ETV Bharat / state

કચ્છ ભાજપના ત્રણ જૂથ આમને સામને, ભૂજમાં મંડળ સંરચના મોકુફ

કચ્છઃ ભારતીય જનતા પાર્ટીના કચ્છ સંગઠનમાં ચાલી રહેલી મંડળ સંરચનામાં શુક્રવારે અંતિમ એવા ભુજ મંડળની વિવિધ વરણીઓ એકાએક મોકુફ રાખવામાં આવી હતી. શુક્રવારે સાંજે પાંચ કલાકે થનારી કાર્યવાહી રદ કર્યાની જાણ સાંજે 4.30 કલાકે કરાતા જૂથ બંધીના અંતિમ પ્રયાસો પણ નકામા રહ્યા હોવાનું સમજાઇ રહ્યું છે. કચ્છના પ્રધાન વાસણભાઇ આહિર, ભૂજના ધારાસભ્ય અને સંગઠનના નેતાના ત્રણ જૂથ વચ્ચે કોઇ ચોક્કસ નામ નક્કી નહીં થવાને કારણે આ વરણીઓ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કચ્છ ભાજપના ત્રણ જૂથ આમને સામને
author img

By

Published : Nov 15, 2019, 9:47 PM IST

કચ્છ ભાજપના 16 મંડળમાંથી 13 મંડળની વરણીઓ થઇ ચૂકી છે. ગુરૂવારે અબડાસા મંડળની વરણીમાં વિરોધ થયા બાદ નવી વરણીઓ રદ કરવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે ભાજપ અને ભૂજ શહેર ભાજપની શુક્રવારે સાંજે જિલ્લા કાર્યાલય ખાતે વરણીઓ કરવાની હતી. જે કાર્યવાહી રદ કરાતા સ્પષ્ટ ઇશારો જૂથબંધી અને આંતરિક નારાજગી દૂર ન થઇ હોવાનું સૂચવે છે.

કચ્છ ભાજપના ત્રણ જૂથ આમને સામને

આ બાબતે કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલનો સતત સંપર્ક નિષ્ફળ ગયો હતો. જ્યારે મહામંત્રી અનિરૂદ્ધ દવેએ જણાવ્યું હતું કે, પ્રદેશની સૂચનાને પગલે હાલ કાર્યવાહી સ્થગિત રખાઇ છે. આ અગાઉ જેમ નવ તારીખે મંડળ સંરચના હતી તે સ્થગિત રખાઇ હતી. જ્યારે આ વખતે અબડાસા ભુજ શહેર અને ભુજ તાલુકા મંડળની સંરચના પ્રદેશની સૂચના મુજબ સ્થગિત રખાઇ છે.

આ ઉપરાંત સુત્રો મુજબ ગુરૂવારે ભુજ સર્કિટ હાઉસમાં કચ્છ પ્રધાન વાસણભાઇ આહિર, ભૂજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્ય અને આગેવાન દીલિપ ત્રિવેદી વચ્ચે મળેલી બેઠક નિષ્ફળ નીવડી હોય તેમ આજની સ્થિતિ પરથી લાગી રહ્યું છે. કારણ કે, બેઠક થવાથી એટલું તો સ્પષ્ટ થયું હતું કે, જૂથ બંધી અને નારાજગી છે. ભાજપના આગેવાનો ભલે તેનો સ્વીકાર ન કરે પરંતુ, જાણકારો માને છે કે, ભુજ શહેર અને તાલુકાની સમિતિના વરણી મુદ્દે ભારે નારાજગી છે. ડૉ. નિમાબેન આચાર્યનો વાઇરલ થયેલો પત્ર, ગુરૂવારની મીટિંગ અને શુક્રવારે થયેલી સ્થિતિ એવું સ્પષ્ટ કરી રહી છે કે, જિલ્લા ભાજપ સંગઠન, ધારાસભ્ય અને કચ્છ પ્રધાનનું જૂથ અલગ-અલગ નામ આપી રહ્યા છે. હવે સર્વાનુમત ન થતાં વિરોધ થાય તેમ છે એટલે કે, કાર્યવાહી સ્થગિત રાખવાનું મુનાસીબ માની લેવાયું છે.

Intro: ભારતીય જનતા પાર્ટીના કચ્છ સંગઠનમાં ચાલી રહેલી મંડલ સંરચનામાં આજે અંતિમ એવા ભુજ મંડલની વિવિધ વરણીઓ એકાએક મોકુફ રાખી દૈેવામાં આવી હતી. સાંજે પાંચ વાગ્યે શરૂ થનાર કાર્યવાહી રદ્ કરાયાની જાણ સાંજે 4.30 કલાકે કરાતાં જુથબંધીના અંતિમ પ્રયાસો પણ નાકામ રહયાનું સમજાઈ રહયું છે. કચ્છમંત્રી વાસણભાઈ, ભૂજના ધારાસભ્ય અને સંગઠનના નેતાના ત્રણ જુથ વચ્ચે કોઈ ચોકકસ નામ નકકી નહી થવાના કારણે આ વરણીઓ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે.

Body:કચ્છ ભાજપના 16 મંડલમાંથી 13 મંડલની વરણીઓ થઈ ગઈ છે. ગઈકાલે અબડાસા મંડલની વરણીમાં વિરોધ થયા બાદ નવી વરણીઓ રદ કરાઈ હતી. આ વિવાદ વચ્ચે ભૂજ તાલુકા ભાજપ અને ભૂજ શહેર ભાજપની આજે સાંજે જિલ્લા કાર્યાલય ખાતે વરણીઓ કરવામાં આવનાર હતી. સાંજે પાંચ વાગ્યે શરૂ થનાર કાર્યવાહી રદ કરાયાની જાણકારી સાંજે સાડા ચાર વાગ્યે આપવામાં આવી જેનો સ્પષ્ટ ઈશારો જુથબંધી અને આંતરિક નારાજગી દુર ન થઈ હોવાનું જાણવા મળી રહયું છે.

આ બાબતે કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલનો સતત સંપર્ક નિષ્ફળ નિવડયો હતો. જયારે મહામંત્રી અનિરૂદ્ધ ભાઈ દવેએ જણાવ્યું હતું કે પ્રદેશની સુચનાને પગલે હાલ કાર્યવાહી સ્થિગત રખાઈ છે. અગાઉ જેમ નવ તારીખે મંડલ સંરચના હતી તે સ્થિગત રખાઈ છે તેમ 16માંથી 13 મંડલની સંરચના થઈ ગઈ છે. જયારે અબડાસા ભૂજ શહેર અને ભૂજ તાલુકા મંડલની સંરચના પ્રદેશની સુચના મુજબ સ્થિગત રખાઈ છે. પરીવારમાં કોઈ જુથબંધી નથી. તમામ લોકો હળીમળીને સાથે જ છે પણ પ્રદેશસ્તરીય સુચના હોવાથી કાર્યવાહી સ્થિગત હોવાનું તેમણે કહયું હતું.

દરમિયાન જાણકારોના કહેવા મુજબ ગઈકાલે ભૂજ સરકીટ હાઉસમાં કચ્છમંત્રી વાસણભાઈ આહીર , ભૂજના ધારાસભ્ય ડો નિમાબેન આચાર્ય અને આગેવાન દિલીપ ત્રિવેદી વચ્ચે મળેલી બેઠક નિષ્ફળ નિવડી હોય તેમ આજની સ્થિતી પરથી સમજાય છે. કારણ કે આ મિટિંગ થવાથી એટલું સ્પષ્ટ થઈ ગયું હતું કે જુંથબંધી અને નારાજગી છે. ભાજપના આગેવાનો ભલે તેનો સ્વીકાર ન કરે પણ જાણકારો માને છે કે ભૂજ શહેર અને તાલુકાની સમિતિના વરણીના મુદે ભારે નારાજગી છે. ડો. નિમાબેનનો વાયરલ થયેલો પત્ર, ગઈકાલની મિટિંગ અને આજે થયેલી સ્થિતી એવું સ્પષ્ટ કરી રહી છે કે જિલ્લા ભાજપ સંગઠન , ધારાસભ્ય અને કચ્છમંત્રીનું જુથ અલગ અલગ નામ આપી રહયા છે. હવે સર્વાનુમત ન થયા તો વિરોધ થાય તેમ છે એટલે કાર્યવાહી સ્થિગિત રાખવાનું મુનાસીબ માની લેવાયું છે.

પીટીસી રાકેશ કોટવાલ , ભૂજ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.