ETV Bharat / state

કચ્છના કાશ્મીર નલિયામાં પારો 8.2 ડિગ્રીએ પહોંચ્યો, લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે - Cold Wave in Kutch

સમગ્ર કચ્છ જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આના કારણે (Cold Wave in Kutch) હવે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે અહીં નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. કચ્છના કાશ્મીર તરીકે ઓળખાતા નલિયામાં પારો 8.2 ડિગ્રીએ (Lowest temperature in Nalia) પહોંચ્યો છે.

કચ્છના કાશ્મીર નલિયામાં પારો 8.2 ડિગ્રીએ પહોંચ્યો, લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે

author img

By

Published : Dec 28, 2022, 1:41 PM IST

ઠંડીનો પગપેસારો

કચ્છ જિલ્લામાં દિવાળી બાદ ધીમે ધીમે ઠંડીનું જોર (Cold Wave in Kutch) વધી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં વહેલી સવાર અને સાંજે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે અબડાસા તાલુકાના નલિયામાં ફરી પારો ગગડ્યો છે અને જિલ્લા તેમ જ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં (Lowest temperature in Nalia) જોવા મળી રહ્યું છે. કચ્છી કાશ્મીર એવા નલિયામાં પારો 8.2 ડિગ્રીએ પહોંચ્યો છે. શીતમથક નલિયામાં ઠંડીનો પારો છેલ્લાં કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે.

ઠંડીનો પગપેસારો છેલ્લા કેટલાક દિવસથી જિલ્લાભરમાં વાતાવરણમાં જોવા મળી રહેલા પરિવર્તનના કારણે લઘુતમ પારામાં ઉતારચડાવ વચ્ચે ઠંડી (Cold Wave in Kutch) ધીમે ધીમે પગપેસારો કરતી જઈ રહી છે. અત્યાર સુધીમાં નલિયાએ (Lowest temperature in Nalia) રાજ્યના ઠંડા મથકોમાં સૌથી પહેલા નંબરે છે અને આજે 8.2 ડિગ્રી પારો નોંધાયો છે. હવામાન વિભાગે (Kutch Meteorological Department) કોઈ ચેતવણી જાહેર કરી નથી, પરંતુ ઠંડીનો આ માહોલ ત્રણેક દિવસ જળવાયેલો રહેવાની સંભાવના દેખાડી છે.

નલિયામાં ઠંડીનું જોર વધ્યું, લોકોએ મોડી સાંજે બહાર નીકળવાનું ટાળ્યું નલિયામાં લોકો (Lowest temperature in Nalia) મોડી સાંજથી વહેલી સવાર સુધી ગરમ વસ્ત્રો પહેરી રાખતાં હોય છે તેવી ઠંડી પડતી હોય છે. તો શિયાળાની ઋતુનો ચમકારો નલિયાના લોકો અનુભવી રહ્યા છે. પવન પણ ઝડપથી ફૂંકાઈ રહ્યો છે. તેથી દિવસના સમયમાં પણ લોકો ઠંડીનો (Cold Wave in Kutch) અનુભવ કરી રહ્યા છે. લોકો મોડી સાંજે અને વહેલી સવારના સમયે તાપણી કરતાં પણ જોવા મળ્યા હતા. તો રાત્રિ દરમિયાન લોકો ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળ્યું હતું.

ઠંડા પવનો શરૂ ઠંડા પવનો ફૂંકાશે શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે. તેમ જ લોકો ઠંડીનો અનુભવ (Cold Wave in Kutch) પણ કરી રહ્યા છે. તેની વચ્ચે હવામાન વિભાગે (Kutch Meteorological Department) જણાવ્યું હતું કે, પહાડી રાજ્યોમાં હિમવર્ષાનો દોર જારી છે, જેના પગલે ઉત્તર બાજુએથી બરફીલા વાયરા ફૂંકાવવાનું જારી રહેતાં કડકડતી ઠંડીની આણમાંથી નોંધનીય રાહત મળે તેવા અણસાર હાલ તુરંત દેખાતા નથી. પવનની ઝડપ સરેરાશ 6થી 10 કિલોમીટરની છે.

નલિયામાં શા માટે સૌથી ઓછું તાપમાન? તાપમાન અંગે ETV Bharat સાથે વાતચીત કરતાં હવામાન વિભાગનાં (Kutch Meteorological Department) અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, નલિયામાં હાલના દિવસોમાં મહતમ તાપમાન 30થી 31 ડિગ્રીની આસપાસ રહેશે અને લઘુતમ તાપમાન હાલના દિવસોમાં 7થી 9 ડિગ્રી જેટલો રહેશે. દર વર્ષે જે રીતે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડું સ્થળ નલિયા રહેતું (Lowest temperature in Nalia) હોય છે. તેમ આ વર્ષે પણ એવું જ રહેશે. ઓછું તાપમાન લોકેશન, વેજિટેશન, જમીન વગેરે કેવું છે તેના પર આધારિત હોય છે.

દરિયાકાંઠાના કારણે ઠંડી વધુ નલિયાની (Lowest temperature in Nalia) આજૂબાજૂ રેતાળ જમીન છે. આ ઉપરાંત દરિયાકાંઠાનો પ્રદેશ હોવાથી તાપમાન નીચું જતું હોય છે. આ ઉપરાંત વૃક્ષો કેવા અને કેટલા છે. એના આધારે પણ તાપમાન નીચું રહેતું હોય છે અને નલિયામાં પણ આજૂબાજૂના વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો છે જેથી ત્યાંનું તાપમાન નીચું રહેતું હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.