ETV Bharat / state

Kutch Rann Utsav: રણોત્સવમાં 1.94 લાખ પ્રવાસી આવતા તંત્રને થઈ 2 કરોડની આવક, સુવિધા વધારવાની તૈયારી શરૂ

કચ્છ રણોત્સવનું ગઈકાલે (20મી ફેબ્રુઆરી) સફળતાપૂર્વક સમાપન થયું હતું. આ વખતે રણોત્સવમાં દેશવિદેશથી કુલ 1,94,663 પ્રવાસીઓ આવ્યા હતા. ત્યારે હવે અહીં સુવિધા વધારવાની દિશામાં કામ થઈ રહ્યું છે. તો આવો જાણીએ આ વખતના રણોત્સવની ખાસ વાતો વિશે.

Kutch Rann Utsav: રણોત્સવમાં 1.94 લાખ પ્રવાસી આવતા તંત્રને થઈ 2 કરોડની આવક, સુવિધા વધારવાની તૈયારી શરૂ
Kutch Rann Utsav: રણોત્સવમાં 1.94 લાખ પ્રવાસી આવતા તંત્રને થઈ 2 કરોડની આવક, સુવિધા વધારવાની તૈયારી શરૂ
author img

By

Published : Feb 21, 2023, 8:23 PM IST

ચાલુ વર્ષે તંત્રને રણોત્સવ મારફતે કુલ 2.01 કરોડની આવક

કચ્છઃ કચ્છી અજાયબી ગણાતા ધોરડોના સફેદ રણમાં દર વર્ષે ઉજવાતા રણોત્સવ એ દેશવિદેશમાં ભારે ખ્યાતિ મેળવી છે. શીત લહેર વચ્ચે યોજાતા રણ ઉત્સવમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત પ્રવાસન નિગમ અને રાજ્ય સરકારે રણની સજાવટ માટે અનેક સુવિધાઓ ઊભી કરી હતી. દેશવિદેશના પ્રવાસીઓની સુરક્ષા અને મહેમાનગતિને ધ્યાનમાં રાખીને પૂરતી સુવિધાઓ સાથે 26મી ઓકટોબરથી રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ G20 Summit India: સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભવો અભિભૂત

કોઈ પણ જાતના નિયંત્રણ વગર યોજાયો રણોત્સવઃ કચ્છનું સફેદ રણ દેશવિદેશમાં પ્રખ્યાત છે. દેશવિદેશથી લોકો કચ્છના આ સફેદ રણને જોવા આવી રહ્યા છે. અહીં લોકો માનસિક શાંતિ મેળવવા અને પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ઘરથી દૂર પોતાના મનગમતા સફેદ રણની મુલાકાતે આવ્યા હતા. ને રણોત્સવનો આનંદ માણ્યો હતો. કોરોના કાળ બાદ પ્રવાસીઓ ખૂલ્લા મને આ વર્ષે રણોત્સવની મજા માણી હતી.

સુવિધાઓ વધારવા પણ રાજ્ય પ્રવાસન મંત્રાલયે તૈયારી શરૂ કરી

સુવિધાઓ વધારવા પણ રાજ્ય પ્રવાસન મંત્રાલયે તૈયારી શરૂ કરીઃ આ વર્ષે 26મી ઓકટોબરથી શરૂ થયેલો રણોત્સવ 20 ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો, જેમાં કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ, હસ્તકળા, સભ્યતા અને પ્રવાસનના વિવિધ પાસાઓ ઉજાગર થયા હતા. તો આ વર્ષે બોલીવુડ ફિલ્મના પ્રમોશન, આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ, નાતાલની ઉજવણી, 31મી ડિસેમ્બરની ઉજવણી, દેશના ઉપરાષ્ટ્રપતિ, RBI ગવર્નરની મુલાકાત તો સાથે જ G-20ની ઈન્ટરનેશનલ સમિટ પણ કચ્છના રણમાં યોજાઈ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેકટને સરકાર દર વર્ષે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે. ત્યારે અહીં સુવિધાઓ વધારવા પણ રાજ્ય પ્રવાસન મંત્રાલયએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ચાલુ વર્ષે તંત્રને રણોત્સવ મારફતે કુલ 2.01 કરોડની આવકઃ ગ્રામ્ય મામલતદાર વી. એચ. બારહટે જણાવ્યું હતું કે, ગત વર્ષે 1લી નવેમ્બરથી 20મી ફેબ્રુઆરી સુધીમાં કુલ 1,80,075 પ્રવાસીએ મુલાકાત લીધી હતી. આમાંથી 89 જેટલા વિદેશી પ્રવાસી હતા. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 14,588 વધુ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. એટલે કે, કુલ 1,94,663 પ્રવાસીઓએ આ વર્ષે મુલાકાત લીધી હતી, જે પૈકી 860 વિદેશી પ્રવાસીઓ હતા. તો કુલ 34,976 વાહનોની અવરજવર થઈ હતી. ગ્રામ્ય મામલતદાર દ્વારા કુલ 32,701 પરમીટ આપવામાં આવી હતી, જેમાંથી 26,122 લોકલ પરમીટનો સમાવેશ થાય છે. ઉપરાંત 6,575 ઓનલાઈન પરમીટ હતી. તો આ વર્ષે તંત્રને કુલ 2,01,76,000 રૂપિયાની આવક થઈ છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ તંત્રને 16,19,975ની આવક વધારે થઈ છે.

કોઈ પણ જાતના નિયંત્રણ વગર યોજાયો રણોત્સવ

આ પણ વાંચોઃ Harappan Civilization: હડપ્પન સભ્યતાના ઉદ્ભવ વિશે આ વર્ષે મળશે જાણકારી, કેરળ-કચ્છ યુનિવર્સિટી કરશે ઉત્ખનન

દર વર્ષે પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છેઃ કચ્છનાં રણમાં યોજાતો રણોત્સવ વિશ્વ વિખ્યાત બન્યો છે. વર્ષે વર્ષે રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સંખ્યા વધતી જાય છે. આ વખતના રણોત્સવમાં અનેક નેશનલ અને ઈન્ટરનેશનલ બેઠકો પણ યોજાઈ હતી, જેમાં પણ G20 ટૂરિઝમની બેઠકમાં રણોત્સવ વિશેષ ચર્ચાનો વિષય બન્યો હતો. સાથે દેશના ઉપરાષ્ટ્રપતિએ પણ હાલમાં જ ધોરડો ખાતે રણોત્સવની મજા માણી હતી. તો RBIના ગવર્નરે પણ રણોત્સવની મુલાકાત લીધી હતી. રણોત્સવમાં સફેદ રણને નિહાળવા દેશ દુનિયામાંથી અનેક પ્રવાસી આવતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.