ETV Bharat / state

અબડાસાના ધારાસભ્યનો કોંગ્રેસથી મોહભંગ? ભાજપના વખાણ કરવા જાહેરાત છપાવી - રાજકીય સમાચાર

ગાંધીનગર: અબડાસાના કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજા દુધ અન દહીં બંનેમાં પગ રાખી રહ્યા છે. વિરોધ પક્ષમાં હોવા છતાં તેમણે અખબારમાં ભાજપની વાહ...વાહી કરતી જાહેરાત છપાવી છે. આ અગાઉ તેઓ રુપાણી સરકારના ત્રણ વર્ષની ઉજવણીમાં પણ ઉપસ્થિત રહ્યા હતાં. કોંગ્રેસમાં રહીને ભાજપના વખાણ કરતા ધારાસભ્યથી કોંગ્રેસ પણ વિમાસણમાં મુકાઈ છે.

અબડાસાના ધારાસભ્યનો કોંગ્રેસથી મોહભંગ? ભાજપના વખાણ કરવા જાહેરાત છપાવી
author img

By

Published : Sep 26, 2019, 5:32 AM IST

Updated : Sep 27, 2019, 7:48 AM IST

કચ્છની અબડાસા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય ભાજપના વખાણ કરતાં થાકતા નથી. કોંગ્રેસ પ્રત્યેનો તેમનો મોહભંગ થયો છે કે, ભાજપની પ્રશંસા કરવી તેમની મજબૂરી છે તે અંગે રાજકીય વર્તૂળોમાં ચર્ચા ચાલી રહી છે. ધારાસભ્ય રાજ્ય સરકારની ત્રણ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પણ પહોંચ્યા હતાં. પરંતુ હવે તેમણે સરકારની વાહ...વાહી કરવા અખબારમાં જાહેરાત પણ છપાવી છે.

અબડાસાના ધારાસભ્યનો કોંગ્રેસથી મોહભંગ? ભાજપના વખાણ કરવા જાહેરાત છપાવી

વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનું વલણ કોંગ્રેસ માટે માથાનો દુખાવો અથવા તો ચિંતાનો વિષય બન્યો છે. જાડેજાનું કુણુ વલણ કોંગ્રેસ માટે ચોકવનારુ સાબિત થયુ રહ્યુ છે. કારણ કે, 23 વર્ષના શાસનકાળમાં કોઈ કોંગ્રેસી ધારાસભ્ય ભાજપની આ રીતે પ્રશંસા કરી નથી. જાડેજાએ રૂપાણી સરકારની વાહ....વાહી કરતી અને આભાર માનતી જાહેરાત સમાચારપત્રોમાં પ્રસિદ્વ કરાવી છે. 2 દિવસ પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં યોજાયેલા આયુષમાન ભારતના કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો. ત્યારપછી આ જાહેરાત છાપાઓમાં પ્રસિદ્વ થઈ છે. આ અંગે ઈટીવી ભારતને તેમણે જણાવ્યું હતું કે, 'રાજ્ય સરકાર દ્વારા મારા વિસ્તારમાં વર્ષોથી અટવાયેલા કામો થઈ રહ્યા છે. જે કામ માટે મેં રજૂઆત કરી છે તેને હાથમાં લેવામાં આવ્યા છે. પ્રાથમિક સારવાર કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર્સની અછત અંગેની મારી રજૂઆતને ધ્યાને લેવાય છે. કામ થયા હોય તો આભાર માનવો જોઈએ એ વ્યવહારની દ્રષ્ટિએ તેમણે રાજ્યસરકારનો આભાર માન્યો છે'

આ પણ વાંચોઃ કોંગ્રેસ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકારના કાર્યક્રમમાં આપી હાજરી

રાજ્ય સરકાર 3 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સરકારે તમામ કોંગ્રેસી ધારાસભ્યને આમંત્રણ આપ્યુ હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સિવાય કોઈ હાજર રહ્યું નહોતું. તેઓ માને છે કે તેમણે કોઈ ખોટુ કામ કર્યુ નથી. જો કોંગ્રેસ પક્ષ તેમની પાસે કોઈ જવાબ માગશે તો તેઓ તેમની રીતે જવાબ આપશે.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : વિધાનસભા ની ચૂંટણી સમયે દરેક રાજકીય પક્ષ સત્તા માટે એડી ચોંટી નું જોર લાગવતું હયો છે. ગુજરાતમાં તો છેલ્લા 23 વર્ષથી ભાજપ ની સરકાર છે ત્યારે 23 વર્ષમાં ના થયું એવું પ્રથમ વખત આજે થયું છે. જેમાં કોંગ્રેસ પક્ષના અબડાસા વિધાનસભાની બેઠક પરથી ચૂંટાયેલા પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રૂપાણી સરકારની વાહવાહી કરતી જાહેરાત સમાચારપત્રો માં આપીને રાજ્ય સરકાર નો આભાર માન્યો છે. Body:ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં યોજાયેલ આયુષમાન ભારત ના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ ભાગ લીધો હતો. આજે કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ અખબાર માં સરકાર ની વાહ વાહ કરતી જાહેરાત મુદ્દે ઇટીવી ભારત ને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અનેક કામો મારા વિસ્તારોમાં થઈ ગયા છે. છેલ્લા કેટલાય વર્ષો થી અનેક કામો અટવાયા હતા. જે કામ હવે શરૂવાત થઈ ગઈ છે. સરકાર ને અરજી કર્યા બાદ તરત જ કામ હાથમાં લેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કકમ અંગે હુકમ પણ આપી દેવામાં આવ્યો છે. જ્યારે પ્રાથમિક સારવાર અને સરકારી હોસ્પિટલમાં ડોકટરો ની પણ અછત હતી તે બાબતે પણ સરકારે સંપૂર્ણ પગલાં લઈને ત્વરિત કામગીરી કરી છે.

બાઈટ....

પ્રદ્યુમ્નસિંહ જાડેજા અબડાસા ધારાસભ્ય કોંગ્રેસConclusion:ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 3 વર્ષની ઉજવણી કરી હતી ત્યારે પણ અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા હાજર રહ્યા હતા ત્યારે પણ કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને સરકાર દ્વારા આમંત્રણ આપ્યું હતું પણ ફક્ત જાડેજા જ હાજર રહ્યા હતા. ત્યારે આ વખતે હવે કોંગ્રેસ પક્ષ તેમના વિરુદ્ધ માં પાગલ ભરશે કે નહીં તે બાબતે જાડેજાએ જણાવ્યું હતું કે હું સારા કામ માટે આવ્યો હતો જેમાં પક્ષ નું કાઈ જ ખોટું નથી કર્યું જે જવાબ આપવાનો હશે એ જવાબ હું આપીશ.

Last Updated : Sep 27, 2019, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.