આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સમીતીના ચેરમેન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે, સરકારે વિમા કંપની સાથે સાંઠગાંઠ કરતા ખેડૂતો પરેશાન બન્યા છે. કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા છે. સરકાર રોજબરોજ નવા ગતકડાઓ કરી લોકોનું સમસ્યા તરફથી ધ્યાન વિકેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસ આગેવાનોએ કચ્છમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ કરી છે.
જયારે પ્રદેશ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, રાજય તેમજ કેન્દ્ર સરકારની કામગીરી નિરાશાજનક છે. ગુજરાત રાજયમાં લાંબા સમયથી વિવિધ પ્રશ્નો સતાવી રહ્યા હોવા છતાં ભાજપ સરકાર તેનું નિરાકરણ લાવી શકતી નથી. આગામી સમયમાં લોકો પોતાના ફળિયા અને સોસાયટીમાં ભાજપના નેતાઓ સામે કલમ 144 લગાવી દેશે તે નકકી છે.
કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ કચ્છની પ્રજા વિવિધ પ્રશ્નોથી ઘેરાયેલી છે. તેને વાચા આપવા કોંગ્રેસે જન વેદના સંમેલનનું આયોજન કર્યુ હોવાનું જણાવ્યુ હતું.