- મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે શનિવારે કચ્છની મુલાકાતે
- કચ્છમાં કોરોનાની પરિસ્થતિ અંગેની સમીક્ષા બેઠક યોજાશે
- ઑક્સિજનના સિલિન્ડર જનરલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા
કચ્છ: કોરોના વાઇરસને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે, ભારતભરમાં કોરોના વાઇરસનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ તેની બીજી લહેરની અસર વર્તાઈ રહી છે. આમ, સમગ્ર દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને હાલ કચ્છમાં પણ કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે, આજે શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી બપોર પછી કચ્છની મુલાકાત લેશે. આ દરમિયાન, કચ્છમાં કોરોનાની પરિસ્થતિ અંગેની સમીક્ષા માટેની વહીવટી તંત્ર સાથે ઉચ્ચસ્તરિય બેઠક કલેક્ટર ઑફિસ ખાતે યોજાશે.
આ પણ વાંચો: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 8,920 કેસ અને 94 મોત નોંધાયા
બેઠક બાદ નવા નિર્ણયો લેવામાં આવશે
મુખ્યપ્રધાન ભુજની GK જનરલ હોસ્પિટલની મુલાકાત લેશે. ત્યારે, હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 2 દિવસ અગાઉ જ્યારે ઓક્સિજનની અછત હતી ત્યારે, આજે શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કચ્છની મુલાકાતે હોવાથી અહીં હોસ્પિટલમાં ઑક્સિજનના સિલિન્ડર જનરલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા છે. જ્યારે, કચ્છમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનારી ઉચ્ચસ્તરીય બેઠક પછી ક્યાં નવા નિર્ણયો લેવામાં આવશે એ અંગેની જાણ થશે.
આ પણ વાંચો: સરકાર દ્વારા HRCT સ્કેનનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કરાયો