- કચ્છ જિલ્લામાં ઠંડીનું જોર વધ્યું
- આગામી 48 કલાક દરમિયાન સમગ્ર કચ્છમાં કોલ્ડ વેવ વર્તાશે.
- વહેલી સવારથી જ ગુલાબી ઠંડીનો અહેસાસ
કચ્છ: શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે (Cold wave forecast in Kutch) અને કચ્છ જિલ્લામાં ભુજ, કંડલા, નલિયા જેવા શહેરોમાં હાડમાર ઠંડી પડી (Cold Wave In Kutch)રહી છે, ત્યારે ભુજમાં વહેલી સવારથી જ વોક વે પર લોકો કસરત કરતા અને વોકિંગ કરતા જોવા (Winter in kutch) મળ્યા હતા, તો અનેક લોકો તાપણીનો આનંદ લેતા પણ જોવા મળ્યા હતા. ભુજમાં આવેલ વોક વે પર યુવાનોથી લઈને મોટી ઉંમરના લોકો વોકીંગ કરતા દ્રશ્યમાન થયા હતા.
શિયાળામાં શરીરને ગરમ રાખવા કસરત જરૂરી
શિયાળામાં શરીરની તંદુરસ્તી જાળવવા માટે સવારના ભાગમાં કસરત કરવી, યોગા કરવું, દોડવું, સાયકલિંગ કરવી, વોકીંગ કરવું જરૂરી છે. શિયાળામાં લોકોને આળસ મોટે ભાગે આવતી હોય છે, ત્યારે આળસ ઉડાડીને લોકોએ શરીરની જાળવણી કરવા માટે કસરત કરવું અનિવાર્ય છે. કસરત કરવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને જેનાથી શિયાળામાં ઠંડીની અસર ઓછી થાય છે, ભુજમાં વોકિગ કરવા આવતા લોકોએ કહ્યું હતું કે કાશ્મીર જવાની જરૂર નથી કચ્છ જિલ્લામાં જ કાશ્મીર જેવી ઠંડીનો અહેસાસ થાય છે.
આગામી 48 કલાકમાં કચ્છ જિલ્લામાં કોલ્ડ વેવ વર્તાશે
કચ્છ જિલ્લામાં તાપમાનની વાત કરવામાં આવે તો, ભુજમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે, તો રાજ્યમાં શિતમથક નલિયા ખાતે લઘુતમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, તો કંડલા બંદર પર 12.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ (meteorological department) દ્વારા આગામી 48 કલાક માટે સમગ્ર જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી કરવામાં (weather department made the forecast) આવી છે અને આગામી 48 કલાકોમાં ઠંડો પવનની અસર વર્તાશે.
આ પણ વાંચો: