરૂ કર્યુ. આવા જ 2 કિસ્સા ક્ચ્છમાં બન્યા છે. ગાંધીધામની સગર્ભા મહિલા કોરોના પોઝિટિવ થતા હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને કોરોનાને મ્હાત આપી, એક નવા જીવન અને બાળક સાથે ઘરે પરત ફરી હતી. બીજા કિસ્સામાં એક વૃદ્ધ દંપતીએ સાથે મળી કોરોનાને હરાવ્યો હતો.
સગર્ભા મહિલાએ હરાવ્યો કોરોનાને
ગાંધીધામથી કોરોનાની સારવાર માટે આવેલી મહિલાના પ્રેગ્નેન્ટ હતી અને અંતિમ મહિનો હતો. પરીવારે ગાંધીધામના તબીબોનો સંપર્ક સાધ્યો હતો આવી પરિસ્થિતીમાં કોઈએ હાથ આપ્યો નહીં. પણ સદનસીબે ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલનો સંપર્ક કરતા હોસ્પિટલના ડો. આકાશ સુપરિયાએ ગાંધીધામના દિવ્યાબેન સોનીએ હોસ્પિટલનો સંપર્ક કર્યો. કોરોનાની સારવાર સાથે પેટમાં ઉછરતા બાળકને પણ ઉગારવાની ડબલ જવાબદારી હતી. એટ્લે તેમને સિઝેરીયનની સલાહ આપવામાં આવી હતી અને હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. રામ પાટીદારના માર્ગદર્શન હેઠળ આ શસ્ત્રક્રિયા સફળ અને સરળ રીતે પાર કરવામાં આવી. અને દીકરીને બાળરોગ વિભાગમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામા આવી હતી. જે બાદ માત્ર દસ દિવસમાં બન્ને સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા હતા.
આ પણ વાંચો : કચ્છ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલનું કોવિડ હોસ્પિટલમાં કરાયું રૂપાંતર
વૃધ્ધ દંપિતીએ હિંમત રાખી અને કોરોનાને હરાવ્યો
86 વર્ષીય બાંભણિયા શંભુભાઈ અને તેમના પત્ની 84 વર્ષીય બાંભણીયા વાલીબેન કોરોના પોઝિટિવ આવ્યા હતા અને થોડા જ સમયમાં તેમની હાલત થોડી સિરિયસ થતા ભુજ ખાતેની જી.કે.જનરલ હોસ્પિટલમાં તેમને એડમીટ કરવામાં આવ્યા જ્યાં તેમની 15 દિવસની સારવાર, નર્સ અને સ્ટાફના લાગણીશીલ વર્તન તેમજ તેમની સારસંભાળના કારણે આ દંપતી સ્વસ્થ થઈ પોતાના ઘરે પાછા ફર્યા હતા.
હોસ્પિટલના સ્ટાફની સારવારથી કોરોનાને હરાવ્યો
અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલના કોરોના વોરીયર્સની સંભાળથી મોટી ઉંમરે પણ વૃધ્ધ દંપિતીએ કોરોનાને હરાવ્યો હતો.કોરોનાની ગંભીર અસરો સાથે તેનો ડર પણ દર્દીઓના સ્વસ્થ થવામાં બાધા ઉભી કરે છે. પરંતુ જો મક્કમ મનોબળ,યોગ્ય સારવાર મળે તો ગમે તેવી વિકટ સ્થિતીમાં પણ કોરોના હારી શકે છે.